સિવાય કે…

garmaaLo by Vivek Tailor

*

કાળઝાળ મે મહિનાના
ભરચક્ક તાપ સામે
પૂરબહાર મહોરી ઊઠ્યા છે
શહેરના
એક-એક ગરમાળા,
સિવાય કે હું !

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૧૪)

*

GarmaaLo by Vivek Tailor

9 thoughts on “સિવાય કે…

  1. સિવાય કે હું ! –

    એક તો સાવ ટચૂકડું અછાંદસ… એમાંય આ ત્રણ શબ્દ કે પાંચ અક્ષર માત્ર ધોધમાર વ્યથા વરસાવી ગયા…

    અદ્ભુત અસર ઉપજાવતું અછાંદસ

  2. આત્લા ઓચ્હા શબ્દોમ આવિ સુન્દર , સચોત વાત ઉત્તમ કવિ જ કહિ શકે

  3. વાહ…!

    મારા તરફથી એક ગુસ્તાખી…

    એનો નથી મળતો દોસ્ત તાળો;
    ગરમીમાં જ કેમ ખીલે ગરમાળો?

    હું માણસ માણસ મટી ગયો છું;
    બની ગયો છું હું એક તરગાળો.

    દરદ-એ-દિલની શી મજા છે?
    શું જાણે એ વિશે ઉપરવાળો?

    રકમ જ ખોટી હતી દાખલાની;
    હતી બાદબાકી, કર્યો સરવાળો.

    થવાનું હોય થઈને રહે નટવર;
    ગમે એટલું ય તમે એને ટાળો..

    ક્ષમા પ્રાર્થના સાથે..

  4. તુ ખિલ્યો પુરબબહાર….ને હુ કરમાતી વેલી તોય કેવિ મજાનિ હોય્આપણા હેત ની હેલી …..

  5. સુંદર અભિવ્યક્તિ! મહોરી ઊઠવાની પણ એક મોસમ હોય છે. હવે કરો પ્રતીક્ષા મોસમના પહેલા વરસાદની!

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *