![]()
(પ્રેમને જો આપણા વહેવું પ્રિયે… …સ્વપ્નગંધા વેલી, ગોવા, નવે. ૦૮)
*
દોર છે, સાત ગાંઠ છે એમાં,
શું તમારો જ હાથ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.
આ તે દુનિયા છે કે કોઈ ઘડિયાળ ?
માણસો મારમાર છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
‘जिंदगी बोझ बन गयी अब तो’
- હરકોઈ એકરાગ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
આ સફર આખરે તો માથે પડી,
જાત સાથે લગાવ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,
દોષી શું માત્ર કાળ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)
છંદવિધાન : ગાલગા / ગાલગાલ / ગાગાગા (ગાલલગા)
-
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.
વાહ્
યાદના નહોર તીણા છે એ માન્યું પણ
સમય ભરી ન શકે એવો કોઈ ઘા નથી.
जिंदगी बोझ बन गयी अब तो’
- હરકોઈ એકરાગ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં
આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારોય છે, …..
એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં? …
પ્રેમમાં પ્રેમાસ્પદનો કોઈ વાંક દેખાતો નથી
આવી રીતે પરદોષદર્શન ન થાય અને પોતાનો વાંક દેખાય તે ઉચ્ચ સ્થિતિ છે! -
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.બહુજ સરસ્………
વાત એક્દમ બરાબર…. એનો કોઇ ઈલાજ નથી…….
વધારે ગમ્યુ
-
સુન્દર અભિવ્યક્તિ જોઇ સકૈતો વાન્ક ક્યન નથિ આપના બધાનો? ખુબ સુન્દિ
-
શ્રી વિવેકભાઇ,
શું લખું હું ? લખવુતું તે તો બધાએ લખી નાખ્યું છે કે યાદના નહોર……
લી. પ્રફુલ ઠાર -
મને ખુબ ગમી આ રચના.પરદોષ દર્શન વાળી પ્રજ્ઞાજુ ની ટીપ્પણી સરસ લાગી.
અભિનન્દન
ઈન્દ્રવદન વ્યાસ -
તમે અમને શુ કામ બાજુ પર રાખ્યા છે ?- ‘અમારો’ જગ્યા એ ‘આપણો’ લખો તો પણ ચાલશે.
બધામા બીજાના વાંક જોનારાઓએસમજવા જેવી વાત છે. -
સંપુર્ણ દોષારોપણ માથે સ્વિકારીને લાગણીનો સર્વાંગ એકરાર સરસ રીતે શબ્દાંકીત કર્યો!!
વધુ એક સરસ ભાવભરી રચના. -
મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,
દોષી શું માત્ર કાળ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.સરસ વિચાર… વિચાર કરવા પર મજબૂર કરી દે એવો વિચાર…
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.યાદના નહોરનું દર્દ .. માન્યું કે લાઈલાજ છે પણ આ દર્દ વગર જીવન પણ તો અધૂરું હોય છે.
-
યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.સુંદર રચના.
-
સુંદર ત્રિપદી. આમેય મને ત્રિપદી વિશેષ ગમે છે અભિનનંદન
-
સુંદર ત્રિપદી !
અભિનંદન !
-
પોતાની ભુલ અને પારકાનુ દુખ, ભાગ્યે જ બીજાને એનો અહેસાસ હોય છે તમારી અભિવ્યક્તિ ખુબ ગમી, ભુલ સ્વિકારનાર ને મહાન ગણવાનુ આપણે માનીએ છે , અભિનદન્
-
બહુ જ સરસ ત્રિપદી થઈ છે. મજા આવી. આભાર.
સુધીર પટેલ. -
સુંદર અને સફળ પ્રયાસ.
-
ત્રિપદી સરસ ..
નવા નવા પ્રયોગો સારી વાત કહેવાય્.
કરતા જ રહેજો..
જિતેન્દ્ર ભાવસાર.

31 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/326/trackback