![]()
(વમળના વન…. …તાપી નદી, સુરત, ડિસેમ્બર-૦૮)
ક્યાં સુધી કોઈ એનું સંવર્ધન કરે ?
જાતે જો કો’ જાતને દુશ્મન કરે…
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?
સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.
શી રીતે એ ભૂમિને સૂરજ મળે ?
ધૂળને ફૂલ, આભને ઉપવન કરે !
કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
મોતને જ્યારે કોઈ જીવન કરે.
સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.
*
એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !
-વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૧૯૯૦)
૧૯૯૦ના વર્ષમાં લખાયેલી આ એક ગઝલ… કાફિયા-રદીફની સમજણ ત્યારે પાકી નહોતી થઈ. એટલે શક્ય એટલા કાફિયા સુધારીને આ ગઝલ આજે પહેલીવાર અહીં પોસ્ટ કરું છું. પણ આખરી શેરમાં સુધારો કરી ન શકાયો એટલે ફુદડી પછી એને અલગ કરી રહ્યો છું…
-
ખુબ સરસ રચના ચે. અને શબ્દો નો પ્રાસ પન ખુબ સરસ ચે. અભિનન્દન ! મજા આવિ.
-
પ્રિય વિવેક્ભઈ,
રચના સારી છે !! પણ એક ક્યો ભાવ રજુ કરે છે તે સમજવુ સરલ નથી,
સારી કવીતા આપવા આભર ! -
આભણ નેતાઓ જ્યા શાળા નુ
-
આભણ નેતાઓ જ્યા શાળા નુ ઉદઘાટન કરે.
મા સરસ્વતિ ક્યાથી શાળા મા આગમન કરે.
PRATIK MOR
pratiknp@live.com -
અઢાર અધ્યાય પૂરા કરી
–યત્ર યોગેશ્વર કૃષ્ણ …
ગ ઝ લ
વધુ સુંદર લાગે છે !
રંગ નીખરે હૈ,
જ્યું જ્યું બીખરે હૈ!
સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.
એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !
…શબ્દ જડતો નથી -
તમારી શબ્દોની પસન્દગી ઉત્તમછે. “ભૂમિજે ખુદ કંસનુ……” ક્યાબાતહૈ…..
-
The moral tone of the work is really pran…the spirit. I like.
-
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.
………………………………………….
અદભુત શબ્દો !!!! બિલકુલ શ્વસી શકાય તેવા… -
પાણી ચાહે કોઈ, તુ સાગર ધરે,
ખુદા તુ તો હદ કરે છે દેવામા.માંગ્યુ હતુ જીવન સુંગધીં
પુષ્પ ચાહે કોઈ,તુ ઉપવન ધરેવિવેકભાઇ હવે નવી વનગી ક્યારે પિરવાના છો.
praitknp@live.com -
સરસ ગઝલ.
સુધીર પટેલ. -
આ એક ઉત્તમ રચના જોવા મલિ ખુબ ખુબ અભિનન્દન્
-
શરુઆત આટલિ સારિ હતિ તો સફ્ળતા પણ કાયમનો સાથ આપશે એ જરુર સ્વિકારજો અમને શ્ર્ધ્ધા છે, સરસ ગઝલ અને શબ્દો ભૂમિવાળો શેર ખુબ ગમ્યો.અભિનદન્
-
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?ખુબ સરસ. જીવનના હર-એક ક્ષેત્રે આપણે તો રોજ કંસનું જ પુજન કરીએ છીએને?

23 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/287/trackback