વર્ષગાંઠ મુબારક હો….

Vai_bday1_2013

*

ઊંમર ભલે ને કોઈ પણ હોય, વર્ષગાંઠનો દિવસ તો ખાસ જ લાગવાનો.. આજે આઠમી સપ્ટેમ્બર… મારી જીવનસાથી વૈશાલીનો જન્મદિવસ… એ નિમિત્તે એક નાનકડું તરોતાજા અંજનીગીત ભેટ સ્વરૂપે…

…કેમકે મારા તો દરેક શબ્દ, દરેક કવિતા નખશિખ એના ઋણી છે…

જન્મદિવસ મુબારક હો, વહાલી વૈશાલી..

*

પ્રાર્થના

તારા સાગરની બે બુંદો,
તારા ઘરનો એક જ ખૂણો
એક જ કાનો ‘તારા’માંનો,
.                 થાવું છે મારે.

થોડું ખાતર, થોડું પાણી,
થોડી પ્રેમભરેલી વાણી,
એ પરથી બસ, જઈશ હું જાણી
.                 શું તુજ મનમાં છે ?

બીજી કોઈ ઇચ્છા ક્યાં છે ?
જીવું છું હું એક વિચારે,
સફર સફળ છે જો તું ચાલે
.                 બે જ કદમ સાથે.

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૩)

*

Vai_bday2_2013

9 thoughts on “વર્ષગાંઠ મુબારક હો….

 1. જન્મદિવસ મુબારક વૈશાલી…

 2. વૈશાલિબેન્,
  સો વર્શ જિવો ,સો વશ જુવો, સો વર્શ સભલો અને
  સો વર્શ નિનિરામય અને તન્દુરસ્ત જિવન જિવો
  અએવિ શુભ્કામ્ન
  Arvind Vora.
  Rajkot, gujarat, ( India )
  94268 49718.
  Vivekbhai, abhinanadan.

 3. હંમેશ માફક સુંદર ભેટ… મનની અભિવ્યક્તિ ભેટ રૂપે આવે એથી ઉત્તમ શું…
  વૈશાલીને ખૂબ ખૂબ સ્નેહ..

 4. આય હાય…V.T….!

  મસ્તમ મસ્ત…લખ્યું છે..વૈશાલીબેન ને ઘણી બધી શુભેચ્છાઓ…!

 5. keep it up
  our hearty congratulations
  may your love & happiness
  increase day by day
  god bless you

 6. વધાઈ વર્ષગાંઠની
  યાદ
  ‘વૈશાલી’ના માધ્યમથી મેં અલગ-અલગ પ્રકારના કવિઓની પત્નીઓ એમના પતિદેવો વિશે શું વિચારતી હશે એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે… ‘
  તેમા આ પંક્તીઓ
  ‘કવિતામાં તારું તું જીવન વિતાવે,
  મને એમાં કે એને મુજમાં જીવાડે ?
  દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
  તને દુઃખ પડે તો તું કાગળને બાળે.’
  તો ગમી ગયેલી
  આજે
  તારા સાગરની બે બુંદો,
  તારા ઘરનો એક જ ખૂણો
  એક જ કાનો ‘તારા’માંનો,
  . થાવું છે મારે. ગમી
  રમુજમાં વિચાર આવ્યો વિવેકના કાનાની ઘટ વૈશાલીના કાના થી પૂરવા જઈએ વિવેકા-વૈશલી-
  તો બન્નેના નામનો અર્થ ન રહે તેના કરતા ઉમાશંકર જેમ વૈશાલીવિવેક રાખીએ તો કાનો પણ મળે અને આ ભજન જેમ…
  ઉમા અને શંકર એક સાચે, તે એકતામાં નિત ભક્ત રાચે.
  જે ભેદભાવે તમને નિહાળે, તે વારિ જાચે ઘટકૂપ કાચે!

Comments are closed.