સહેવાસના સંગીતને સાંભળ

storks by Vivek Tailor
(સંગાથની સૂરતાલની છમ-છમ……            …પેઇન્ટેડ સ્ટૉર્ક, થોળ, ૨૦૧૪)

*

બી.એ.ની પરીક્ષાના કારણે ફરી એકવાર એક નાનકડું વેકેશન લેવું પડ્યું… ખેર, પરીક્ષા હવે પતી ગઈ છે અને સારી પણ ગઈ છે… ફરી નિયમિત મળવાની શરૂઆત કરીએ?

*

શબ્દોના પડઘમને મેલીને પાછળ, કર મૌન તણી સરગમને આગળ,
તું સહેવાસના સંગીતને સાંભળ.

મટકુંય ન લાગે એમ આંખોમાં આંખ પ્રોવી
બેસીએ થઈ બંને કિનારા;
આરા ન આવે એ તારામૈત્રકના
પનારામાં બાંધ છૂટકારા,
સદીઓની સદીઓ છો દુનિયા વહ્યા કરતી વચ્ચેથી એકધારી ખળખળ.
તું સહેવાસના સંગીતને સાંભળ.

એક-એક શ્વાસ મારા માંડીને બેઠા છે
તારે રૂંવે-રૂંવે મહેફિલ;
અડવાનાં મંચ ઉપર અક્કેકા રક્તકણ
તાક્ તાક્ ધિન, ધક્ ધક્ ધક્ દિલ,
સંગાથની છમછમના સૂર-તાલ કેમ કરી બાંધી શકે ભાષાની સાંકળ ?
બસ, સહેવાસના સંગીતને સાંભળ.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૧-૨૦૧૪)

 *

Meerkuts by Vivek Tailor
(સહેવાસનું સંગીત…..                          …..? મીરકત, લદાખ, ૨૦૧૩)

7 thoughts on “સહેવાસના સંગીતને સાંભળ

  1. કર મૌન તણી સરગમને આગળ,
    તું સહેવાસના સંગીતને સાંભળ. …. વાહ દોસ્ત..! મઝા આવી ગઇ..

  2. સંગાથની છમછમના સૂર-તાલ કેમ કરી બાંધી શકે ભાષાની સાંકળ ?
    બસ, સહેવાસના સંગીતને સાંભળ.
    Beautiful……

    શબ્દોના પડઘમને મેલીને પાછળ, કર મૌન તણી સરગમને આગળ,
    તું સહેવાસના સંગીતને સાંભળ.

    Waaah

  3. Respected sir,

    hu computer engineering karu chu. G.T.U ma. mare B.A karvu che, me 12th arts ni exam aapi che and pass with 81%. to su hu engineering ni sathe external B.A kari saku?? pls… sir bane etlo jaldi answer aapjo… pls…

    thanks…

  4. @ બ્રિન્દા ઠક્કર:

    યુનિવર્સિટિની વિદ્યાર્થી શાખામાં જ પૂછી જોવું પડે. બે અલગ અલગ કૉર્સ એકસાથે કરી શકાય કે કેમ એ મને જાણ નથી….

  5. સદીઓની સદીઓ છો દુનિયા વહ્યા કરતી વચ્ચેથી એકધારી ખળખળ.
    તું સહેવાસના સંગીતને સાંભળ.

    વાહ! મજાનું ગીત

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *