જન્મદિન મુબારક હો, બેટા !

Swayam Vivek Tailor

*

અમારા વહાલસોયા સ્વયમ્ ની આજે વર્ષગાંઠ… ટીન-એજમાં બીજું વર્ષ… આમ તો આજનો દિવસ આખો દેશ બાળદિન તરીકે ઉજવે પણ અમારો બાળદિન તો આજે એક જ બિંદુ પર કેન્દ્રિત છે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, બેટા… મા-બાપથી સવાયો થાય એ જ શુભકામનાઓ…

*

ઝીણીઝીણી મૂંછ જોઈને હાથ હવે સળવળતા,
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

અવાજ આ મારો જ છે કે ? – શંકા મનમાં થાતી,
પીઠ પસવારી તમે કહો છો, મને ખુલી છે ઘાટી.
ભીતર કૈં કૈં નામ વગરના ઘોડાઓ થનગનતા.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

રોજ સવારે ખભેખભા મેળવીને માપ લઉં છું,
આયનો બોલે, અડધા ઇંચથી ખાઈ જાય છે ગચ્ચુ !
પપ્પા ! ફાસ્ટંફાસ્ટ આ બંદા ઑવરટેક કરવાના.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

શૂઝ અગર ન જડે, નજર તો મારા પગ પર નાંખો,
મમ્મીએ પણ કીધું જ છે કે બેટા, થજે સવાયો,
‘પેંગડામાં પગ ઘાલવો’ એવું આવતું’તું ભણવામાં.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

– વિવેક મનહર ટેલર
(૧૩/૧૧/૨૦૧૩)

*

Swayam n Vivek Tailor

44 thoughts on “જન્મદિન મુબારક હો, બેટા !

  1. મહાન વયક્તિઓ ૧૪ ન્વેમ્બરે જાન્મદિવસ મનાવે – For eg. Prince Charles, PM Nehruji, Swayam, Ketan Dave and so on….. just kidding – Happy Birthday Prince.

    You are special – I know from my 49 years. To Parents – Let him make his own decisions – you will see what he accomplishes. He will not give up. He dows not know how to. Channel that energy.

    Take care and All the Best,

    Ketan Dave

  2. જય શ્રેી ક્રિશ્ન,જન્મદિવસનેી ખુબ ખુબ ફુલ ગુલાલેી વધાઇ.તરુણાવસ્થામા કદમે કદમો સોનેરિ પથનિ તવારિખ બને એ જ શુભ ભાવના ને સ્નેહથેી આશિશ્.

  3. જન્મદિવસનેી ખુબ ખુબ વધાઇ. ડૉ શ્રીવિવેકભાઈની એટલી જ સરસ હૃદયથી વ્યક્ત થતી ભાવના.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. Happy birthday, Swayam… many happy returns of the day!
    May all your dreams come true today and always… Be good and stay good!

    P.S.: If you want, we can send you a parcel of latest style razors which you don’t have to share with your papa 😉

    Love from all of us…

  5. Happy Birthday Dear!!
    आज तो happywala Birthday है!!!
    Teenage the most memorable years of life.
    May all your years bring you goodluck and best of the best.
    अने पप्पा ताजी मूंछो माटे तमारु अनुभवी रेज़र ज जोइए!!!!
    अने दुिनयानी रीत प्रमाने बाप थी बेटो सवायो ज होय!!!
    Love you lot Swayam!!!!

  6. Aaje taruN chhe…haju vadhu ne vadhu vikasvaanu chhe…pan jivan na koi paN tabkke tarama ek baalak vastu rahe eva ashish.
    Happy birthday….

  7. May you always have enough happiness in your life to keep u sweet,enough trials n errors to keep u strong,enough success to keep u trying,enough faith to give you courage and enough determination to make each day a good day to remember…BEST WISHES for a joyous day filled with love n laughter.Happy Birthday Swayam…

  8. અવાજ આ મારો જ છે કે ? – શંકા મનમાં થાતી,
    પીઠ પસવારી તમે કહો છો, મને ખુલી છે ઘાટી…… વાહ સુન્દર ભેત પુત્ર ને પિતા તરફથેી …. જન્મ્દિવસ નિ ખુબ ખુબ શુભકામના ઓ સ્વયમ ને..

  9. રોજ સવારે ખભેખભા મેળવીને માપ લઉં છું,
    આયનો બોલે, અડધા ઇંચથી ખાઈ જાય છે ગચ્ચુ !

  10. Dear Swayam… Many happy returns of the day. Happy birthday dear.
    This is the age when you will start critically analysing your parents; and trust me, it’s a wonderful feeling. Just be patient while expressing your opinion because now your parents are on the way of becoming emotionally dependents on you. God bless you.

  11. ખુબ સરસ બાળગીત .. જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા …

    જન્મદિવસે
    આશિષ અઢળક
    જિંદગી માણો

    …પ્રશાંત સોમાણી

  12. સ્વયમ, જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ!

    મોટાઓથી આશીર્વાદ અને નાનાઓથી સહયોગ આપને મળે,
    આપને દુનીયાથી ખુશીઓ, પ્રેમ બધાથી અને દૌલત ભગવાનથી મળે,
    કરીયે છીએ દુઆ, મળે બધા સુખ આપને.

    નવું વર્ષ અને ભવિષ્ય ઉજ્જવળ રહે એવી શૂભકામના

    વિધિ – હેપી – હેમાક્ષી – પીયૂષ

  13. દિયર સ્વયમ્,સો વર્શ જિવો સો વર્શ જુવો,સો વર્શ સાભલો અને સોવર્શ નિરોગિ અને તન્દુરસત જિવન જિવો તેવિ અમારિ શુભાસિશ્ .

  14. વૅ લે ન્ટા ઇ ન
    નવ મહીના બાદ
    સ્વયં પ્રાગટ્ય !
    મુબારક
    પેંગડામાં પગ ઘાલવો’ એવું આવતું’તું ભણવામાં.
    ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?
    વાહ
    યાદ આવ્યા સદાબહાર – ચંદ્રકાંત બક્ષીસાહેબ
    આપણી મહાન ગુજરાતી સંસ્કૃતિમાં આ ‘વન ફોર ધ રોડ’ માટે અસ્સલ ગુજરાતી શબ્દપ્રયોગ છે. બાપુ! એક ‘પેંગડા છાક’ થઈ જાય. થાવા દો. છૂટા પડતી વખતે ઘોડાના પેંગડામાં પગ હોય અને એડી મારતાં પહેલાં એક છાક (પેગ) પી જાઓ એ થયો ‘પેંગડા છાક.’ આ પેંગડા છાક શબ્દમાં જે મજા છે એ ‘વન ફોર ધ રોડ’માં ક્યાં છે?.

  15. જન્મદિન મુબારક હો.

    જિંદગીનુ સપનુ હતું,
    બદલાય મારી ઓળખ્,
    તારા પાવન પગલાંથી
    પતિમાંથી પિતા બન્યો.
    તારા નામની પાછળ્,
    નામ મારું એતો રિવાજ,
    ઓળખાવે તારા પિતા તરીખે,
    છાતી ગજગજ ફુલાય.

  16. ।। सम्यक् तनौति एति संतान ।।
    જે પિતા ના સપનાઓં પુરા કરે તે સંતાન, સ્વયંમ તમે જીવન માં ખુબ યશ મેળવો અને સમાજ માં તમારા પિતાનું , પરિવાર અને ભારતીય સંસ્કૃતિ નું નામ રોશન કરો તેવી શુભેચ્છા સાથે જન્મદિન મુબારક.

  17. જન્મદિન મુબારક!
    પ્રગ્નાજુજ ની પેંગડા વાળી વાત વાંચતા,પેલી કહેવત યાદ આવી ” પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ ”
    એક ઉતાવળે ઘોડા ઉપર ચડતા ,પેંગડે પગ પરોવતા યુવક રાજવી,ગોર મહારાજ ને કહે,મ્હારાજ ઝટપટ મને બ્રહ્મ ઉપદેશ આપો, હું ઉતાવળ માં છું,! શુભ કામે જાવું છે…

Leave a Reply to p. p. mankad Cancel reply

Your email address will not be published. Required fields are marked *