નેકેડ-ન્યૂઝ

cowboy by Vivek Tailor
(આજ કા પી.કે…..              …ટાઇમ્સ સ્ક્વેર, મે, ૨૦૧૧)

*

કેટલાક લોકો કપડાં ઉતારીને બેડરૂમમાં એકલા પણ
અરીસાની સામે ઊભા રહી શકતા નથી.
(કળશ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, પાના નં-૬, ૧૬/૦૭/૨૦૦૦)

મહાનગરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર
૨૯% યુગલો આપણે ત્યાં એવા છે જ્યાં પત્નીએ કદી પતિને નિર્વસ્ત્ર જોયો જ નથી,
રાતના અંધારામાં અડધા કપડાં ઉતારીને પતિ, બસ, સેક્સ કરી લે છે.
(સ્પિકિંગ ટ્રી, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, પાના નં -૨, ૧૨/૦૨/૨૦૦૪)

ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો હું ટીમના ખેલાડીઓ સામે મારા કપડાં ઉતારીશ.
(પૂનમ પાંડે @ ટ્વિટર.કોમ/આઇપૂનમપાંડે, ૨૦૧૧)

મુંબઈના જૂહુ બીચ પર વહેલી સવારે પ્રોતિમા બેદી નગ્નાવસ્થામાં દોડી.
(તસ્વીર: સિનેબ્લિટ્ઝ ઇનોગ્યુરલ ઇશ્યુ, ડિસેમ્બર, ૧૯૭૪)

કપડાં ઉતારવા કરતાં મુખૌટુ ઉતારી દેવાય છે ત્યારે હું વધુ નગ્ન ‘ફીલ’ કરું છું.
બેડરૂમમાં પણ ખાલી કપડાં ઉતારવા જ સારા…
(કયું પેપર હતું? કયા દિવસનું? કયું પાનું?)

કોઈને યાદ છે?

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૭-૨૦૧૪)

*

cowboy by Vivek Tailor
(નેકેડ કાઉબૉય…..                                …ટાઇમ્સ સ્ક્વેર, મે, ૨૦૧૧)

2 thoughts on “નેકેડ-ન્યૂઝ

  1. તમે એકદમ નગ્ન સત્ય લખ્યું છે, તો પણ કહેવાતા, અને એ પણ માત્ર કહેવાતાજ, ચોખલિયાઓને નહીં ગમે, પણ જે સત્ય છે તે સત્યજ છે.

    “૩ ઈડીયટસ” ફીલમમાં જે ૩ અભિનેતાઓ કપડાં કાઢીને માત્ર ચડ્ડીજ પહેરીને વાંકા વળીને પાછળનો ભાગ બતાવીને આમીરની સામે જે પ્રદર્શન કરે છે, તેવું જો કરીના ક્પૂરે પણ છેલ્લા દૃષ્યમાં નદીકાંઠે એમની જેમજ બતાવ્યું હોત તો ફીલમ અઢળક ધંધો કર્યા પછી, હજીયે ચાલતી હોત અને આવકમાં રેકોર્ડ બ્રેક કરી નાંખત…… તમારું શું માનવું છે….???? અર્ધ નેકેડ …..રીના……પૂર!!!!

    બહુ સરસ ફોટાઓ મુક્યા છે.

  2. વાહ્….. સ્ર્ર્ર્ર્રસ્…… પણ ૫૦/૫૦%…….. કેમકે ………….??? ઓહ્!!!!

Comments are closed.