પંચ-લાઇન

people by Vivek Tailor
(ઓગળતા પડછાયા…..           ….ગુલમર્ગ, કાશ્મીર, ૨૦૧૨)

*

અચાનક વણસી જતા સંબંધ વિશે મારે એક કવિતા લખવી છે.
એક મોટા કોમ્પ્લિકેટેડ મશીનમાંથી
એક સાવ નાનો સ્ક્રુ કાઢી લેવામાં આવ્યો
એ પછી મશીન ખોરંભે ચઢી ગયું છે-
– આટલું મને સૂઝે છે.
તમે કંઈ મદદ કરી શકો ખરા ?
કવિતા માટે તો એવું કહેવાયું છે કે –
A poem should not mean, but be.
જે આ કવિતાને આગળ પહોંચાડી શકે
એવી કોઈ પંચ-લાઇન તમને યાદ આવે છે ?
તમારા પણ કેટલા બધા સંબંધ હશે, નહીં ?
એમાં ક્યાંક ને કદીક ને કોઈક વાર તો પંક્ચર પડ્યું જ હશે ને?
એ વખતે તમને કેવી ગૂંગળામણ થઈ હશે ?
તમારી છાતી પર કેવા મણ મણના પથરા ચડી બેઠા હશે !
તમારા ચિત્તતંત્રને શું લકવો મારી ગયો હતો ?
તમે આ ભગ્નતામાંથી કેવી રીતે બહાર આવી શક્યા ?
તમે કંઈ share કરો તો મારું પણ કામ થાય.
કેમકે
હું તો આ સ્ક્રુ અને મશીનથી આગળ જ વધી શકતો નથી
અને મને અત્યારે કોઈ પંચ-લાઇન પણ સૂઝતી નથી
જે આ કવિતા પૂરી કરી શકે.

– વિવેક મનહર ટેલર
(૨૪-૦૭-૨૦૧૪)

*

horses by Vivek Tailor
(સ્નેહ…..                               ….ગુલમર્ગ, કાશ્મીર, ૨૦૧૨)

12 thoughts on “પંચ-લાઇન

 1. મને તલાશ છે એક સ્ક્રૂડ્રાઇવરની…

 2. દિશા શૂન્ય
  કાળ શૂન્ય
  હયાતિ શૂન્ય……..

 3. આસુ ટપ્ક્યુ એક દિલમા અને મગજ બહેર મારી ગયુ છે.

 4. પત્નીને કહ્યું,
  તુ અતિસુંદર છે,
  ને બસ મશીન,
  ખોરમ્ભે ચઢી ગયુ.

 5. Hi…VT..,

  Tamari…panch line….!!

  Khub sensitive rachna.

  Jyare koi machine k sambandh mathi matr ek skru kadhi nakhta e khotkay to ek j vastu sabit thay chhe k e skru nu kaam mahatva nu hatu…, pn sambandh ma jyare koi skru ni vat aave tyare sambandh mahatva no hovo joiye naa k skru….!!!
  Ek skru vagar khotkay e sambandh sacha na hoi shake..evu maru manvu chhe… Prem.. unconditional hovo joiye…!

  Mara ek bahu Sara mitr e mne kahyu hatu “Life ma acceptance jaruri chhe””
  Darek vyakti sathe no sambandh ane paristhitio kaayam sarkhi nathi rehti….!!

 6. @ ચેતના ભટ્ટ:

  કોઈ પણ સંબંધ, ગમે એટલો સાચો કેમ ન હોય, અપેક્ષાથી પાર સંભવતો નથી. અપેક્ષારહિત સંબંધ, નિઃસ્વાર્થ પ્રેમ – આ બધું આપણે ફિલ્મોને પુસ્તકોમાં જોઈ-વાંચીને સંભવ છે એમ સમજી બેઠાં છીએ. વાસ્તવિક્તામાં બે વ્યક્તિ ગમે એટલી એકમેકના પ્રેમમાં ગળાડૂબ કેમ ન ડૂબેલી હોય, સાથે રહેવાનું આવે તો અપેક્ષાઓ અને અહમથી ધારે તોય બચી શકતી નથી. એ અલગ વાત છે કે આપણો સ્વભાવ વાસ્તવિક્તાઓ ન સ્વીકારવાનો અને બીજાને અને ખાસ તો પોતાની જાતને પણ સતત છેતરતા રહેવાનો છે એટલે આપણે આ સનાતન સત્ય સ્વીકારી શકતાં નથી.

  કોઈપણ મશીન માટે બધા જ ભાગનું સમાન મહત્વ જ છે એવું બતાવવાનો મારો આ પ્રયાસ છે. અને હું કોઈપણ જાતના મશીનની વાત કરવા મંગતો જ નથી. હું તો જીવનમાં સર્જાતી વિષમતા અને અધૂરપની વાત કરવા માંગું છું.

  પ્રતિભાવ બદલ આભાર…

 7. આપનો એક મિત્ર મકર રાશિ થિ શરુ થતુ નામ , મેડિકલ કોલેજ સુરત મા પ્રોફેસર ચ્હે તેઓ એ પન
  દ્રવ્ય બાબત મારા પિતા પાસે થિ અસ્પ્તાલ ખોલ્વા લેણુ લિધેલ અને મ્રુત્યુ નિ પથારિ એ સુતેલા મારા પિતા નો આખ્રિ કોલ મિત્રએ એટ્લે નહિ રિસિવ કર્યો કે મર્તો માનસ કઈ વચ્ન મન્ગિ લે અને હુ પુરુ ના
  કરિ સકુ તો ………, ત્યર બાદ શુ થયુ એ સમજિ સકાય તેમ ચ્હે…….,

  કહેવાનુ એત્લુ કે યન્ત્ર કે સ્ક્રુ.., બન્ને ફરિ થિ દ્રવ્ય ના લિધે કાર્ય રત નથિ થય શક્યા…..

 8. તમારા પણ કેટલા બધા સંબંધ હશે, નહીં ?
  એમાં ક્યાંક ને કદીક ને કોઈક વાર તો પંક્ચર પડ્યું જ હશે ને?
  એ વખતે તમને કેવી ગૂંગળામણ થઈ હશે ?
  તમારી છાતી પર કેવા મણ મણના પથરા ચડી બેઠા હશે !
  સરસ અનુભૂતિ

  ચલ,
  હવે આ ’હું’ અને ’તું’ ના સંબોધનો બંધ કરીએ ,
  ’સ્વ’ ઓગળે ત્યાં જ પ્રેમની શરુઆત થાય છે…

Comments are closed.