બપ્પોરે વીજળી

Saaras2
(સારસ…                                      …ઉભરાટ-સુરત રોડ, ૦૮-૦૨-૨૦૦૯)
(Sarus Crane ~ Grus antigone)

ભરબપ્પોરે
ખેતરના શેઢા લગોલગ
ઝાંઝવાના પાણીની જેમ દડી જતી મારી ગાડી
અચાનક
ધીમી બ્રેક સાથે અટકી ગઈ.
વીજળીના તાર પરથી એક પતંગો ઊડી ગયો.
પણ મારી આંખ તો
પાછલી સીટ પર બેઠેલા
અમારા નાનકડા કોલંબસે શોધી કાઢેલ
સારસ બેલડી પર સ્થિર હતી.
માથે ધોધમાર વરસતા સૂરજની
ધરાર અવગણના કરી
વરસોની તરસ છીપાય એટલું
આંખોથી આકંઠ પાન કરી
હું વળી ગાડીમાં બેઠો.
‘ખબર છે બેટા?’,
-સીટ-બેલ્ટ બાંધતા બાંધતા હું બોલ્યો,
‘આ લોકો કાયમ જોડીમાં જ રહે.
એક મરી જાય તો
બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
અને અનાયાસે
બાજુમાં બેઠેલી પત્નીએ
સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
એનો હાથ મૂકી દીધો.
મેં એની તરફ
અને એણે મારી તરફ જોયું.
આછા સ્મિતની આકસ્મિક વીજળી
ઘેરાયેલાં બન્ને વાદળમાં
ઝબકી ગઈ
અને
અમારા કોલમ્બસને
તો એની જાણ પણ ન થઈ !

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૦૯)

48 thoughts on “બપ્પોરે વીજળી

 1. પ્રિય વિવેકભાઇ,
  મજા આવી ગઇ ભઇ. મારો તો વેલેનટાંઇન ડે સુધરી ગયો !

  આ લોકો કાયમ જોડીમાં જ રહે.
  એક મરી જાય તો
  બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
  અને અનાયાસે
  બાજુમાં બેઠેલી પત્નીએ
  સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
  એનો હાથ મૂકી દીધો.
  મેં એની તરફ
  અને એણે મારી તરફ જોયું.
  આછા સ્મિતની આકસ્મિક વીજળી
  ઘેરાયેલાં બન્ને વાદળમાં……….
  આભાર,
  પ્રફુલ ઠાર.

 2. Dear Vivekbhai, This is one of the best gift which you gives to your daily reader. I remember my childhood days when we were enjoy our vacation at our village and we enjoyed all things which we had not in city(Presence of nature). Really nice peom!!! Happy valentineday

 3. પ્રિય વિવેકભાઇ,

  “માથે ધોધમાર વરસતા સૂરજની
  ધરાર અવગણના કરી
  વરસોની તરસ છીપાય એટલું
  આંખોથી આકંઠ પાન કરી”

  “આછા સ્મિતની આકસ્મિક વીજળી
  ઘેરાયેલાં બન્ને વાદળમાં
  ઝબકી ગઈ”

  ખુબ સુન્દર શબ્દોની અભિવ્યક્તિ રજૂ કરી છ.
  મજા આવી ગયી.

  Happy Valentine Day/
  આભાર,

 4. એક મરી જાય તો
  બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’
  અને અનાયાસે
  બાજુમાં બેઠેલી પત્નીએ
  સ્ટિયરિંગ પર મૂકેલા મારા હાથ પર
  એનો હાથ મૂકી દીધો.
  મેં એની તરફ
  અને એણે મારી તરફ જોયું.
  આછા સ્મિતની આકસ્મિક વીજળી
  ઘેરાયેલાં બન્ને વાદળમાં
  ઝબકી ગઈ
  -વિવેક મનહર ટેલર
  (૦૯-૦૨-૨૦૦૯)
  We wish the seperation on velentine day for velentine comes like the pair of saras.
  Yesterday the news of Air crash of a comutor – Continental Airline, near Buffelo,NY
  Husbund was killed in 9/11 His wife was meeting In White house with Other family of 9/11 victims with President Obama.
  She was going to Buffelo,NY to start a Scholarship for his late husbund.Now she was killed with 48 others in the Aircrach.
  Husbund …
  ખબર છે બેટા?’,
  -સીટ-બેલ્ટ બાંધતા બાંધતા હું બોલ્યો,
  ‘આ લોકો કાયમ જોડીમાં જ રહે.
  એક મરી જાય તો
  બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’

 5. ખરેખર ઘનિ સરસ …..

  .આ લોકો કાયમ જોડીમાં જ રહે.
  એક મરી જાય તો બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.’

  કરુનતા સ્પર્શિ ગયિ છતા
  મજા આવી ગઇ ભઇ

 6. આજના વેલેન્ટાઈન ડૅ પર સરસ –પ્રાસંગિક રચના. ગઝલની જેમ જ તમારી અછાંદસ રચનાઓનો હું પ્રશંસક છું.

 7. વાહ કવિ-સુ૬દર કલ્પના-સુઁદર અભિવ્ય્ક્તિ.

 8. હૅપ્પી વેલેન્ટાઈન ડૅ!
  મઝાની પ્રાસંગિક રચના
  સારસ બેલડી પર સ્થિર હતી.
  માથે ધોધમાર વરસતા સૂરજની
  ધરાર અવગણના કરી
  વરસોની તરસ છીપાય એટલું
  આંખોથી આકંઠ પાન કરી
  (અમને ફોટામા કરાવી)
  વાહ્
  માનવીની આંખોમાં જુઓ, કામુકતાનો મિલન પ્રવાહ ઝબકતો દેખાશે, એટલે પશુ આજ પણ એક રીતે સુંદર છે,જયારે દમન કરનાર પાગલોની કુરૂપતા અને દુર્ગંધની તો કોઈ સીમા નથી.આ વિકòતિ,આ દુઘટર્ના જાય કે એ આકાંક્ષા વિલીન થઈ જાય ત્યારે દિવ્ય પ્રેમથી આત્મા-પરમાત્માનું મિલન થાય-પરમ આનંદની અનુભૂતિ થઈ દિવ્ય વૅલૅન્ટીન ડૅ ઉજવાય!

 9. વાહ સુંદર

  સારસ બેલડીની વાત

  વેલેન્ટાઈન એટલે તો આખિ જિંદગી સાથે રહેવાના કોલ્
  નહી કે ફક્ત એક દિવસ ગુલાબ ચોકલેટ્ની આપ લે
  અને કામુકતાનાં ઉતાર ચઢાવ

 10. આજ ના દીવસ નિ એક ન ભુલાય તેવિ અમુલ્ય ભેટ.
  સરસ રચના છે.
  અભિનન્દન…

 11. સારસ પક્ષી વિશે ખબર હતી પણ વેલન્તૈન ડે ના દિવસે ,
  આ વાત કરી હ્રદય્ને ઝનઝોડિ નાખયૂ.

 12. પ્રિય વિવેકભાઇ,
  પ્રેમ ની અદભુત અભિવ્ય્ક્તિ

  એક મરી જાય તો
  બીજું માથું પટકી પટકીને જીવ દઈ દે.

  વેલેન્ટાઈ ડે ના દિવસે અમુલ્ય ભેટ

 13. LAGNIONU AK SU NDER PACKAGE MUKI DIDHU CHHE SARASBELDI NI SATHE STEARING UPER NA HATH PAR HATH MUKINE JE VAT ANKHOTHI THAI…….. EXELENT ANUBHUTI BHAGYASALI NE ANUBHVAVA MADE CONGRATULATIONS AND HAPPY VELLANTINE TO BOTH U HARILAL SONI ANJAR

 14. શબ્દો વગર સમજાવવાની રીતી હોય છે,
  ક્યારેક રમઝત તો ક્યારેકૂ રોમાન્સ હોય છે,
  આ કવિતા તો અજબ કલા છે ” પ્રતિક ”
  ક્યારેક રચના તો ક્યારેક આપબીતી હોય છે.

  પ્રતિક મોર
  praitknp@live.com

 15. વિવેક,

  હર ક્ષણે જાણતા કે અજાણતા પ્રેમને ત્રાજવે તોળતા રહેતા માનવીઓ પ્રેમનો અર્થ સમજી શકે તો ….

 16. સુંદર અછાંદસનું કેન્દ્ર મને આ લાગ્યું

  આછા સ્મિતની આકસ્મિક વીજળી
  ઘેરાયેલાં બન્ને વાદળમાં
  ઝબકી ગઈ……

  (અર્થસૂચક……શબ્દ, આછા સ્મિત અને આકસ્મિક વીજળીની વચ્ચે મૂકયો હોત……
  જો,આ મેં લખ્યું હોત તો!)

 17. પ્રેમ ક્ષણમાં વ્યક્ત થાય.
  તોયે ક્ષણિક ન કહેવાય.
  પ્રેમ એટલે પ્રેમપ્રેમપ્રેમ.
  પ્રેમનો ન અન્ય પર્યાય.

 18. Dear vivek bhai,
  મઝા આવી ગઇ.
  really.
  શબ્દો તમારા શ્વાસ છે.
  i dont have any more word.

 19. Your feelings have also come as a flash of Light. Thats love. Good one. Keep on sending.

 20. વિવેક્ ભાઇ,
  ખુબજ ર્હદય સ્પર્સિ રચના

 21. સારસ બેલડિનિ વાત ગમિ સરસ રચના અભિનન્દન

 22. હેપિ વેલેન્ટાઈન ડે,વિવેક્ભાઈ,
  સારસબેલડી ની પ્રીત ની વાત વણીને આ કવિતા રચી તમે વેલન્ટઈન ડે ને સુંદર રીતે ઉજવ્યો….

  વધુ મઝા તો ઉપર ની “comments” વાંચવામાં પડી.ગરબડીયા ગુજરાતી ભાષામાં લખાએલ,કાલી કાલી ભાષા ખુબ ગમી.દા.ત હેમન્ત વૈદ્ય અને સ્પીક બિન્દાસ્.વાચક નું દિલ બોલેછે એ વાત માં.

  ઇન્દ્રવદન વ્યાસ

 23. પ્રેમ અને વેલન્ટઈન ડે ને જુદા ન પડાય એવુ તમારા કાવ્યમા અનુભવીએ છે, અભિનદન અને આભાર્……………

 24. hi..wonderful expression…really touching…
  by the way which Gujarati typing tool are you using…? is it have an option of Rich text editor…? i think the present one is consuming more time…?

  when i was searching for the user friendly Indian Language typing tool..(Including Gujarati) found…”quillpad” http://www.quillpad.in

  try this one and hope you’ll enjoy…

  protect and popularize the Native Language…

  Maa Tuje Salaam….

 25. hi..it is nice to go through your blog…keep writing the good one..
  by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

  are u using the same…?

  Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

  popularize and protect the Native Language…

  Maa Tuje Salaam…

 26. બાપ રે બાપ આ કાવ્ય તો અંદરથી ઝણઝણાવી ગયુ.ખરેખર વિવેક્ભાઈ ખુબ સરસ છે આ કવિતા…જાણે તમે બંન્ને ગાતા હો……
  “રા રે નામ નો છેડયો એક તારો
  હું તારી મીરા તુ ગિરધર મારો…”

 27. બહુ જ સુંદર..

  હવે તો અછાંદસ કાવ્ય સંગ્રહની પણ તૈયારી કરવી રહી.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 28. ખરેખર ખુબ જ સુંદર. સુક્ષ્મ લાગણીઓ ને ખુબ જ સુંદર રીતે આપે કાવ્યમાં વણી લીધી છે. મને લાગે છે તમને પોતાને પણ વિવેકભાઈ આ કાવ્ય વાંચવાની મજા આવતી હશે.

 29. સાયુજ્યની એક ઉત્તમ અનુભુતીની એક જ આવી ક્ષણ અને ધન્ય ધન્ય !!! અહી થી આગળ કશુ ના શોધાય..

 30. વાહ્.. વાહ્… ને વાહ્….!!!!
  લાખેણી જોડી જુગ-જુગ જીવો….!!!
  મૌન તમારું કેટ્લું વાચાળ છે… !!!!

 31. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

 32. Pingback: શબ્દો છે શ્વાસ મારા · સારસ-પુરાણ (ફોટોગ્રાફ્સ)

 33. Pingback: સારસ બેલડી ~ Valentine Wishes |

Comments are closed.