હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

tree by Vivek Tailor
(મને પાનખરની બીક ન બતાવો….         …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

*

ક્યારેક તો એવુંય થાય કે કવિનેય કવિતા લખવાનો સામાન ખૂટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
સમદર-આકાશ-ધરા ખૂંદી કાઢ્યા, નથી બચ્યો એકે ત્રિભુવનનો કણ,
પણ રસ્તામાં ક્યાંય નથી કાંટા કે કાંકરા, કેમ કરી પડશે આંટણ ?
અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૧૪)

*

tree by Vivek Tailor

(થ્રી ઇડિયટ્સ….       …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

 1. Rina’s avatar

  Waahhh…. mast
  Nice topic for the poetry, but no cheating….. saturday is a saturday… 🙂

  Reply

 2. neha’s avatar

  આમ પણ કવિતા આવી ને? વાહ વાહ્
  ઃ)

  Reply

 3. chhaya’s avatar

  Poets are born,not made
  poetry is divine inspiration !

  Reply

 4. jahnvi antani’s avatar

  જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
  તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
  બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
  તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
  હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

  vah તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,….. sundar … maja padi gai.. aato ek laheko sambhday evu lakhyu che… હું ઝાડ નથી ……….કે……… રોજ પાન ફૂટે !

  Reply

 5. Dr. Dinesh O. Shah’s avatar

  Dear Vivekbhai,

  This is an excellent and novel theme on which you wrote this poem.

  On another topic, we have organized our Biennial Gujarati Poetry Festival at University of Florida during Nov 1-2, 2014. Will you be planning a trip to USA around that time or if you know any other poet visiting this country at that time? Please let me know. Unfortunately our limited budget does not allow us the travel from India to here, but we can pay for travel from anywhere in USA to Gainesville. With best wishes and warmest regards, Dinesh O. Shah

  Reply

 6. મીના છેડા’s avatar

  ખુલ્લા મને વિહરતાં હોઈએ ને અચાનક કોઈક નવ જોયેલું ફૂલ દેખાઈ આવે ને જે આશ્ચર્ય ને આનંદ થાય એમ આ ગીત વાંચતાં વાંચતાં ગીતની કોઈ નવી જ દિશા ખૂલી હોય એમ લાગ્યું…

  Reply

 7. kiran’s avatar

  બહુજ સરસ

  Reply

 8. Chetna Bhatt’s avatar

  કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
  wah…
  અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
  wah….

  Reply

 9. વિવેક’s avatar

  આભાર, દોસ્તો…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *