લોહીમાં સૂર્યોદય

PB022953
(લોહીભીની સાંજ…                                            …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.

છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.

પિંજરમાં આંખના હવે એક જ છે મનસૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !

હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.

એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.

સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.

નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

– વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)

41 thoughts on “લોહીમાં સૂર્યોદય

 1. એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
  એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
  વાહ્
  હયાતીના આરંભથી અંત સુધી માણસ સુખ-દુ:ખ, આનંદ-શોક, પ્રિયજન, રોજી-રોટી વગેરે શોધે અને ખોવે છે. અધ્યાત્મમાર્ગીઓ પરમ આનંદ શોધે છે. કેટલાક પોતાના ‘સ્વ’ ની શોધમાં હોય છે. એ ‘સ્વ’ પણ કદીક એનાથી એવો ઊંચે, ચોક્કસ ઠેકાણે સાચવીને મુકાઈ ગયો હોય છે કે જડતો જ નથી.

  બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
  મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
  સરસ
  સંતો આ રીતે વિચારે છે
  પ્રેમ ભ્રમ છે, સુખ ભ્રમ છે, સંતોષ ભ્રમ છે, સંબંધ પણ ભ્રમ છે, આ પૃથ્વી ઉપરનું આપણું અસ્તિત્વ એક ભ્રમ છે. એક નામ સાથે જન્મેલા આપણે ખરેખર શું આપણે છીએ? જે જીવન જીવીએ છીએ આપણે, એ આપણું જ છે? કોણ જાણે છે… જેના માટે ધિક્કાર રાખીએ છીએ એ ખરેખર ધિક્કારવાને લાયક છે? જેને પ્રેમ કરીએ છીએ એ પ્રેમને લાયક છે ખરા? સત્યની શોધમાં નીકળેલા આપણે સૌ જાતને જ ખોઈ દઈએ છીએ અને સત્ય મળતું નથી…’

 2. જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

  આ શેર ખૂબ ગમ્યો..

 3. આજે તો 11 અશઆરની ગઝલ…!! વાહ…. વાહ…

  છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  હાવ હાચી વાત કરી દાક્તર…

  હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
  સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.

  લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
  લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.

  નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
  શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.

  (અત્યારે) આ શે’ર જરા વધારે ગમ્યા… અને…

  જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

  ક્યા બાત હૈ… આજે તો શબ્દો, શ્વાસ અને તમે- ત્રણેય તમારી ગઝલને સાથે આવી મળ્યાં…! 🙂

 4. સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

  છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

  – સરસ !

 5. વાહ ભાઈ વાહ…!

  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

  બસ આમ ને આમ લખતા રહો અને અમને આસ્વાદ કરાવતા રહો.

  -ભવદીપ્

 6. મિત્ર,

  રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
  નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.

  બહુ સરસ…

  રાખ કે ઢેર સે મકાન ખડા નહિ હોતા
  ગુઝર જાતા હૈ જો વક્ત ફિર સે નહિ આતા

  ગાંવ, ગલી, ઘર સબ કુછ અપના હી તો થા
  પર એક ‘ડેડ એન્ડ’ કે બાદ કુછ નહિ હોતા

 7. કોઇ ક જ લાઇન નહિ પણ આખિ ગઝલ સરસ છે –
  વિવેકભાઈ-સરસ સરસ સરસ

 8. Dear Vivek Bhai
  Nice One.. I like this 2 lines..

  જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

 9. દગી ગયા અમે ત્યાથી, જ્યાથી તમે ગયા હતા એક વાર,
  વળીને ના પાછા આવ્યા એકવાર છતા આવસો એવો વિશ્વાસ.
  પ્રતિક મોર
  pratiknp@live.com

 10. છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

 11. વહાલા વિવેકભાઈ,
  ‘ડોલમાં સમાસ’ શબ્દપ્રયોગ ગમી ગયો. ગઝલ સ્પર્શી ગઈ.
  ‘આવણાંના’ શબ્દનો અર્થ ન સમજાયો. સમજાવશો..?

 12. પ્રિય સુનિલભાઈ,

  આવણું એટલે (૧) આવવું તે; આગમન (૨) ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત.

