સામાન

Luggage by Vivek Tailor
સામાન સો બરસ કા હૈ…. એરપૉર્ટ, ન્યૂ જર્સી, ૨૦૧૧)

*

(ઇન્દ્રવજ્રા)

સામાનમાં રાખવું શું, નહીં શું ?
માથે દઈ હાથ હું એ વિમાસું:
ખાવા-પીવાની કરવી વ્યવસ્થા,
ઇસ્ત્રેલ વસ્ત્રો, ઘડિયાળ, ચશ્માં;
સેલ્ફોન, પાકીટ, ડિઓ વગેરે,
ને સાબુ, શેમ્પૂ ભરવું સુપેરે.
થોડીક ઇચ્છા, શમણાંય થોડાં,
બાંધ્યા અકસ્માત્ જ બિસ્તરામાં…

ચાલું છું વર્ષોથી હું એકધારું,
તોયે હતો જ્યાં, હજુ ત્યાં ને ત્યાં હું,
શું કો’ સમે અંતર આ કપાશે ?
સામાન ના હોત તો શું ચલાતે ?

(વંશસ્થ)
મુસાફરી આ શું કદી પૂરી થશે ?
મને શું મારો હું કદીય લાધશે ?

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૯/૦૭/૨૦૧૪)

*

Luggage by Vivek Tailor

 1. Dr. Dinesh O. Shah’s avatar

  Vivekbhai,

  Excellent thought and composition ! Congrates and best wishes,

  Dinesh O. Shah, Gainesville, FL 32605, USA

  Reply

 2. Rina’s avatar

  ચાલું છું વર્ષોથી હું એકધારું,
  તોયે હતો જ્યાં, હજુ ત્યાં ને ત્યાં હું,
  શું કો’ સમે અંતર આ કપાશે ?
  સામાન ના હોત તો શું ચલાતે ?

  ????

  Reply

 3. મીના છેડા’s avatar

  થોડીક ઇચ્છા, શમણાંય થોડાં,
  બાંધ્યા અકસ્માત્ જ બિસ્તરામાં…

  વાહ!

  Reply

 4. Chetna Bhatt’s avatar

  Aatma gyani ne …”HU” ni shodh shani bhala…???

  Reply

 5. વિવેક’s avatar

  @ રીના :

  ???? – કોઈ શંકા ?

  Reply

 6. વિવેક’s avatar

  @ ચેતના ભટ્ટ :

  એક તો હું આત્મજ્ઞાની છું નહીં…
  બીજું, ખરા અર્થમાં ‘હું’ છોડી શક્યા હોય એવા મહાનુભાવો કેટલા ?

  Reply

 7. nehal’s avatar

  થોડીક ઇચ્છા, શમણાંય થોડાં,
  બાંધ્યા અકસ્માત્ જ બિસ્તરામાં…

  ચાલું છું વર્ષોથી હું એકધારું,
  તોયે હતો જ્યાં, હજુ ત્યાં ને ત્યાં હું,
  શું કો’ સમે અંતર આ કપાશે ?
  સામાન ના હોત તો શું ચલાતે ?

  (વંશસ્થ)
  મુસાફરી આ શું કદી પૂરી થશે ?
  મને શું મારો હું કદીય લાધશે ?

  Sunder….

  Reply

 8. Rachna shsh’s avatar

  Sundar rechana.

  Reply

 9. lata j hirani’s avatar

  ‘હું’ છોડી શક્યા હોય એવા એક સિવાય મને તો હજુ કોઇ મળ્યા નથી…
  ‘હું’ છોડવાની દિશામાં ચાલનારા પણ જવલ્લે જ..
  એવું વિચારનારા થોડાક ખરા….
  અને એવું વિચારવું જોઇએ એમ માનનારાયે ખરા..

  આ તો સાવ આડ વાત છે… બાકી
  કવિતા ખૂબ સરસ..

  Reply

 10. himmat’s avatar

  સરસ્

  Reply

 11. kanchankumari p parmar’s avatar

  જીદગી ની છેલી સફર માં શું લેવું ને શું છોડવું તેનો વિચાર કરવો પડશે ……

  Reply

 12. Mona’s avatar

  (સામાન સો બરસ કા હૈ…. એરપૉર્ટ, ન્યૂ જર્સી, ૨૦૧૧)
  Time to take photo = Mona coming late to pick up… 😉

  Reply

 13. Rekha Shukla’s avatar

  સરસ રચના

  Reply

 14. pragnaju’s avatar

  મુસાફરી આ શું કદી પૂરી થશે ?
  મને શું મારો હું કદીય લાધશે ?
  સુંદર સોનેટ નો આ પ્રશ્ન વિચારવમળ કરે…
  મહાત્મા થોરો એટલે વારંવાર એક જ શિખામણ ઉચ્ચાર્યા કરે છે : સુખેથી જીવવું છે ? તો સામાન ઓછો કરો. માણસનું ઘર જ જુઓ, તો રાચરચીલા અને ચીજવસ્તુઓથી ચિક્કાર ભર્યું હોય છે. લીવિંગ સ્પેસ-જીવવા માટેની જગ્યા તદ્દન ઓછી બાકી બચે છે. જીવવા માટેની જગ્યા તદ્દન મર્યાદિત અને માલસામાન માટે જ બધી જગ્યા ખીચોખીચ. ક્યાંક કશીક મોકળાશનો અનુભવ ના થાય ! પલંગો ખસી ના શકે. ડાઈનિંગ ટેબલ ખસી ના શકે. સોફા, ખુરશીઓ, ટેબલ ખસી ના શકે. બધું જ જાણે સરકસના તખ્તા જેવું નક્કી કરેલાં પીંજરાં અને નક્કી કરેલા હીંચકા અને નક્કી કરેલાં કુંડાળાં ! તેમાં તરેહતરેહના ખેલો ભજવ્યા કરવાના. કુટુંબમાં ઓચિંતુ કોઈનું મરણ થાય ત્યારે કોઈ એકાદ ખંડમાંથી બધું જ ખસેડવું પડે. ખંડને ખાલી કરવો પડે. અને જીવનારાઓ માટે ત્યારે જીવવાની થોડી જગ્યામાં વધારો થાય !

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *