મને પડ્યો નથી કંઈ ફરક

tree by Vivek Tailor
(સલૂણુ એકાંત….    ….નામેરી, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

* * *

થોડા દિવસો પહેલાં આપણે “ને હા, તું જો આવે તો” એમ કહીને પહેલી મુલાકાતે આવનાર સ્ત્રી માટેના પુરુષના મનોભાવ આકારતું એક ગીત માણ્યું… પહેલી મુલાકાત પૂરી થઈ ગઈ… હવે? સ્ત્રીને જાણવાની ઉત્કંઠા હોય ને કે હવે પુરુષ એના વિશે શું વિચારતો હશે? તો લ્યો… આ રહ્યું પહેલી મુલાકાત પછીના પ્રતિભાવોનું આ ગીત… એ જ ચાલમાં “ને હા”ના ઉઠાવવાળું આ ગીત કેવું લાગ્યું એ જણાવશો?

* * *

ને હા તું તો આવીને ચાલીય ગઈ, અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
લગરક બદલાઈ નથી મારી આ દુનિયા, હું મસ્તરામ ખુદમાં ગરક.

ને હા હું મળીશ તો આમ અને તેમ
એમ મનસૂબા કંઈ કંઈ તેં બાંધ્યા;
યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
વરસાદી શમણાંઓ આંજ્યા,
આવું આવું કરતા આ ઝાંઝવા હડસેલી તું બોલી’તી, બાજુ સરક !
પણ મને પડ્યો નથી કંઈ ફરક.

ને હા જેમ ઇંતેજારી અદના એક આદમીની
એમ મારો અદનો હરખ;
મોસમને પકડીને બેસી રહેવાય નહીં,
શ્વાસ લીધો દેવો પરત,
ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
શું મને પડ્યો નથી કંઈ ફરક ?

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૨/૧૦/૨૦૧૩)

*

rhino by Vivek Tailor
(વ્યાખ્યાયિત વિશાળતા….                ….કાઝીરંગા, આસામ, નવે-૨૦૧૦)

 1. Darshana Bhatt’s avatar

  ફરક તો પડ્યો છે. જો કાગળ પણ ઋતુ ગાનથી મરક મરક હસે તો સવેદનશીલ કવિ
  હૃદયનું તો પૂછવું જ શું !!
  સરસ રચના .

  Reply

 2. Rina’s avatar

  From
  અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
  To
  શું મને પડ્યો નથી કંઈ ફરક ?

  Simply beautiful. …..

  Reply

 3. Dhaval’s avatar

  ને હા જેમ ઈંતેજારી અદના એક આદમીની
  એમ મારો અદનો હરખ;
  મોસમને પકડીને બેસી રહેવાય નહીં,
  શ્વાસ લીધો દેવો પરત,
  ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
  શું મને પડ્યો નથી કંઈ ફરક ?

  – સરસ !

  Reply

 4. સુનીલ શાહ’s avatar

  ભઈ વાહ…મઝા પડી

  Reply

 5. pragnaju’s avatar

  યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
  વરસાદી શમણાંઓ આંજ્યા,
  આવું આવું કરતા આ ઝાંઝવા હડસેલી તું બોલી’તી, બાજુ સરક !
  પણ મને પડ્યો નથી કંઈ ફરક.
  વાહ
  મરક મરક સાથે તમારી જ વાત …
  પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
  આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
  બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
  તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.

  અને સંવેદનશીલ કવિ હ્રુદય વિચારે
  તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
  પાત્ર જોયું નથી.

  પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
  ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
  તેં જ તારું હજી આત્મનું અવનિમાં
  બીજ બોયું નથી,
  કાંઈ ખોયું નથી.
  -મકરંદ દવે
  જે લોકો એવું કહેતા ફરતા હોય છે કે ‘મને કોઈની પડી નથી’, ‘કોઈની પરવા નથી’, ‘કોઈ ફરક નથી પડતો’- વાસ્તવમાં તેમને …
  જાણવાથી કંઈ ફરક પડતો નથી,
  દુઃખ એ જાણી ગયાનું હોય છે.

  Reply

 6. Hemal vaishnav’s avatar

  All I can say is I am spellbound and speechless.u r too good.

  Reply

 7. Harnish Jani’s avatar

  બહુ જ સુંદર –અસરકારક કાવ્ય.– ખૂબ ગમ્યું.

  Reply

 8. jahnvi antani’s avatar

  ને હા તું તો આવીને ચાલીય ગઈ, અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
  લગરક બદલાઈ નથી મારી આ દુનિયા, હું મસ્તરામ ખુદમાં ગરક. વાહ્

  Reply

 9. Harshad’s avatar

  Vivekbhai,
  Like to explain in detail in Gujarati but I do not know how to type in Gujarati.
  I always enjoyed your every rachna. This is also your one of the awesome.
  Like it by heart. Next time when I come to Surat,definately will come to meet you. I deserve your one hug. God bless you and your entire family.

  Reply

 10. ડૉ. રાજેશ ડુંગરાણી’s avatar

  ને હા હું મળીશ તો આમ અને તેમ
  એમ મનસૂબા કંઈ કંઈ તેં બાંધ્યા;
  યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
  વરસાદી શમણાંઓ આંજ્યા,

  સુંદર આભિવ્યક્તિ….દોસ્ત.

  Reply

 11. laxmi Dobariya’s avatar

  સરસ્.. અનુસંધાન…

  Reply

 12. મીના છેડા’s avatar

  એક ઇંતઝાર પછી નાની ઘટના ઘટી અને ત્યાર બાદ એનો પ્રતિભાવ… અને એ પ્રતિભાવમાં લાગણીઓનાં મોજાં… એની નિજ મસ્તીમાં કોઈક ક્ષણે લાગે શાંત છે ને કઈ ઘડીએ ઊછળી ઊછળીને ભેટવા આવી પહોંચશે એમ લાગે.. કવિની કલ્પના જ્યારે વાસ્તવિકતા સમું ચિત્ર ઊભું કરી જાણે ત્યારે એની સાર્થકતા જણાય છે…

  Reply

 13. અશોક જાની 'આનંદ'’s avatar

  સુંદર મજાનું લયબધ્ધ ગીત….
  ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
  શું મને પડ્યો નથી કંઈ ફરક ? આ એકરાર વધારે પસંદ આવ્યો..

  Reply

 14. anil parikh’s avatar

  laganini utskrust feeling befikrai thi vya kta karavani sundr abhigam

  Reply

 15. જયેન્દ્ર ઠાકર’s avatar

  શ્વાસ ગણતા તારી યાદમાં હતું ઈંતજારીનું નરક,
  મળી તું હવે મનડું કેમ ના થાય મરક મરક!

  જયેન્દ્ર ઠાકર

  Reply

 16. Shashikant Shah’s avatar

  અદ્ભુત વિવેકભાઇ,
  અમારિ સવાર સુધરિ ગઇ.
  આભાર અને અભિનન્દન્
  શશિકાન્ત શાહ

  Reply

 17. Dr Vinit C Parikh’s avatar

  સુંદર આભિવ્યક્તિ….દોસ્ત.

  Reply

 18. Chetna Bhatt’s avatar

  બહુજ સરસ્…ફરક તો પડે જ્…!!!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *