ચૂપ

kid
(દરિયો શું દઈ દઈને દેશે?     ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

પહેલાં ત્રણ દિવસ મદ્રાસમાં કૉન્ફરન્સ છે
પછી
બે દિવસ આપણે પૉંડિચેરી થતા આવીશું
-રાત્રે
ઑફિસથી આવીને મેં કહ્યું
એટલામાં તો
મારો રાજકુમાર
નસકોરાંની તલવાર તાણીને
ઊભી છાતીએ સામે આવી લાગ્યો-
-એ વખતે મારી સ્કૂલ ચાલુ છે ને ?
હા.
એટલે મારી રજા પડશે ?
હા.
કેટલી ?
– એ આંગળી ગણવા બેઠો.
મને હસવું આવી ગયું.
આ માળું બેટું, ત્રીજા ધોરણનું મગતરૂં…
વર્તુળ પૂરું થતાં પહેલાં જ પેન્સિલ બટકી પડે
એવી કે એવી કંઈ ગણતરીથી
એ મારા હાસ્ય ઉપર ત્રાટક્યો-
ત મે મ ને પૂ છ યું ?
મા રી ટિ કી ટ કે ન સ લ ક રો. ક ર વી પ ડ શે.
અને ઓવરનો છેલ્લો દડો ઝડપથી ફેંકી
બેટ્સમેનને
ઊંઘતો ઝડપી લેવો ન હોય એમ એણે ઝડપથી ઊમેર્યું-
મારું હોમવર્ક તમે કરશો ?
એક ગુગલીની કળ વળી નહોતી ત્યાં પાછો એ બાઉન્સર લઈ આવ્યો-
તમને નુકશાન થશે ને ?
મેં આંખો વડે ‘હા’નો સિક્કો ઊછાળ્યો.
કેટલા રૂપિયા?
-અને મને એની આંખમાં ફરી પૂર્વનો ભૂરો દરિયો ઊછળતો દેખાયો
પણ હું પૂરો ભીંજાઉં
એ પૂર્વે જ
નિર્ણયના પથ્થરો પર એણે મને પછાડ્યો-
ભ લે.
જે નુ ક શા ન થા ય તે.
તમે મને પૂછ્યું હતું ?
-અને હું ચૂપ.
આણે તો વીટો જ વાળી દીધો.
સીધો વટહુકમ જ જારી કરી દીધો.
મને લાગ્યું કે
એના દફતરના ભાર નીચે
મારી પાંપણો દબાઈ રહી છે
અને
આંખો ચૂપ…
હું આખો ચૂપ…

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)

 1. indravadan gvyas’s avatar

  બહુ જ નવી વાત્,નવો સંવાદ,સાવ સાચુ કહ્યું,આપણે ચુપ થઈ જવું જ પડે તેવા સંજોગ આ ભાઈએ ઉભા કર્યા. આનું નામ મોન્ટેસરી પધ્ધતી…
  મને આ નવી કવિતા ખુબ ગમી.

  Reply

 2. urvashi parekh’s avatar

  કેટલુ સરસ શબ્દો માં મુકી શક્યા છો.
  આખુ દ્રશ્ય આંખ સામે આવી ને ઉભુ રહિ ગયુ.

  Reply

 3. અમિત’s avatar

  વાહ વિવેકભાઈ, અમારે હજુ બાળક તો નથી પણ આખો ‘પ્રિવ્યુ’ આંખ સામે તરવરી ગયો, કેટલુ સચોટ વર્ણન! પરિકરમાં પેન્સિલ બટક્યાનો અનુભવ ન હોય એને હાસ્ય અધવચ્ચે અટકાવ્યાનો તો હશે જ, સચોટ metaphor! મજા આવી ગઈ!!!

  Reply

 4. સુરેશ જાની’s avatar

  નવી પેઢી .. નવા વીચાર … પરીવર્તન ..

  Reply

 5. pragnaju’s avatar

  મને એની આંખમાં ફરી પૂર્વનો ભૂરો દરિયો ઊછળતો દેખાયો
  પણ હું પૂરો ભીંજાઉં
  એ પૂર્વે જ
  નિર્ણયના પથ્થરો પર એણે મને પછાડ્યો…
  આંતરમનને ભીંજવી દેતી પંક્તીઓ.
  મારી પાંપણો દબાઈ રહી છે
  અને
  આંખો ચૂપ…
  હું આખો ચૂપ…
  કાંઠે બેઠેલી, મુજ મૃદુ ઉરને સ્પર્શી ગયો
  પળમાં અતીતના પગલાંને ભરખી ગયો
  યાદ આવી મારા પૌત્રનો નિર્ણયનો શબ્દ
  પી રી ય ડ
  ચાલો
  દિલના દરિયે ડૂબકી દઇને,
  મોંઘુ મોતી લૂંટી લઇએ.

  Reply

 6. સુનિલ શાહ’s avatar

  મને લાગ્યું કે
  એના દફતરના ભાર નીચે
  મારી પાંપણો દબાઈ રહી છે
  અને
  આંખો ચૂપ…
  હું આખો ચૂપ…

  બાળકો પર દફતરના ભારની વાતને નવી જ રીતે તમે મૂકી છે તે ગમ્યું. અભિનંદન.

  Reply

 7. Dr Urvish Joshi’s avatar

  સુંદર રચના અને ફોટો…આવું વિષય વૈવિધ્ય અવારનવાર આવતું રહે એવી આશા સાથે …

  Reply

 8. PRAFUL THAR’s avatar

  ડૉ.શ્રી વિવેકભાઇ,
  સરસ રચના અને હકીકતમાં આજના યુગના બાળકોના દફતરના ભાર નીચે આપણી પાંપણો અને આપણે પોતે પણ આખા દબાઇ જ જઇએ છીએ.
  લી.પ્રફૂલ ઠાર

  Reply

 9. Dr.Hiteshkumar M.Chauhan’s avatar

  જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ,

  સુંદર રચના, બાળક્ના ભણતરનાં ભાર સાથે એક વાત એ પણ કહી ગયા કે આપણે કદાચ બાળકોના નિર્ણયને ગણકારતાં જ નથી.જો તે આપણા નિર્ણયોમાં સામેલ ન હોવાના જગ્યાએ ઘસડાય તો આખરે એની પણ લાગણી તો ઘવાય ને ક્યારેક આપણે પણ બાળક બની તેની મૂંઝવણ પણ સમજવી જોઈએ ને…

  ભ લે.
  જે નુ ક શા ન થા ય તે.
  તમે મને પૂછ્યું હતું ?
  -અને હું ચૂપ.

  Reply

 10. dr.rajesh prajapati’s avatar

  હું આખો ચૂપ…

  Reply

 11. Bhavesh Joshi’s avatar

  કવિતા કરતા સંવાદ વધારે લાગ્યો……….

  Reply

 12. Lata Hirani’s avatar

  ફોટોગ્રાફના કેપ્શનમાં
  ‘દરિયો શું દઇ દઇને દેશે’
  ને બદલે
  ‘દરિયો દઇ દઇને શું દેશે ?’
  એમ ગમે ?

  Reply

 13. harilal soni’s avatar

  અભિવ્યક્તિ………….સ્પર્શે .. ..તેવિ.

  Reply

 14. Hemant Vaidya’s avatar

  મને એની આંખમાં ફરી પૂર્વનો ભૂરો દરિયો ઊછળતો દેખાયો
  પણ હું પૂરો ભીંજાઉં
  એ પૂર્વે જ
  નિર્ણયના પથ્થરો પર એણે મને પછાડ્યો…
  આંતરમનને ભીંજવી દેતી પંક્તીઓ.
  મારી પાંપણો દબાઈ રહી છે
  અને
  આંખો ચૂપ…
  હું આખો ચૂપ…………………………………………………

  Reply

 15. Bina’s avatar

  સુંદર સંવાદ

  Reply

 16. Kavita Maurya’s avatar

  સુંદર કાવ્ય વિવેક્ભાઈ.

  Reply

 17. Pinki’s avatar

  મારું મગતરું તો પહેલા ધોરણથી જ આવું બોલે છે !!
  અને પાછું –
  સ્કૂલે જવાનું હોય ત્યારે માંડ ઉઠે,
  રજા હોય ત્યારે ૭ વાગે fresh થઈને ઉઠે,
  એટલે – ન ગમતું હોવા છતાં –
  કેવું જવાબદાર ….. !!

  Reply

 18. esha dadawala’s avatar

  દફ્તર ના ભાર નિચે પાપણો દબાવાનિ વાત સરસ..

  wah vivekbhai,

  Reply

 19. rajgururk’s avatar

  ખુબજ સુન્દર રચના અભિનન્દન ડો.

  Reply

 20. Maheshchandra Naik’s avatar

  “ભાર વિનાના ભણતર” માટે કવિતા દ્વારા ઘણુ કહી દીધુ ડો વિવેક્ભાઈ, અભિનદન અને આભાર………

  Reply

 21. Jitendra Bhavsar’s avatar

  good one!!
  Keep it up.

  Reply

 22. bhogi’s avatar

  all the life sustainable water is from ‘sea’ and ‘sea’ only !
  its not what sea can give you?
  it is a must how you can keep ecological balance intact in sea
  by not polluting sea.. its we – who are most grateful and
  have to support this balance.
  ‘sea’ has been sustaining ‘life’ on earth from time infinite!
  i sailed thru seven seas for 30 years – what sea can give you
  is just not imaginable- again – only one adverse part of ‘sea’ is its not
  ‘gentle’ and does not know ‘manners’

  Reply

 23. Niraj’s avatar

  વાહ વિવેકભાઈ, ખુબ સુંદર અને સચોટ નિરૂપણ.. ભાવવાહિ રચના.. બિલ્કુલ નવું

  Reply

 24. Bhavesh Joshi’s avatar

  Vivek bhai, This is very true which you observe. i am also very often feel this type of situation and i am doing nothing !!! Only watching….Watching & watching. at that time i am giving him a hug only…. and then silence in the atmosphere…. Great observation……..

  Reply

 25. Prakash Mehta’s avatar

  ખરેખર્ સુન્દર કાવ્ય રચના

  Reply

 26. Pancham Shukla’s avatar

  ખૂબ સુંદર કાવ્ય.

  Reply

 27. Kartik Zaveri’s avatar

  બાળકની નિખાલસ વાતો…..
  ખૂબ સરસ…

  Reply

 28. govindmaru’s avatar

  બાળકો દફતરના ભાર નીચે આપણી પાંપણો અને આપણે પોતે પણ આખાને આખા દબાઇ જ જઇએ છીએ.
  ખુબ જ સરસ રચના… અભિનન્દન…

  Reply

 29. rashi’s avatar

  very very nice!!!
  really this is the burden of child….
  the education system needs to be improved otherwise we will not find children playing,enjoying with nature….
  that games which were played in the sheris and maholas will be forgotted…

  Reply

 30. ઊર્મિ’s avatar

  કમ સે કમ અમેરિકામાં વિદ્યાર્થીઓને ભણતરનો આ કક્ષાનો ‘ભાર’ નથી લાગતો જે કક્ષાનો ગુજરાતમાં વિદ્યાર્થીઓને લાગે છે…!

  સુંદર કવિતા…!

  Reply

 31. hemansu patel’s avatar

  bhasha ma nikhalasta ho y to anubhuti ni sadgi kavita thai ne avtare.
  keep it up kavi….

  Reply

 32. chetan framewala’s avatar

  કૃષ્ણ દવેની કવિતા યાદ આવે છે

  આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
  પતંગિયાઓને પણ કહીદો સાથે દફ્તર લાવે.
  મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
  સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું
  ……………………….
  પતંગિયાની પીઠ પર દફ્તરનો બોજ……

  એમા વાલીઓ પણ જવાબદાર છે…મારો દીકરો પાછળ તો નહીં રહી જાયે ને?

  Reply

 33. utsavraval’s avatar

  આભાર વિવેકભાઈ,

  Reply

 34. Dilip Ghaswala’s avatar

  વિવેક ભઈ, મજા આવી ગઈ…રઈશ ની સે સોરી માય સન..યાદ આવી ગઈ..દિલીપ ઘાસવાલા

  Reply

 35. Govind Maru’s avatar

  veeri nice dr. vivek i’ proud of you

  Reply

 36. Govind Maru’s avatar

  તમે સ ર સ વાત ક્ર રિ

  Reply

 37. krishna’s avatar

  સર ખરેખર તમે ચુપ કરી નાંખી મને…

  Reply

 38. rekha joshi’s avatar

  સ્વયં સ્વયં ની વાત તો કરે જને?

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *