હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ડૉ. વિવેક મનહર ટેલર

13 thoughts on “હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ

  1. વાહ વિવેકભાઇ,

    ખુબ જ સરસ ગઝલ લખેલી છે. અને જો હુ આ ગઝલમાંથી મને ગમતી પંક્તિઓ ટાંકવા બેસુ તો આખી ને આખી ગઝલ જ મારે અહીં લખવી પડે.

  2. બહોત ખૂબ ….
    તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
    લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?
    ——
    વિવેકભાઇ , આ બે પંક્તિઓમાં તમે શું કહેવા માંગો છો, તે ખ્યાલ ન આવ્યો.

  3. સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
    એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.
    ખરેખર દિલ ને સ્પર્શૅ છે. અને ઍક મશહુર પંકિતી યાદ આવે છે.

    ‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી,
    બહુ ઑછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા.’

    પ્રગ્ના.

  4. મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
    દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

    સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
    એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

    આમ તો આખેી ગઝલ સરસ છે..પણ ઉપરના બે શેર બહુ જ ગમ્યાં.

  5. અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
    હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

    શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
    વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

    vaah….

  6. સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
    એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

Leave a Reply to મીનાક્ષી અને અશ્વિન Cancel reply

Your email address will not be published. Required fields are marked *