નૉસ્ટાલ્જિઆ

shanti stup by Vivek Tailor
(યાદોનું અજવાળું….                              ….શાંતિ સ્તૂપ, લેહ, ૨૦૧૩)

*

વીતી ક્ષણોએ ફરી ઘેર્યો છે આજ,
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

વીતેલી જિંદગીના ઓરડામાં ઘુસતાં જ અજવાળું, અજવાળું, અજવાળું;
જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ભાળું ને કોને ટાળું ?
ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

અલમારી, અભરાઈઓ, ગોખલા ફંફોસતા જ આવી ઊભો એક જણ;
આંખમાં જોઈ બોલ્યો એ : “તારું ખોવાયલું સરનામું મને તું ગણ”
કમરાને તાળું દઈ ચાવી ફેંકી દઉં ત્યાં આજે દઈ દીધો અવાજ.
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

– વિવેક મનહર ટેલર
(૧૬-૧૦-૨૦૧૩)

*

lamps by Vivek Tailor
(અંદર તો એવું અજવાળું, અજવાળું…                 …લેહ મોનાસ્ટેરી, ૨૦૧૩)

 1. Rina’s avatar

  Waaaaah…Nostalgia. ….

  Reply

 2. Rina’s avatar

  જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ટાળું ને કોને ભાળું ?
  ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.
  Waahhh

  Reply

 3. Neha’s avatar

  Perfect geet

  Waah kavi

  Reply

 4. Neha’s avatar

  Perfect Geet

  Waah kavi !

  Reply

 5. pragnaju’s avatar

  વીતેલી જિંદગીના ઓરડામાં ઘુસતાં જ અજવાળું, અજવાળું, અજવાળું;
  જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ભાળું ને કોને ટાળું ?
  ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.
  આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?
  આપણા દરેકની અનુભૂતિને સુંદર વાચા આપી.આત્મકથાના પ્રસંગોને વાંચતા જવાથી આગળ પણ એ વાતની યથાર્થતાની ખાતરી થઈ જશે. તે લખાવે છે તેમ લખ્યે જાઉં છું ને કરાવે છે તેમ કર્યે જાઉં છું. વીતી ગયેલી ક્ષણોને સુધારી. નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી. પણ આ ક્ષણ થી પ્રારંભ કરીને. નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !
  યાદ
  आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्शयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्शकः । लक्श्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मात्त्वां (मां) शरणागतं शरणद त्वं रक्श रक्शाधुना ॥
  અહીં ઠંડી શરુ થઇ છે ત્યારે તમારી નોસ્ટેલજીક રચના યાદ આવે
  ગોદડાંનો ગોટો છે આ કે
  વારતાઓનો ડબ્બો?
  ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
  ભૂત બની કહું, છપ્પો !
  સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
  ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું? તે હિ નો દિવસાઃ ગતાઃ

  Reply

 6. kanaiya patel’s avatar

  સરસ મજા ની કવિતા

  Reply

 7. મીના છેડા’s avatar

  યાદોનું એક એવું અજવાળું લઈને આવ્યું છે આ ગીત…
  જાણે હમણાં જ ઓજસનો પટારો ખૂલશે ને સમીપ આવી કોઈ ઝળહળી જશે…

  Reply

 8. Maheshchandra Naik (Canada)’s avatar

  સરસ કવિતા માટે ડો.વિવેક્ભાઈને અભિનદન……………………

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *