પૉસ્ટ નં: ૫૦૦ : એ હું જ છું (તસ્બી ગઝલ)

mosque by Vivek Tailor

*

“શબ્દો છે શ્વાસ મારા”ની આ ૫૦૦મી પૉસ્ટ પર આપ સહુનું હાર્દિક સ્વાગત છે… આપનો જે સ્નેહ મળતો રહ્યો છે એ જ સ્નેહ અનવરત મળતો રહેશે એજ આશા…

*

આભથી વરસે છે જે એ હું જ છું,
ને નીચે તરસે છે જે એ હું જ છું.

જાણે છે તું : જાણું છું, તું જાણે છે-
કાય-વાક્-મનસે છે જે એ હું જ છું.

તું ઘડી કૃષ્ણાય તો સમજી શકે-
હર ઘડી તલસે છે જે એ હું જ છું.

શહેરના અક્કેક ભીષ્મો જાણે છે:
‘હર ક્ષણે વણસે છે જે એ હું જ છું.’

આયના ! તું બે’ક પળ વચ્ચેથી ખસ,
રૂબરૂ ચડસે છે જે એ હું જ છું.

તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
મૌન થઈ કણસે છે જે એ હું જ છું.

આંખમાં આંખો પરોવી કહી તો જો –
‘સારે કે નરસે છે જે એ હું જ છું.’

હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.

-વિવેક મનહર ટેલર
(૧૫-૦૯-૨૦૧૩)

*

prayer by Vivek Tailor

23 thoughts on “પૉસ્ટ નં: ૫૦૦ : એ હું જ છું (તસ્બી ગઝલ)

  1. Congratulations… ઃ)

    તું ઘડી કૃષ્ણાય તો સમજી શકે-
    હર ઘડી તલસે છે જે એ હું જ છું.

    શહેરના અક્કેક ભીષ્મો જાણે છે:
    ‘હર ક્ષણે વણસે છે જે એ હું જ છું.’

    તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
    મૌન થઈ કણસે છે જે એ હું જ છું.

    Beautiful…..

  2. અભિનંદન મિત્ર!

    તું ગઝલના અક્ષરો ચીરી તો જો…
    મૌન થઈ કણસે છે જે એ હું જ છું.

    આહ!

  3. સરશ.
    “છે જે એ હું જ છું.” રદિફની રચના ફક્ત ૬ અક્ષરોે પર; એક લઘુ ને પાંચ ગુરૂ! કમાલ કરી તમે કવિરાજ!!

    ચીમન પટેલ ‘ચમન’

  4. અભિનંદન…આ સફર અવિરત આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ

  5. ખૂબ ખૂબ અભિનન્દન . આપ શબ્દો વરસાવતા રહો અને અમે ઝીલતા રહીએ.

Leave a Reply to chhaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *