એ જ મને સમજાવે

together
(સાજન….                                 ….નીલદ્વીપ, અંદમાન, નવે, ૨૦૧૩)

*

કવિતાના અલગ-અલગ પ્રકારોમાં પ્રવૃત્તિ કરતાં રહેવાની મારી વૃત્તિનું આ એક નવું પરિણામ અને પરિમાણ. આજે મારી પહેલવહેલી નઝમ… વાંચીને જણાવો કે આપને આમાં શું ગમ્યું. અને ખાસ તો એ જણાવો કે શું ન ગમ્યું….

*

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,
‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

અહીંયા કેવો પ્રાસ ચસોચસ ! – થાય એને વિસ્મય,
અહીંયા એક માત્રા વધવાથી તૂટી રહ્યો છે લય;
‘સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,
-સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય,
ગીત હોય કે પ્રીત, માત્રા ગણવું કેમનું ફાવે ?
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,
મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?
ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
ભીતર ભરતી ભરી ટકોટક, ભલી એ ભૂલ કરાવે,
જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૧૩)

Andaman by Vivek Tailor
(સપનાં સમીસાંજના….             …રાધાનગર બીચ, અંદમાન, નવે. ૨૦૧૩)

16 thoughts on “એ જ મને સમજાવે

  1. માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

  2. खामोश चहेरे पे हजार पहेरे होते है ,
    हसती आंखोमे ज़ख़्म गहेरे होते है ।
    जिनसे अक्सर रूठ जाते है हम ,.
    असल मे उनसे ही रिश्ते गेहेरे होते है
    અને
    પંચભૂતો ભેળવી એ સર્વનું મંથન કર્યું,
    એમ એક દી સર્જકે એક નારીનું સર્જન કર્યું.
    જેવી સુંદર નજમભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
    સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
    માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.
    વાહ્

  3. ખુબ સરસ મઝા આવી ગઈ, કોઈ કોઈને સમ્જાવી શકે છે એ જ બહુ મોતટિ વાત બની જાય છે…………

  4. એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,
    મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?
    ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?
    સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?
    માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે……vahh …. hu to lakhti nathi pan vanchvu jarror gamyu…

  5. જાણી જોઇને ભૂલ કરવાની વાત મનનો માણિગર કશું કહ્યા વિના જ સમજી જાય એ મજાની વાત આવી અહીં..

  6. પહેલિ વાત તો એ કે તમે લખો એમા ન ગમ્વા જેવુ કૈ હોય જ નહિ ……

    સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,
    -સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય…..અને આ પન્ક્તિ તો ખુબ જ સુન્દર ….સર જિ …

  7. પહેલી ને હવે બીજી ને ત્રીજી એમ વારંવાર નઝમ લખતો રહે…
    કોણ માને કે આ તારી પહેલી નઝમ છે … પરિણામ ને પરિમાણ બંને ઉત્તમ

    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,
    ‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

    વાહ!

  8. શ્રેી વિવેકભઈ ,

    વાદળ અને સપના જામ્યા નહિ .નજ્હમના શબ્દો ભા રે લાગ્યા .જામ્યુ નહિ . ખરાબ
    ના લગાડશો . હુ કવિ નથી એટલે સમજ કમ સમજાણી હશે .સરલતાથી વહેતા
    હોઈ સારુ ગમે .

    તમને ગમેતો આ કમેન્ટ રદ કરશો, તો મને ગમશે .

  9. @ Jayant Shah:

    હું કોઈ પણ કૉમેન્ટ રદ કરતો નથી… કવિતા એ વ્યક્તિગત અનુભૂતિ છે. બધી જ કવિતા બધાને ગમે એવું જરૂરી નથી. પણ એક વાત આપન પાસેથી જરૂર જાણવા ઇચ્છીશ… નઝમના શબ્દો ભારે લાગ્યા એવું general statement કરવાના બદલે આપને કયા કયા શબ્દો ભારે લાગ્યા એ વિશે થોડો પ્રકાશ પાડશો તો હું આપની વાત વધુ સારી રીતે સમજી શકીશ…

    કુશળ હશો…

    સસ્નેહ,
    વિવેક

  10. ભીતર ભરતી વધી ચસોચસ, ભલી એ ભૂલ કરાવે,
    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

    માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,
    જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

    આ બહુ ગમી…!!

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *