અત્તર જેવાં સત્તર વરસો…

Vivek and Vaishali
(લગ્નજીવનની સત્તરમી વર્ષગાંઠે…..                        ….૨૬-૦૧-૨૦૧૪)

*

attar-sattar

છવ્વીસમી જાન્યુઆરી… આમ તો પ્રજાસત્તાક દિવસ ગણાય પણ અમારા માટે તો આ દિવસ ‘હું’સત્તાક અને ‘તું’સત્તાકમાંથી ‘અમે’સત્તાક બન્યાનો દિવસ…લગ્નજીવનની સત્તરમી વસંત પર એક ગીત એના માટે અને આપ સહુ માટે પણ…

*

અવ્વાવરૂ ખંડેરની ઝીણી-ઝીણી જાળીમાં સૂરજ જેમ હળવેથી પેસે,
બસ, મારામાં એમ તું પ્રવેશે.

સાંજનો અરીસો ક્યાંક તૂટી ન જાય એમ હળું હળું પગ મેલે વાયરો,
સરવરની વચ્ચોવચ પોયણીઓ ચાંદાની સાથે માંડે છે મુશાયરો,
બીડાતી પોયણીમાં પેસીને ભમરો જેમ એક-બે કવિતાઓ કહેશે…
હળવેથી એમ તું પ્રવેશે.

ભાનની અગાશીને ઠેલીને એક દિવસ આવ્યું’તું થોડું અજવાળું,
ભાળું છું તું જ તું ચોગરદમ, બોલ, હવે કોને નિહાળું, કોને ટાળું ?
શબ્દોમાં જેમ મૌન, મારામાં એમ ઠેઠ છેવટ લગી શું તું રહેશે?
ઇચ્છું કે એમ તું પ્રવેશે.

-વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૧૪)

*

Vaishali and Vivek tailor
(મારામાં એમ તું પ્રવેશે…..                                  …..૨૬-૦૧-૨૦૧૪)

30 thoughts on “અત્તર જેવાં સત્તર વરસો…

  1. જય શ્રેી ક્રિશન,વાહ્…તમે સારો સુમધુર,સભર,શુભ સયોગ નિર્માણ કર્યો!!તમારેી ૧૭મેી પરિણયદિન
    યાદગાર હો.તહે દિલથિ ફુલ-ગુલાલિ ખુશબો અર્પણ્.ખુશરન્ગ રહો સન્ગ…

  2. સુખના લીલા તોરણ સદા તમારા જીવનમાં લહેરાય…

    – સ્નેહ

  3. અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે! (કલાપી)

    Congrats, Doctor.

    તો વળી, અમારે પણ સત્તરના જ ગુણાંકમાં ૫૧ થયાં.

  4. દિલી અભિનંદન.સત્તરના સિત્તેર થાય એવી શુભેચ્છા.અને અમે પાર્ટીમાં હાજર હોઈએ.

  5. આનંદમય
    લાગે મારું આયખું
    લગ્ન હાયકુ !
    ………………..
    ગાગા ગાગા લલલલલગા ગાલગા ગાલગાગા
    પૂરા થયા મંદાક્રાંતાના સતર
    જ્યાં દેવોના, પરમ વર-શો, પુત્ર પામ્યાં પનોતો
    માડી મીઠી, સ્મિત મધુર ને, ભવ્ય મૂર્તિ પિતાની!
    ……………………………………………..
    અને હિન્દી સતર ૭૦ વર્ષે !
    ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને,
    જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

    ……………….
    હવે છે સતર ઝંઝટ ને સમયની યે મારામારી
    નથી કોઇને પરવા મારી થઇ ગઇ છું અલગારી

    તલખે છે મન મારું એક સલુણી સાંજનો સથવારો
    કોઇ મને મારી એ સાંજ પાછી આપો ,પાછી આપો
    ………………………………………………

    અને હત્તર વરહ્થી પૈણેલાં જોડ…રમુજ

    જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
    લખવાની રોજ પંક્તી સત્તર
    તારે સત્તરમું ભારે છે બસ.

    અમે ૫૭મા ૫૭ વર્ષોથી શહિદી થયેલાની સત્તર શુભેચ્છાઓ

  6. લગ્ન-જીવનની સત્તરમી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
    સુંદર ગીત!
    સુધીર પટેલ.

  7. હવે છે સતર ઝંઝટ ને સમયની યે મારામારી
    નથી કોઇને પરવા મારી થઇ ગઇ છું અલગારી

    તલખે છે મન મારું એક સલુણી સાંજનો સથવારો
    કોઇ મને મારી એ સાંજ પાછી આપો ,પાછી આપો

  8. સરસ. ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ તમને બંનેને.. સામાન્ય રીતે દસેક એનીવર્સરીઓ ગયા પછી ‘વેડીંગ એનીવર્સરી’ ‘વેલ્ડીંગ એનીવર્સરી’ કહેવાતી હોય છે. તમે એને વસંત કહી… બહોત ખૂબ…

    ગીત તો અફલાતૂન છે જ… ગ્રેટ પોએટ..

    ભાળું છું તું જ તું ચોગરદમ, બોલ, હવે કોને નિહાળું, કોને ટાળું

    આ સમજાણું નહીં ભઇ.. કોઇ ચોગરદમ ભળાતું હોય પછી ‘કોને નિહાળું ને કોને ટાળું’ નો સવાલ કેમ નો પેદા થાય !!

  9. @ લતા હિરાણી:

    હું આવા જ સવાલોની રાહ જોતો હોઉં છું… ખૂબ ખૂબ આભાર…

    સાંજના સમયની વાત છે… બીડાતી પોયણીઓ ઉગતા ચાંદા સાથે મુશાયરો માંડી બેઠી છે… આવામાં કંઈક જોવું હોય તો થોડું અજવાળું જરૂરી છે… અહીં અજવાળું તો આવે છે પણ એ ભાનની અગાશીને ઠેલીને આવે છે… સાચી વાત છે.. પ્રેમમાં ભાનની સરહદ વળોટી જવાય ત્યારે જ સાચો પ્રકાશ થતો હોય છે… ભાન ગુમાવાઈ ગયાની અવસ્થાએ થતા અજવાળામાં પ્રિય પાત્ર જ ચારેકોર નજરે ચડે છે… સામે પણ એ… પાછળ પણ એ… આજુમાં પણ એ ને બાજુમાં પણ એ… વિમાસણ એ વાતની થાય છે કે ચારેબાજુ નજરે ચડતા પ્રિયપાત્રના નાનાવિધ રૂપોમાંથી કોને જોવું અને કોને નહીં? કોના પર નજર ઠેરવવી અને કોના પર નહીં? કેમકે એકીસાથે બધા જ સ્વરૂપ તો જોઈ શકાય નહીં અને એકપણ સ્વરૂપ જોવાનું જતું કરવાનો મોહ પણ જતો કરાય નહીં…

    અને હા… આ દૃષ્ટિ વળી અંતર્દૃષ્ટિ છે… એટલે જ તરત પ્રશ્ન આવે છે કે તું છેવટ લગી મારામાં આ રીતે રહેશે?

  10. શબ્દોમાં જેમ મૌન, મારામાં એમ ઠેઠ છેવટ લગી શું તું રહેશે?
    ઇચ્છું કે એમ તું પ્રવેશે…….. બન્નેને અભિનન્દન્..!

  11. આ જુગલબંધી ઝૂમતી રહે..ગાતી રહે ને પાંગરતી રહે.
    આ આનંદ અવસરે ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  12. @ વિજય શાહ:

    મિત્રતામાં વળી અનુમતિ શાની? એ તો હોય જ… અને આ તો વળી ગમતાંનો ગુલાલ છે…

  13. વિવેકભાઈ, Happily Married ઍ Oxymoron શ્બ્દોનો સૌથી જાણીતો શ્બ્દપ્રયોગ છૅ 🙂 પણ તમારા લગ્નજીવનને તે લાગુ પડતો નથી ઍ જાણીને ખૂબ આનંદ થયો. Wish you many happy returns of the day.

  14. વિવેકભાઇ, બહોત ખૂબ… તમારી વાત સાથે, હવે મારી મજાક છોડીને, સો ટકા સંમત.. મન પ્રસન્ન થઇ ગયું…

  15. આમ તો એવું છે કે હું તમારો ભાવ બરાબર સમજી જ હતી પણ જરાક, મજાક કરવાનું મન થઇ ગયું ‘તું…

  16. અમારા સત્તર વર્ષોની ઉજવણી આપ સહુની શુભેચ્છાઓના અત્તરથી બળવત્તર બની રહી…

    સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર….

    વિવેક-વૈશાલી

Leave a Reply to himanshu patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *