ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

PC285261
(વમળના વન….                                                    …તાપી નદી, સુરત, ડિસેમ્બર-૦૮)

ક્યાં સુધી કોઈ એનું સંવર્ધન કરે ?
જાતે જો કો’ જાતને દુશ્મન કરે…

ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.

શી રીતે એ ભૂમિને સૂરજ મળે ?
ધૂળને ફૂલ, આભને ઉપવન કરે !

કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
મોતને જ્યારે કોઈ જીવન કરે.

સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.

*

એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૧૯૯૦)

૧૯૯૦ના વર્ષમાં લખાયેલી આ એક ગઝલ… કાફિયા-રદીફની સમજણ ત્યારે પાકી નહોતી થઈ. એટલે શક્ય એટલા કાફિયા સુધારીને આ ગઝલ આજે પહેલીવાર અહીં પોસ્ટ કરું છું. પણ આખરી શેરમાં સુધારો કરી ન શકાયો એટલે ફુદડી પછી એને અલગ કરી રહ્યો છું…

23 comments

 1. ડો.મહેશ રાવલ’s avatar

  ગઝલ તો સારી જ થઈ છે,તમે તારીખનો ખુલાસો ન કર્યો હોત તો,ખ્યાલ પણ ન આવત કે આ જુની રચના પોસ્ટ થઈ છે !!!
  આ પંક્તિ ખાસ ગમી.
  સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
  બિંબ પણ સામે વમળના વન કરે.

  -જુની ગઝલને તાજા અભિનંદન !

 2. bhavesh joshi’s avatar

  ખુબ સરસ રચના ચે. અને શબ્દો નો પ્રાસ પન ખુબ સરસ ચે. અભિનન્દન ! મજા આવિ.

 3. Tejas Rana’s avatar

  પ્રિય વિવેક્ભઈ,
  રચના સારી છે !! પણ એક ક્યો ભાવ રજુ કરે છે તે સમજવુ સરલ નથી,
  સારી કવીતા આપવા આભર !

 4. PRATIK MOR’s avatar

  આભણ નેતાઓ જ્યા શાળા નુ

 5. PRATIK MOR’s avatar

  આભણ નેતાઓ જ્યા શાળા નુ ઉદઘાટન કરે.
  મા સરસ્વતિ ક્યાથી શાળા મા આગમન કરે.
  PRATIK MOR
  pratiknp@live.com

 6. pragnaju’s avatar

  અઢાર અધ્યાય પૂરા કરી
  –યત્ર યોગેશ્વર કૃષ્ણ …
  ગ ઝ લ
  વધુ સુંદર લાગે છે !
  રંગ નીખરે હૈ,
  જ્યું જ્યું બીખરે હૈ!
  સાચવે એને શમા પણ ક્યાં સુધી?
  બાળવાનું જાતને જે પણ કરે.
  એટલે તો એ ઠરી દિવાનગી,
  પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !
  …શબ્દ જડતો નથી

 7. Navaldan Rohadia’s avatar

  તમારી શબ્દોની પસન્દગી ઉત્તમછે. “ભૂમિજે ખુદ કંસનુ……” ક્યાબાતહૈ…..

 8. Rajiv’s avatar

  સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
  બિંબ પણ સામે વમળના વન કરે.

  સુંદર રચના..

 9. સુનિલ શાહ’s avatar

  ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
  ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

  સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
  બિંબ પણ સામે વમળના વન કરે.

  આ બે શેર સ્પર્શી ગયા.

 10. swamy dhyan kamal’s avatar

  The moral tone of the work is really pran…the spirit. I like.

 11. dr.rajesh prajapati’s avatar

  Happy Makarsankranti
  ખુબ સરસ

 12. Vijay Shah’s avatar

  એટલે તો એ ઠરી દિવાનગી,
  પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !

 13. Vijay Shah’s avatar

  સરસ રચના

 14. ભાવના શુક્લ’s avatar

  ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
  ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

  સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
  બિંબ પણ સામે વમળના વન કરે.
  ………………………………………….
  અદભુત શબ્દો !!!! બિલકુલ શ્વસી શકાય તેવા…

 15. પ્રતિક મોર’s avatar

  પાણી ચાહે કોઈ, તુ સાગર ધરે,
  ખુદા તુ તો હદ કરે છે દેવામા.

  માંગ્યુ હતુ જીવન સુંગધીં
  પુષ્પ ચાહે કોઈ,તુ ઉપવન ધરે

  વિવેકભાઇ હવે નવી વનગી ક્યારે પિરવાના છો.
  praitknp@live.com

 16. Rajendra Trivedi, M.D.’s avatar

  સાચવે એને શમા પણ ક્યાં સુધી?

  બાળવાનું જાતને જે પણ કરે.

  ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,

  ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

  બે શેર ખુબ સરસ સ્પર્શી ગયા.

  રાજેન્દ્ર ત્રિવેદી

 17. Sudhir Patel’s avatar

  સરસ ગઝલ.
  સુધીર પટેલ.

 18. Nandkishor’s avatar

  આ એક ઉત્તમ રચના જોવા મલિ ખુબ ખુબ અભિનન્દન્

 19. Maheshchandra Naik’s avatar

  શરુઆત આટલિ સારિ હતિ તો સફ્ળતા પણ કાયમનો સાથ આપશે એ જરુર સ્વિકારજો અમને શ્ર્ધ્ધા છે, સરસ ગઝલ અને શબ્દો ભૂમિવાળો શેર ખુબ ગમ્યો.અભિનદન્

 20. Dilipkumar Bhatt’s avatar

  તમારી હથરોટી ખુબજ સારી છે મને લાગે છે કે તમે નાનપણથીજ તેજસ્વી હશો કેમ ખરૂ ને?

 21. P Shah’s avatar

  કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
  મોતને જ્યારે કોઈ જીવન કરે.
  –સરસ !

  ગઝલમાં શું હોય છે -થોડું દર્દ, થોડાં આંસુ,………..એમને કેવી રીતે જુના માનવા
  વિવેકભાઇ ખૂબ સુંદર ગઝલ છે.
  આભિનંદન !

 22. dr. jayant parikh’s avatar

  ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
  ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

  ખુબ સરસ. જીવનના હર-એક ક્ષેત્રે આપણે તો રોજ કંસનું જ પુજન કરીએ છીએને?

Comments are now closed.