 13. હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
  સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.

  એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
  એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.

  હ્રદયસ્પર્શી ગઈ.

 14. તમે ખરેખર સરસ લખો ચો , મને ખુબ જ ગમિ એ
  મને કેવા નુ મન થાય ચે કે
  એ હતિ મરિ પન મારા જોદે નોતિ
  એ મરિ હતિ મન તોય એ મરિ નોતિ

 15. jivan ne e madhur palo pan bau che
  ena mali to eni yado pan bau che
  farak padto nathi ke e mali ke nai
  pan prem karvno avsar malyo
  e mara prabhu e j bau che

 16. jivan che murga jal e piva n jau
  che jivan jar pan pine mari na jau
  vastu e hati ke hu samj yo nai
  e mari hati j nai to pan kem hu
  gelo samjo nai

 17. એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
  એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
  …………………………
  ગઝલને હૃદય અને ધડકન બક્ષતા આ શબ્દો થી તે મુળભાવ ના ઉચ્ચતમ્ શિખર પર બેસી ગઈ.
  શબ્દો એ શ્વાસ અને શબ્દોની લાશનો ફરક વિવેકભાઈ હંમેશ કરાવતા રહ્યા છે.

 18. ખુબ જ સરસ બધા જ શેર્..
  મારા બ્લોગ ઉપર મુકવાની પરવાનગી માંગી લઉં

  છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  ઘણું જ સુંદર

 19. છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  -wonderful..

 20. હવે આપણે બધા ખરેખર મિડાસ તો નથી બની ગયા ને ? જયારે કોઇ સંબન્ધોમાં જડતા પ્રવેશતી જાય ત્યારે મનમાં આવો પ્રશ્ન અચૂક જાગે..તમારી જેમ કોઇ એની ગઝલ બનાવી શકે ..અમારા જેવા કોઇ માત્ર અનુભવી શકે. !

  આ શેર ખૂબ ગમ્યો…અભિનંદન..

 21. સુંદર ગઝલ હો! વિવેકભા….ઈ.
  કઈ પંક્તિને અલગ તારવવી એ પ્રમાણમાં અઘરૂં જણાતાં માત્ર “સુંદર ગઝલ”માં જ તમામ લાગણીઓ
  સમાવી છે.(એમ સમજી લેજો હો!)
  અને હા, આ મનસૂબો માં , ન અડધો કેમ!!(જાણવા ખાતર),
  ટાઈપીંગ ઍરર !

 22. પ્રિય મહેશભાઈ,

  ના, એ ટાઇપિંગ એરર નથી… મારી ગેરસમજણ જ છે. મનસૂબો જ આવશે…

  આભાર !

  (આ આપની ચીવટાઈ સૂચવે છે!!)

 23. વિવેક્ભાઈ,

  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

  આ વાત બહુ ગમી બહુ સરસ….

  આ શબ્દ ન સમજ આવ્યો.. (મિડાસ)

 24. Really Nice!

  Carry On.

  Two gazals in last ‘Samvedan’ were also fine.

  Keep it up!

 25. નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
  શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
  ================
  વિકલ્પ કવિતાના ન કોઈ સર્જાયા.
  જન્મશે ત્યારે હર્ષના ગીતો ગવાશે.
  મરશે ત્યારે પણ ગવાશે મરશિયા.
  બસ,અમર રહેવાની ફક્ત કવિતા.
  =================

  ================
  “જો દે શક્તિ મને જગત વિધાતા,
  તો કરી દઉં જગત,કવિતા કવિતા”
  ================

 26. પ્રિય કાન્તિભાઈ,

  મિડાસ નામના જાણીતા રાજાનો આ સંદર્ભ છે. મિડાસ રાજાને ધનદોલત અને સોના-ચાંદીનો એટલો મોહ હતો કે એણે ઈશ્વર પાસે એ જે વસ્તુને અડે એ સોનાની થઈ જાય એવું વરદાન માંગ્યું હતું અને પોતાના પરિવારજનો સોનાના થઈ જાય એ બીકે એ કોઈને અડી શક્તો નહોતો… મને પાકું યાદ નથી પણ ભૂલથી પોતાના સંતાન અને પત્નીને અડી જવાથી એ લોકો સોનાનાં થઈ જાય છે ત્યારે એને સમજાય છે કે સંપત્તિ એ વરદાન નહીં, શાપ છે હકીકતમાં…

 27. નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
  શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.

  છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  ઉત્તમ રચનાના મુળભૂત તત્વો સુંદર રીતે પ્રદર્શીત કર્યા છે. કેવળ રચના કરવા ખાતર નહીં પરંતુ અંતરના ઉંડાણમાંથી આવતા સંવેદનને શાબ્દિક રૂપ આપવાની મથામણ ઉત્તમ કૃતિ બનાવે છે. સાથે સાથે અર્થસભર શબ્દોની સૂઝ. શબ્દો તમારા શ્વાસ હોય પણ લોહીમાં ભાવ ન ફરતો હોય તો એવો માનવી સંવેદનહીન કે નીર્જીવ હોય અને એની રચનાઓ પણ નિષ્પ્રાણ. તમારી રચનાઓ સુંદર અને અર્થસભર હોય છે એથી તમારે હવે સાઈટની ઓળખમાં આ શ્વાસની ઉપરાંતના તત્વનો પણ ઉલ્લેખ કરવો રહ્યો.

 28. શ્વાસ ઉપરાંતનું તત્વ?

  વાહ, દક્ષેશભાઈ, શું નિદાન કર્યું છે!!!

  પણ મારે તો એટલું જ કહેવાનું હોય કે સબ સે બડી ચૂપ !

  સહુ મિત્રોનો આભાર…

 29. Vivekbhai,
  Kavita mate j tame sarjayela hov aevu laage….!Duniya proffessional bani kamava maange ane tame personle bani loontava beso te to Hari nu kaam che….kavi kavita ne vechva kadhe to aenathi bhundu biju koi kaam nathi….ane vhechva bese to anathi rudu biju kai nathi…tame vahecho cho…Jeno aanand Anhad ane Apar che..Tamne kudrat sada khush rakhe aevi Aa valentine par Dua kariye chiye…

 30. ખુબ જ સુન્દર રચના છે.
  કેટ કેટલા અનુભવ પછિ લખાણુ હશે,
  ભાવો ને સ્રરસ રિતે શબ્દો મા મુકી શકો છો.
  સમ્બન્ધ માં બધે અહિં જડ્તા મળિ મને,
  અને લોહી માં સુર્યોદય સમો કલશોર થઇ ગયો,
  અને જિવન્ત લગ્શે ગઝલ્,મન ફાવે ત્યરે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે માર શ્વાસ.
  આ કડિ ઓ ખુબ જ સરસ છે.

 31. ખૂબ જ સરસ.

  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

  આમાં કેટલી બધી વાસ્‍તવિકતા સ્‍વીકારવા વિવેકભાઇ આપ તૈયાર છો? જગત જડ છે કે, હું પણ ક્યાંક મિડાસટચનો શોખીન તો નથી થઇ ગયો ને? દોષ માત્ર સામાને જ દેવો – એ મર્યાદાથી પર થઇને દાખવવામાં આવેલી પારદર્શિતા પ્રભાવિત કરી જાય છે.

  અને છેલ્લેઃ કેટલો આત્‍મવિશ્વાસ.

  જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

  અલબત્ત જગત આને આત્‍મવિશ્વાસ કહી જ શકે. પણ, થોડો ફરીથી વિચાર કરતાં આ એક સચ્ચાઇનો રણકો લાગે છે. સચ્ચાઇ અને પારદર્શિતા – એ જ તો કહેવાય છે ને સત્‍યમ શિવમ્ સુંદરમ્.

  ખરેખર ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ.

 32. વિવેકભાઇ,
  આખી ગઝલમાં રમ્ય છે વિચારનો પ્રવાસ,
  થોડી હજી મઠારશો તો થઇ જશે ઝકાસ…!

 33. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

 34. છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
  અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

  જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
  લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
  Beautiful ….

  સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
  નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
  Awesome ….

 35. એક છોડ પરથી આખી ફસલ નો ન કાઢ ક્યાસ …..બહુ સુંદર …..

Comments are closed.