દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ
તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?
અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.
સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
ડૉ. વિવેક મનહર ટેલર
6 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/30/trackback/
March 31, 2006 at 8:54 pm
વિશાલ મોણપરા
વાહ વિવેકભાઇ,
ખુબ જ સરસ ગઝલ લખેલી છે. અને જો હુ આ ગઝલમાંથી મને ગમતી પંક્તિઓ ટાંકવા બેસુ તો આખી ને આખી ગઝલ જ મારે અહીં લખવી પડે.
March 31, 2006 at 9:41 pm
ધવલ
ખૂબ જ સરસ…
April 30, 2006 at 2:55 am
Suresh
બહોત ખૂબ ….
તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?
——
વિવેકભાઇ , આ બે પંક્તિઓમાં તમે શું કહેવા માંગો છો, તે ખ્યાલ ન આવ્યો.
June 26, 2006 at 1:03 am
Jayshree
You are simply Superb…!!
July 8, 2006 at 5:05 pm
pragna
સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.
ખરેખર દિલ ને સ્પર્શૅ છે. અને ઍક મશહુર પંકિતી યાદ આવે છે.
‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી,
બહુ ઑછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા.’
પ્રગ્ના.
January 20, 2007 at 3:31 pm
Indian 'Aashiq'
Saayar ka lahoo pi ka saayari banati hai,
kya kahe tumhe ‘Aashiq’ kaise gazal banati hai
Wah Doc. you brought all people with same interest together on your website.