પંચોતેરમે…

Tree by Vivek Tailor

*

(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)

પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !

ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.

એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?

સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૨૦૧૩)

 *

Tree by Vivek tailor

 1. Rina’s avatar

  પાન નામની ફૂટી ઘટના…

  Beautiful

  Reply

 2. HEMAL VAISHNAV’s avatar

  બહુ એટલે, ખરેખર બહુ સરસ.

  Reply

 3. Darshana Bhatt’s avatar

  વાહ…વિવેકભાઈ વાહ !!
  પચોતેરમે પહોચ્યા પછી….
  પાન નામની ઘટના ફૂટવાથી જે કંપ થયો તે અનુભૂતિ કેવી હશે !!
  વિષાદનું કાવ્ય અચાનક હળવી પ્રસન્નતામાં પરિવર્તિત થઇ ગયું.
  મનને પ્રસન્ન કરી ગયું.

  Reply

 4. Harshad’s avatar

  Vivekbhai,
  Beautiful rachana. Like it.

  Reply

 5. bhaskar vithlani’s avatar

  Ghtna kadi amsti nathi j ghatti….
  Sahsa ek veli nu ugvu, valgvu ne kaya ne kampvu…
  Karan upr afrin….afrin.

  Reply

 6. dineshgogari’s avatar

  કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !

  Reply

 7. neha’s avatar

  વાહ! સુંદર…

  Reply

 8. Vibhushit Dave’s avatar

  અતિ સુન્દર કલ્પના….
  કવિ ને ધન્યવાદ….

  Reply

 9. હેમંત પુણેકર’s avatar

  સરસ કાવ્ય થયું છે વિવેકભાઈ! મજા આવી!

  Reply

 10. Rachna shsh’s avatar

  Khare khar umar tenu kam kare j che..kharune?? Satyavacha…ghani saras Rachna…

  Reply

 11. Anil Chavda’s avatar

  કવિતા અને છંદ બંનેને ખૂબ સારી રીતે પકડ્યા છે… કટાવનો આ ઉછળતો કૂદતો લય… મજા આવી… ક્યા બાત હૈ…

  Reply

 12. jahnvi antani’s avatar

  સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
  ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.
  એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
  લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય……. વાહ સુંદર શબ્દો…. સાચવ્યા છે કઈ કઈ પેઢી ના કલરવ…..

  Reply

 13. Rekha Sindhal’s avatar

  ખુબ સરસ વિવેકભાઈ,
  તમે જો પુનર્જન્મ્માં માનતા હોવ તો કહુ કે આગલા જન્મમાં પણ તમે પ્રસિદ્ધ કવિ જ હશો. જેનુ નામ ઈતિહાસને પાને હજુ ય ચમકતુ હશે જ….. ધન્યવાદ!

  Reply

 14. pragnaju’s avatar

  એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
  લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
  સુંદર
  જે ઘોડો નબળો હોય તેને અબલક કહેવામાં આવે છે
  તેને હય બનાવવા વેદમા અશ્વગંધા ની યોજના છે
  તને કોઈ અશ્વ કહે,
  તુરંગી, તુરંગા ચહે,
  હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !
  અને
  કટાવ છંદના સોનેટ ની આ પંક્તી એ
  કંપ થયો આખી કાયામાં,પાન નામની ફૂટી ઘટના…
  લીંબીક ને ઉજાગર કરી !
  યાદ
  સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી. (ગિરીશ કર્નાડના ‘હયવદન’?) આવતી ૧૧ મી એ હું ૭૫ મા પ્રવેશ કરીશ.લાગે છે લાગે છે વિવેકે મારી જ અનુભૂતિ …

  Reply

 15. Maheshchandra Naik (Canada)’s avatar

  ડો. વિવેક્ભાઈ,
  સરસ રચના, પુર્વ જન્મના બધા જ સંસ્કારો લઈને માનવી આ જગતમા આવતો હોય છે એમ કાવ્ય પરથી લાગ્યુ, આખી જીદગી ઢ્સરડા કર્યા પછીની અનુભુતિને સરસ રિતે નિરુપણ કરી છે, વિષાદ સાથે અમારા જેવા પચોતેરમા પહોચીશુ ત્યારની વ્યથાનો પણ એક સરસ અનુભવ કરવાની /થવાની તૈયારી કરવાની મનોવ્યથાનો પણ સરસ અહેસાસ કરાવતી રચના, આપને અભિનદન્ ……………………..

  Reply

 16. Indravadan g vyas’s avatar

  ખુબ સરસ રચના! મઝા પડી?

  Reply

 17. Indravadan g vyas’s avatar

  ંઆ કાવ્ય ખુબ ગમ્યુ.

  Reply

 18. dinkar’s avatar

  ૭૫ મુ બેસતા હજુ હણહણાટાઆશા,સપન હોય તેણે કેવુ કાવ્ય લખવુ?

  Reply

 19. nayana’s avatar

  વિવેક્ભાઈ બહુ જ સુદર રચના.વય નો અહેસાસ્.શબ્દ નથિ મલતા વાતને બિરદાવવા

  Reply

 20. smita parkar’s avatar

  કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના……..આ પન્ક્તિ વાચિ ને અમે કમ્પિ ગ્યા….સરસ વિવેક સર્….

  Reply

 21. Pancham Shukla’s avatar

  સરસ કાવ્ય વિવેકભાઈ. કટાવને આટલી સહજતાથી પ્રયોજવો સહેલો નથી. એ માટે અભિનંદન.

  ‘નાગો ચહેરો..’માં પર્ણહીન જરઠ વૃક્ષની તીવ્રતા વધારવા ‘ખુલ્લો ચહેરો…’ કે અન્ય વૈકિલ્પ વિચારાય તો વધુ સારુ. કાવ્યની ભાષા અને વિચારની સાથે એ એક શબ્દ કઠે છે. મિત્ર દાવે આ અંગત મંતવ્ય યોગ લાગે તો સ્વીકારશો.

  Reply

 22. Pancham Shukla’s avatar

  ‘વિકલ્પ’

  Reply

 23. વિવેક’s avatar

  @ પંચમદા:
  આપનો વિકલ્પ વિચારવાલાયક છે… આભાર…

  Reply

 24. Kartika desai’s avatar

  જય શરેી ક્રિશ્ન, અદભુત…કતાવ…નિ સાથે શબ્દોના આરોહ
  ંમઝા આવિ ગઈ!!

  Reply

 25. મીના છેડા’s avatar

  સૉનેટ ખરેખર મુક્ત આકાશે લહેરાયું છે….

  Reply

 26. Jayant Shah’s avatar

  ખુબ સુન્દર !!! મનોજ ખન્ડૅરિયા યાદ આવે .

  ઃહવાયેલીસળીભીતર ભરી , અહીના જીવન જાણૅ કે બાકસના ખોખા .

  Reply

 27. સુનીલ શાહ’s avatar

  કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

  ખૂબ સુંદર વિવેકભાઈ

  Reply

 28. Harshad’s avatar

  Again AWESOME Vivekbhai.

  Reply

 29. Devika Dhruva’s avatar

  આખું યે સોનેટ કાવ્યત્વથી છલછલ છે.
  ‘કાળ તણી ચાબુકના ડરથી ‘ શરું થયેલું કાવ્ય ‘કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…’ સુધીનો અક્ષરેઅક્ષર પાંચ વખત વાંચ્યો. અદ્ભૂત અભિવ્યક્તિ,સુંદર લય અને સશક્ત શબ્દોનું યથોચિત સ્થાન. મને સૌથી વધુ ગમી ગઈ તે આ પંક્તિઓ ઃ
  એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
  લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
  બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
  રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?
  લાજવાબ…..અમર અંતરો…સર્વમાન્ય,સર્વવ્યાપક,સમયનો સંકજો…

  Reply

 30. dinkar’s avatar

  MARI 75NI anubhutine janeke kavyadeh malyo chhe !mashalla!! jo ke panihari….kachcha-bachcha haju akbandh chhe!

  Reply

 31. ડૉ. રાજેશ ડુંગરાણી’s avatar

  ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
  કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…

  વાહ જનાબ…….!
  તુસ્સિ લાજવાબ……!

  અભિનંદન.

  Reply

 32. Jayant Shah’s avatar

  આ કાવ્ય મોનાલિસાના સ્મિત જેવુ !!!સુન્ન્દર ! અતિ સુન્દર !!ગોરજવેળાના વાતાવરણમા પ્રસરતી મહેકજેવી મહક . નથી લાગતુ એવુ ?

  Reply

 33. Jayant Shah’s avatar

  મોનાલિસાન સ્મિત જેવુ સુન્દર !!!!!!!!!!!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *