ત્રિપદી ગઝલ

IMG_0185
(વહી જાય આમ રસ્તો…                                          …ચિતકૂલ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

સમયની આંખના પલાશવન પ્રજાળીને,
કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
પરંતુ તમને આમ ચાલતા નિહાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૦૯)

છંદવિધાન: લગાલગા લગાલગા લગાલગા લગા

40 thoughts on “ત્રિપદી ગઝલ

  1. જીદંગીના રહસ્યોથી ભરેલી છે ગઝલ તમારી.
    સમજાતુ નથી કે કેવી હશે વિચાસૈલી તમાર
    થાકતા નથી નવી વાનગી પિરસી ને તમે
    ને અહિ અમારા હાથ દુખી ગયા તાલી પળી ને.

    પ્રતિક મોર
    praitknp@live.com

  2. ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    ખૂબ સરસ.

  3. સુંદર શબ્દચીત્ર પ્રસ્તુત થયું છે – પલાંઠી વાળીને….!
    અને ચીત્ર પણ,કથાનકને જાણે સમેટીને જ બેઠું છે,પલાંઠી વાળીને!
    અભિનંદન.

  4. શ્રી વિવેકભાઇ
    ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ તમારી ?
    કે અમે થાકી ગયા તમારી નવી ગઝલની વાટ જોઇને….
    પ્રફુલ ઠાર

  5. ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

    સુદર…
    ત્રિપદી ગઝલ મારે માટે નવો પ્રકાર છે.
    તમે પણ પહેલીવાર હાથ અજમાવ્યો છે, ખરુંને..? કવિતાના નવા નવા સ્વરૂપો પર કામ કરવાની તમારી ધગશ અભિનંદનીય છે.

  6. કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
    પરંતુ તમને આમ ચાલતા નિહાળીને….!
    અદ્ભત….ઃ)

  7. કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
    તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
    ગઝલ સુંદર
    પણ
    કકડતી ઠંડીમાં ન્યૂયોર્કમાં એક વિમાન હડસન નદીમાં ઊતાર્યું!
    બધા જ ૧૫૫ યાત્રીઓનો બચાવ ….
    જો
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને એમ ૫ વાર ગાયું હોત તો?

  8. ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

    – સરસ !

  9. હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
    મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

    ત્રિપદી ગઝલ. આ પ્રકાર પણ ગમ્યો વિવેકભાઈ!

  10. નવલો ત્રિપદિ ગઝલ નો પ્રયોગ ગમ્યો.અભિનન્દન વિવેકજી.
    ઇન્દ્રવદન વ્યાસ

  11. ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

    -સરસ

  12. Dear Vivek Bhai Nice One……

    ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,

  13. સમયની આંખના પલાશવન પ્રજાળીને!!!!
    ……………………………………………….
    પલાશવન ના સતત ખરતા ફુલોની સાથે સરકતી જતી ક્ષણો ની સરખામણી બહુ સરસ બની…

  14. સમયની આંખના પલાશવન પ્રજાળીને,
    કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

    ખુબ સરસ વિચારોસભર ગઝલ.

    અભિજિત પંડ્યા.

  15. સરસ ગઝલ ત્રિપદિ, નવો પ્રયોગ, આનન્દ થયો, અભિનન્દન અને આભાર

  16. આપના બ્લોગની મુલાકાત લીધી. ખૂબજ સુંદર્ અભિનંદન્ વ્યવસાયે ડૉકટર હોવા છતાં સાહિત્ય અને તેમાં પણ કવિતામાં આટલું સુંદર પ્રદાન ખૂબજ અભિનંદનને પાત્ર છે. મચ્યા રહેજો !
    આમતો હું નિવૃત બેંક મેનેજર છું પણ વાંચવાનો શોખ બચપણથી જ હોઈ સુંદર રચનાઓ વાંચવી ખૂબજ ગમે છે. ગુજરાતીમાં wordpress બ્લોગની સુવિધા શરૂ કરતા મને પણ લખવાનું મન થતાં મારો બ્લોગ બનાવી જુદા જુદા વિષયો ઉપર મારાં વિચારો અવાર નવાર મૂકવાના ચાલુ કર્યા છે. આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવ જણાવશો તેવી અપેક્ષા રાખું છું.
    ફરીને એક વાર અભિનંદન !

    આપનો
    અરવિંદ

  17. નવો પ્રયોગ ગમ્યો.

    ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  18. હિન્દીમાં અને ઉર્દૂમાં ગુલઝાર સાહેબે આ પ્રમાણે ત્રિપદી ગઝલો લખી છે. મને યાદ છે ત્યાં સુધી માત્ર ત્રિપદી ગઝલો નો એમનો એક સંગ્રહ પણ પ્રગટ થયો છે. જગજિતસિંહે એમાંની બે ગઝલો ‘કોઇ બાત ચલે’ નામના આલ્બમમાં ગાઈ પણ છે.

    ખૂબ સુંદર ગઝલો આપવા બદલ આપને અભિનંદન, વિવેકભાઈ !

  19. ભાવોની આટલી સરળતાથી કરતી તમારી કલા દાદ માગે તેવીછે. ત્રીપદિ રચના પ્રકાર અનોખો લાગ્યો.

  20. ખુબ જ સરસ,
    ડો.સાહેબ આપ આપના મરીઝોને કદાચ શાયરીના ડોઝથી જ ઠીક કરી દેતા હશો.
    ઇશ્વરને એક જ પ્રાર્થના કે આપ લખતા રહો ને હુઁ વાઁચતો રહુ
    શહીદે ગઝલ મેગેઝીનમા “મારી ભીતર” રદીફમા લખાયેલી આપની ગઝલ વાઁચી
    આ વેબસાઇટ પર પોસ્ટ ના કરી હોય તો મિત્રોને તેનો રસાસ્વાદ કરાવવા વિનઁતી.

  21. તાહાજી,

    ‘મારી ભીતર’ ગઝલ વાંચવાની આપની આ ઈચ્છા આજે જ પૂરી થઈ જશે… આજે એ જ ગઝલ પોસ્ટ કરવાનો છું…

  22. કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
    તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને
    સરસ ગઝલ,
    ડૉ. હેમેન શાહ ની થોડી ત્રિપદી ગઝલ માણી છે…
    મજા આવી…..

    અમારા મન ખીલી ગયા ગઝલ આ માણીને.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  23. ખુબ જ સરસ. અને હા, આજે તમારી લગ્નજીવનની વર્ષગાંઠ પર એક સરસ મુકતક તમને અર્પણ…

    પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
    પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
    વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
    વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !

    તમારું જ તમને….
    ખૂબ ખૂબ હાર્દિક શુભ કામનાઓ.

  24. ઘણી સરસ ગઝલ. મને કુતુહલભર્યો એક સવાલ થાય છે કે આ ત્રિપદી રચના મે પહેલી વાર જોઇ (કદાચ મારુ વાંચન પૂરતું વિસ્તૂત નહી હોયે એટલે). સવાલ ઈ થાય છે કે ત્રિપદી રચના વિશે વાચવા કશે મળે ખરું? ત્રિપદી રચનાના કોઇ ખાસ નિયમો ખરા?

  25. ત્રિપદી રચના વિશે કંઈ વાંચવા મળે એવી શક્યતાઓ ઓછી છે. હેમેન શાહ ત્રિપદીઓ ખૂબ કરે છે પણ એ બધી મુક્તકની જેમ સ્વતંત્ર રચનાઓ હોય છે. મેં ત્રિપદી ગઝલ કરી છે એ મને જેમ સૂઝી એમ કરી છે. મેં ત્રીજા પદને રદીફ તરીકે વાપર્યું છે… તમે ત્રણેય પદ સ્વતંત્ર રીતે પણ વાપરી શકો…

  26. ાભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
    કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
    અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
    Awesome….

Leave a Reply to Hitesh Kapadia Cancel reply

Your email address will not be published. Required fields are marked *