ફાવી નથી શકતા

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.

લખે જો વાનરો તો ઠીક છે, બાકી શિલાઓને
લખીને રામ પોતે ‘રામ’ કંઈ તારી નથી શકતા.

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતા.

-વિવેક મનહર ટેલર

6 thoughts on “ફાવી નથી શકતા

  1. જ્યારે બધા જ વાનરો પથ્થરો પર રામ શબ્દ લખીને નાખતા હતા ત્યારે પથ્થરો તરી જતા હતા. ભગવાન રામને પણ વિચાર આવ્યો કે લાવને હું પણ એક પથ્થર પર રામ શબ્દ લખીને જોઉ કે શું થાય છે. આશ્ચર્ય સાથે ભગવાન રામે ફેંકેલો પથથર ડૂબી ગયો. જો કોઇ સામાન્ય માનવીએ આ દ્રશ્ય જોયુ હોત તો તેને ભગવાન રામના ભગવાનપણા પર કદાચ શંકા થઇ હોત. પરંતુ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી એ કહ્યુ કે પ્રભુ, તમે જેને ફેંકી દો, તે તો ભવસાગરમાં કદી પણ તરી શકે નહી. બસ રામ નવમીના દિવસે એજ પ્રાર્થના કે હે પ્રભુ, સર્વને હનુમાનજી જેવી ભક્તિ અને સમજણ આપો.

  2. નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
    દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતાં

    just wonderful…

    સિદ્ધાર્થ

  3. hello vivelk sir , after reading these all peom ….my nerves become excited and i remember my all college days as after many years means after joit pharma industry i just forgot to write in Gujarat and also to think in Gujarati which is my mother tongue ….Thanks ..now i learning writing in iGujarati on FB …..Thanks …..

Leave a Reply to Siddharth Cancel reply

Your email address will not be published. Required fields are marked *