કૈંક તો ભીતર તૂટી ગયું છે….

Nubra by Vivek Tailor
(આંધી અને તણખલું…..               …નુબ્રા વેલી, લડાખ, ૨૦૧૩)

*

સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે,
લાવ્યું નથી લવાતું લગરિક, એવું તે શું ખૂટી ગયું છે ?

મૃગજળના ઊંટ પર બેસીને રણની પાર ગયું છે કોણ ?
સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?
‘હું’-‘તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?
બળે છતાં વળ છૂટે ન એ વળગણની પાર ગયું છે કોણ ?
સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…
સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

ઊભ્ભેઊભ્ભી હવા ચિરાઈ, પાણીના પડ્યા બે ભાગ,
કઈ છરી ને કોણે મારી ? શી રીતે મેળવવો તાગ ?
પહેલાનાં દિવસોના તંબુમાં એક ઊંટ જોઈને લાગ
ઘૂસી ગયું ને પહેલાનાં દિવસોને કહી દીધું, ચલ, ભાગ !
એ તાળો પણ છૂટી ગયો છે, પાછળ શું શું છૂટી ગયું છે !
સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૧૪)

Nubra valley by Vivek Tailor
(લ્યો, સ્મરણના ઊંટ તો હાંફી ગયા….       …નુબ્રા વેલી, લદાખ, ૨૦૧૩)

19 thoughts on “કૈંક તો ભીતર તૂટી ગયું છે….

 1. સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?
  ‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?

  પહેલાનાં દિવસોના તંબુમાં એક ઊંટ જોઈને લાગ
  ઘૂસી ગયું ને પહેલાનાં દિવસોને કહી દીધું, ચલ, ભાગ !
  એ તાળો પણ છૂટી ગયો છે, પાછળ શું શું છૂટી ગયું છે !
  સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

  Wahhhh

 2. Sagpan ma thi samjan naame thaapan koi looti gayu chhe…..

  Bass aa j badha rog nu mul…!!

  Waah sundar nazam..

 3. સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે,
  લાવ્યું નથી લવાતું લગરિક, એવું તે શું ખૂટી ગયું છે ?

  મૃગજળના ઊંટ પર બેસીને રણની પાર ગયું છે કોણ ?
  સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?
  ‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?
  બળે છતાં વળ છૂટે ન એ વળગણની પાર ગયું છે કોણ ?
  સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…
  સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

  Most beautiful lines….jane violin na tar thi dhire dhire dhun aakar le em shabdo ni sarwani thi vedana aakar rahi chhe…

 4. સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…
  સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

  સગપણ માં આવ્યું “પણ” ને સગપણમાંથી સમજણ ખૂંટી ગઈ
  સમજણમાંથી સમજ ગઈ ને “જણ” લૂંટી ગયું છે…

  હા સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે…
  બળે છતાં વળ છૂટે ન એ વળગણ ની પાર ગયું છે કોણ ?

  સ-રસ રચના !!

 5. સગપણ માં આવ્યું “પણ” ને સગપણમાંથી સમજણ ખૂંટી ગઈ
  સમજણમાંથી સમજ ગઈ ને “જણ” લૂંટી ગયું છે… વાહ ખૂબ સરસ ગીત સગપણમાં પણ નું

 6. સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…
  સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે”

  ભીતર ની વેદના બહુ સુપેરે વ્યક્ત કરી છે. મારી એક ગઝલની પંક્તિ નો ભાવ પણ કંઈ આવો જ છે.

  આંસુની ખેવના આમતો હોત ના,
  દીલનો કાબુ જો હું સદા ખોત ના.

  કોઇ વરસી ગયાં કોઈ વિખરાઈ ગયા,
  જે ભીતર કંઈ રહ્યાં પાંપણે, રોત ના

 7. The first 8 lines are full of poetic beauty and I love the make believe mirage as a desert vehicle. To me, the poem drags on unnecessarily after this, drifting aimlessly.

 8. ‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ? દરેક યુગલની એજ તો મોટી સમસ્યા છે. સુંદર રચના.

 9. બહુ સરસ રચના. હમણાં જ આપને એક સંમેલનમાં ગઝલ વાંચતાં જોયા. લખો છો તેથી પણ સરસ રીતે રજુઆત કરો છો. આદિલની પણ આવી જ ઢબ હતી.

 10. ખુબજ સુન્દર રચના.
  ગીત ખુબ ગમ્યુ. ખાસ ગમ્યુ તે,

  મૃગજળના ઊંટ પર બેસીને રણની પાર ગયું છે કોણ ?
  સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?

  તથા

  ‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?
  બળે છતાં વળ છૂટે ન એ વળગણની પાર ગયું છે કોણ ?
  સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…

  સગપણ મા વળગણની સમજણ આપતુ ગીત.

 11. એ તાળો પણ છૂટી ગયો છે, પાછળ શું શું છૂટી ગયું છે !
  સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.
  સરસ
  ન હતા જ્યાઁ ઓળખાણ ના સરનામા,
  ત્યાઁ લાગણી ના ધર બનાવ્યા આપણે.
  એક બીજા ને સમજ્યા એટલુઁ કે,
  પરસ્પર …

  તૂટી ગયું છે

Comments are closed.