અદ્વૈતના ક્યારામાં…

P1185902
(માઈલ સ્ટોન અને રસ્તો…    ….પદમડુંગરી, જાન્યુઆરી, ૧૮-૦૧-૨૦૦૯)

~ * ~

કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ.

સાકાર હોય એનો લાવી શકાય અંત,
પ્યારથી આણો કે તકરારથી;
ફેફસાંથી હવાને અળગી કરાય કેમ?
કઈ રીતે મનને વિચારથી?
અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

કેટલાક પથ્થર છે માઈલસ્ટોન જેવા,
નવા આવે ને જૂના જાય;
રસ્તો બનીને કોઈ આદિથી અંત સુધી
સાથે ને સાથે લંબાય.
હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૧-૨૦૦૯)

50 thoughts on “અદ્વૈતના ક્યારામાં…

  1. શ્રી વિવેકભાઇ,

    હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

    બધા જ શબ્દોના બરાબર સમજીને અર્થ નીકળે તેનું નામ તે તે વિવેકભાઇની ગઝલ……
    લી.પ્રફુલ ઠાર

  2. વાહ… !!
    આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ….

    મઝા આવી..!

  3. આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ.

    રસ્તો બનીને કોઈ આદિથી અંત સુધી
    સાથે ને સાથે લંબાય.

    હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

    વાહ ખુબ સુંદર !!!!!!!!

  4. good===

    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

  5. ફેફસાંથી હવાને અળગી કરાય કેમ?
    કઈ રીતે મનને વિચારથી?
    અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
    અદભૂત દર્શન
    જાણે શંકરાચાર્યના વિવેકચુડામણીનું વાચન કરવા જેવો આનંદ આવ્યો! દૃષ્ટિને દૈવી કરીને અંદર ને બહાર બધે જ પરમાત્માનું દર્શન કરાવનારી એક ક્ષણની સમાધિ ,તેવું દર્શન કરવાની શક્તિ કે દૃષ્ટિ, કલાકો, દિવસો ને મહિનાની સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે, એવો સંતોનો અભિપ્રાય છે.
    તેને સાધવામાં જ તેની સફળતા છે.ચરાચરમાં પરમાત્માનું દર્શન ! અદ્વૈતના ભાવથી હૃદય ભરાઇ ગયું!

  6. અદભૂત રચના.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

  7. હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

    સરસ રચના……..

  8. આજમાં શું ? કાલમાં શું ? યાદમાં શું ? ખ્વાબમાં શું ? રોમ-રોમ એનો મુકામ.

    અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

    બહુ મજાનું ગીત છે.

  9. હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

    – સરસ !

  10. Y…E…S Poet…Your talent belong to Philosophy’s world. Let me advice you, You should be with philosophers….You say something….with such a brilliancy….give me divine pleasure…Advait???…name of very divine vision.

    You please join Osho’s world….most emphatically, Osho also belong to the world of Advaity’s philosophy….

    Accept my congratulation…and think about my proposal, and please ack my message also.

    Swamy Dhyan Kamal.

  11. કેટલાક પથ્થર છે માઈલસ્ટોન જેવા,
    નવા આવે ને જૂના જાય;
    રસ્તો બનીને કોઈ આદિથી અંત સુધી
    સાથે ને સાથે લંબાય.

    ખુબ જ સુંદર પંક્તિઓ…

  12. આખ્ખું…ગીત સુન્દર થયું છે. અભિન્દન…ગઝલવિશ્વની સુન્દર ગઝલ બદલ અભિનંદન..

  13. વિવેકભૈ,
    લોહિ બને રગો મા વહેતુ હોય એ મઝા કૈ ઓર ચે,
    બસ …

  14. સરસ મજાનું ગીત…!

    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
    ધ્રુવપંક્તિ તો ખૂબ જ સ-રસ થઈ છે.

    ખાસ તો, હૈયાને પણ હૈયું હોવાની વાત બહુ ગમી…!

    અને હા… લોહી અને ફેફસાંની વાતમાં તો તમારી દાક્તરી સાફ દેખાય આવે છે દાક્તરસાહેબ ! 🙂

  15. Dear

    vivek Your Poems is always all in my heart and my dream come true.

    what happent ………….. ?

    regard
    Jitendra Talsaniya
    Compuer Engineer
    Bhavnagar
    9879570957 / 9374507991

  16. સુંદર ગીત – ક્યા બાત હૈ!

    ૮મી માર્ચ ના સંદીપભાઈ ભાટિયા ને માણવા મળ્યા

    ડબલ મજા મળી ગઈ.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  17. અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ…
    …………………………………….
    અદભુત!!!!
    સ્નેહના સુતક લાગ્યા એવા કે અમે વિરહને દત્તક લીધા જીરે
    સાગરના નીર સાવ ખુટ્યા એવા કે અમે જ્વાળામુખીને પછી પીધા જીરે
    ……………….
    ઉત્કટ સ્નેહાવેશને શબ્દોથી સમજાવવો એ તો અઘરુ જ અઘરુ છે. ગમે તેટલા શબ્દો અડધા અધુરાજ લાગ્યા કરે..

    ખરેખર બહુમુલી રચના!!

  18. વિવેકભાઇ ખરેખર ખૂબ સરસ રચના છે..કેટલીક વાતો,કેટલીક હક઼ીક્તો માણસ ચાહે તો પણ ભુલવવામા મુશ્કેલી અનુભવતો હોય છે.. જે આપણી જાત હાય છે. વિવેકભાઇ તમે ખૂબ સારુ લખ્યુ છે કે,

    “સાકાર હોય એનો લાવી શકાય અંત,
    પ્યારથી આણો કે તકરારથી;
    ફેફસાંથી હવાને અળગી કરાય કેમ?
    કઈ રીતે મનને વિચારથી?”
    નહી જ કરી શકો ચાહે ગમે તેટલા પ્રયત્નો કરી લો..

  19. વાહ…વિવેકભાઈ…ખૂબ જ સરસ
    હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ
    આ પંકિતઓ ખૂબ ગમી.

  20. અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે
    ફૂલ અને ફોરમ છે નામ ! વાહ બાપુ !

  21. કાળના કાગળ પર લખાયેલ નામ કે ખ્વાબમાં જોયેલ ચહેરો ભૂલી શકાતો હશે પરંતુ લોહીમાં ભળી ગયેલ નામને ક્યારેય ભૂલી શકાતું નથી. આવું નામ તો હૃદયના તળિયે સ્થાપિત હોય છે. આવા નામને ભૂંસવું મૂશ્કેલ છે. ફૂલનું ફોરમથી ફેફસાંનું હવાથી અલગ હોવું અકલ્પ્ય છે. હૃદયની સંવેદનાઓને નવિન કલ્પનનો સાથ મળ્યો છે, ગમી જાય તેવા લય-આંતર લય અને પ્રાસ-અનુપ્રાસથી એક સુંદર ગીત રચાયું છે.
    અભિનંદન !

  22. ખૂબ સરસ ગીત. પ્રત્યેક શબ્દ અર્થપૂર્ણ. ક્યા બાત હૈ વિવેકભાઇ!

  23. સરસ ગીત અને શ્બ્દો ખુબ કહી જાય છે લોહીમાથી તો નામ ડોકટર પણ છેકી ના શકે, કવિ પાસે તો ડોકટર પણ લાચાર બની જાયે એ કરુણતાની અભિવ્યક્તિ બહુ ગમી ગઈ, અભિનદન અને આભાર્………………

  24. કવિતા ને વિવેક ચુડામણિની કક્ષા આપવમાં પ્રજ્ઞાજુએ કોઇ ભુલ નથી કરી.અદ્વૈતના ક્યરામાંઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
    આ કાવ્ય પછી બીજું કાંઈ ન લખે તો પણ કવીશ્રી વિવેક ટેલર યાદગર બની રહે તો નવાઈ નહીં.
    અફલાતુન! આફ્રીન!

  25. corrected remarks,

    આ કાવ્યને પ્રજ્ઞાજુએ જગતગુરુ શંકરાચાર્યજી ના વિવેક્ચુડામણી ની કક્ષાએ બેસાડવાની તદ્દન યોગ્ય વાત કરી છે.અદ્વૈત ના ક્યારામાંઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?આ કાવ્ય લખ્યા પછી હવે આ કવિ કાંઇ ન લખે તો પણ સદા યાદગાર બની રહેશે.
    આફ્રિન !

  26. રસ્તો બનીને કોઇ…
    હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર …
    અનુભૂતિની સચ્ચાઇનો રણકાર છે .સક્ષમ અવાજ.આહ્લલાદક ગીત.

  27. હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ

    વાહ…વાહ…

    અદભૂત…

  28. પ્રેમની આવી ઉત્ક્ટતા મે અત્યાર સુધિ આવા લાઝવાબ શબ્દો મા ક્યારેય નથી માણી. વાહ વિવેકભાઇ!! પ્રેમ ની સમાધિ કરાવિ દે એવી રચના.

  29. વિવેકભાઈ,

    પ્રેમની પરમ સીમા જોય.

    દિલમા કશુ ખટકે છે.
    તારા પ્રેમનો કાંટો છે.

    કમાલ કરી વિવેકભાઈ!!

    સપના

  30. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

  31. કુછ સોયે , કુછ જાગે મેરે અહેસાસ થે,
    તેરે લિયે દિલ મે બહોત જ્ઝ્બાત થે,
    દિલ ધઙક્તા થા તેરે હિ લિયે,
    વો પલ હિ મ્રેરે જિવન કે કુછ ખાસ થે.

    મોહન

  32. હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…
    Simply beautiful…..

  33. અદ્વૈતના ક્યારામાં ઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.
    કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?
    વાહ .. મજાનું ગીત.

Leave a Reply to Himanshu Cancel reply

Your email address will not be published. Required fields are marked *