ભરબપોરે સૂર્યાસ્ત…. (મૃગેશ શાહ – રીડગુજરાતી.કોમ)

*

ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….

મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…

ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?

મિત્ર મૃગેશને ભાવભીની શ્રદ્ધાંજલિ…

*

readgujarati

 1. Dr. Dinesh O. Shah’s avatar

  I fondly remember our meeting in Baroda at Rameshbhai Patel’s home. It is hard to believe that Mrugeshbhai is no more here. Many times, I wonder why God prefers in Heaven young, good and sevabhavi persons? May God bless his soul and his family members and friends on planet earth.

  Dinesh O. Shah

  Reply

 2. Maheshchandra Naik (Canada)’s avatar

  હ્ર્દયપુર્વકની શ્રધ્ધાંજલી……..

  Reply

 3. lata j hirani’s avatar

  અકલ્પ્ય અને અત્યંત દુખદાયક પણ જેનો ઉપાય નથી અને જેને નત મસ્તકે સ્વીકારવું જ પડે છે એવું કડવું સત્ય.. મૃગેશભાઇ આપણી વચ્ચે છે અને રહેશે જ..

  Reply

 4. jAYANT SHAH’s avatar

  ગુજરાતી સાહિત્યને પ્રકાશિત કરતા દીવો અચાનક , કસમયે દીવો ઓલવાય ગયો.એમનો અજાણ્યો માર્ગ, યાત્રા શુભ હો ,કલ્યાંણમય હો એવી શુભ ભાવના !!!
  અલ્વિદા ! અલ્વિદા!!

  Reply

 5. Rekha Shukla’s avatar

  માનવામાં નથી આવતું ….ખુબ દુઃખ થયું ….એમના આત્મા ને ચિરશાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના….. નૈન છિન્દ્ન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ!
  ન ચૈનં કલેદય્ન્ત્યાપો ન શોષયતિ મારુતઃ!!

  અમર તો કર્મોની સુવાસ રહે છે
  માટી નો દેહ ભલે માટીમાં ભળે છે
  સ્નેહ-સંસ્કાર નો એમનો વારસો
  વ્રુક્ષ બની ને છાયો આપતો રહે છે
  તમે છો અને રહેશો સદાયે સાથે
  એજ “શ્રધ્ધા” અર્પણ આત્માનું આંસુ,
  એ જ “અંજલી” —રેખા મહેશકુમાર શુક્લ

  Reply

 6. Chetna Bhatt’s avatar

  ઓહ્હ્હ્…

  very sad…RIP

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *