ઘર

house by Vivek Tailor
(એક માણસને કેટલી જમીન જોઈએ? …પહલગામ, કાશ્મીર, ૨૦૧૪)

*

પચાસ-સાંઠ વર્ષ લાંબી-પહોળી એક જમીન આપણને મળી.
(હવે લોકોએ આપણને આપી
કે આપણે જાતે એ મેળવી એ અહીં અગત્યનું નથી,
અહીં મહત્ત્વ છે જમીનનું)
આ જમીનમાં ભેગાં મળીને ઘર ઊગાડીએ
એમ
આપણે નક્કી કર્યું.
રોજ એક ઇંટ તું, એક ઇંટ હું
– એમ આપણે વાવતાં ગયાં.
થોડી જાત તું, થોડી હું એમ રેડતાં ગયાં.
તું થોડો સમય સીંચે, થોડો હું એમ નક્કી રાખ્યું.
ઘર તો સરસ મજાનું ઊગવા પણ માંડ્યું.
થોડું નિંદામણ પણ ઊગ્યું સ્તો !
ઘરની બધી દીવાલો પર જંગલી વેલી ચડી રહી હતી.
જંગલી સ્તો !
જાત રેડી રેડીને અમે અહીં ઘર ઊગાડીએ છીએ
ને તારે
વિશ્વાસના નામે સાવ મફતમાં ચડી બેસવાનું !?
પરોપજીવી સાલ્લી…
થોડું નિંદામણ તેં દૂર કર્યું, થોડું મેં
-એમ સફાઈ કરતાં ગયાં….
….હજી તો માંડ અડધી જમીન ખેડી શક્યાં છીએ.
અડધું પડધું જ ઘર હજી તો ઊગ્યું છે.
અત્યારે
આપણે બંને
ઘરની લીસ્સી દીવાલ પર
હાથ ફેરવી રહ્યાં છીએ,
પોતપોતાની તરફથી !

– વિવેક મનહર ટેલર
(૧૬-૦૭-૨૦૧૪)

*

Delhi by Vivek Tailor
(ઘર, ઘર, ઘર…                                      …દિલ્હી, ૨૦૧૪)

12 thoughts on “ઘર

  1. આજનું અછાંદસ વાંચ્યું… વારંવાર વાંચ્યું. પહેલી નજરનો પ્રતિસાદ કહું તો અછાંદસના પ્રકારમાં એક તાજગી અનુભવાઈ.
    આમ જુઓ તો સંબંધની આ વાત સહજ સમજાઈ જાય… પણ એને જે માવજતથી મઠારી છે એ કાબિલેદાદ છે… રજુઆતની ઢબ અછાંદસની ગલીમાં એક નવા વળાંક કે નવા મકામના સ્પર્શ કરાવી ગઈ…

  2. જિંદગીના ખેતરમાં,
    ઘર ઊગાડીયે,
    મહેનતના આસોપાલવથી,
    ઘરને સજાવીયે.

    ઘણા સમય પછી આવું સરસ અને નવલુ ગીત મળ્યુ.

  3. સરસ અછાંદસ ગીત….ઘર વિશે આપણે શું શું કરી છીએ એ આજે માણવા મળ્યુ…………………….

  4. નિંદામણને ય સાચવ્યું હોત તો ઘર જાતે આખી જમીનમાં વિસ્તરી જાત… કદાચ..

  5. @ ધવલ શાહ:

    સાચી વાત…. કેટલાક નિંદામણ નિંદનીય નથી હોતા… ઘર પણ આખી જમીનમાં વિસ્તરી ગયું હોત અને આપણે પણ ભીંતની અલગ અલગ બાજુએ પહોંચી ગયા ન હોત….

  6. એમ સફાઈ કરતાં ગયાં….
    ….હજી તો માંડ અડધી જમીન ખેડી શક્યાં છીએ.
    અડધું પડધું જ ઘર હજી તો ઊગ્યું છે.
    સ રસ
    હોય ક્યાંથી એમ તો જંગલ અહીં આ શ્હેરમાં ?
    કાષ્ટનો કટકો મને જંગલ ભણી લઇ જાય છે !
    સાથે ગાલીબની યાદ..તે જંગલમા ગયો.પરત આવી જુએ તો
    ઉગ રહા હૈ દરો દિવારપે સબ્જીયાં, ગાલીબ
    હમ બયાંબેમેં હૈ ઔર ઘરમેં બહાર આઈ હૈ! આનો જીન્સ શોધવો, થેલ કૈસ માથી, નાનકઙો નકામો જનેટીક કોઙ સરળતાથી જાણી શકાય જયારે આ જીન્સ કોષોમાં ઉમેરવામા આવ્યા કોષો વાતાવરણના અતિરેક જેવા કે વધુ મિઠૂં, દુકાળ, ઠંઙી, ગરમી સામે સામા્ન્ય કોષો કરતા વધૂ ટકી શકયા

Leave a Reply to Dhaval Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *