ત્રિપદી ગઝલ

IMG_0185
(વહી જાય આમ રસ્તો…                                          …ચિતકૂલ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

સમયની આંખના પલાશવન પ્રજાળીને,
કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
પરંતુ તમને આમ ચાલતા નિહાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૦૯)

છંદવિધાન: લગાલગા લગાલગા લગાલગા લગા

 1. kanti vachhani’s avatar

  વિવેકભાઈ

  બહુ સરસ ……

  Reply

 2. Vivek Patel’s avatar

  વાહ વિવેકભાઈ

  Reply

 3. પ્રતિક મોર’s avatar

  જીદંગીના રહસ્યોથી ભરેલી છે ગઝલ તમારી.
  સમજાતુ નથી કે કેવી હશે વિચાસૈલી તમાર
  થાકતા નથી નવી વાનગી પિરસી ને તમે
  ને અહિ અમારા હાથ દુખી ગયા તાલી પળી ને.

  પ્રતિક મોર
  praitknp@live.com

  Reply

 4. Kartik Zaveri’s avatar

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  ખૂબ સરસ.

  Reply

 5. ડો.મહેશ રાવલ’s avatar

  સુંદર શબ્દચીત્ર પ્રસ્તુત થયું છે – પલાંઠી વાળીને….!
  અને ચીત્ર પણ,કથાનકને જાણે સમેટીને જ બેઠું છે,પલાંઠી વાળીને!
  અભિનંદન.

  Reply

 6. Praful Thar’s avatar

  શ્રી વિવેકભાઇ
  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ તમારી ?
  કે અમે થાકી ગયા તમારી નવી ગઝલની વાટ જોઇને….
  પ્રફુલ ઠાર

  Reply

 7. સુનિલ શાહ’s avatar

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  સુદર…
  ત્રિપદી ગઝલ મારે માટે નવો પ્રકાર છે.
  તમે પણ પહેલીવાર હાથ અજમાવ્યો છે, ખરુંને..? કવિતાના નવા નવા સ્વરૂપો પર કામ કરવાની તમારી ધગશ અભિનંદનીય છે.

  Reply

 8. Hitesh Kapadia’s avatar

  કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
  પરંતુ તમને આમ ચાલતા નિહાળીને….!
  અદ્ભત….ઃ)

  Reply

 9. pragnaju’s avatar

  કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
  તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
  ગઝલ સુંદર
  પણ
  કકડતી ઠંડીમાં ન્યૂયોર્કમાં એક વિમાન હડસન નદીમાં ઊતાર્યું!
  બધા જ ૧૫૫ યાત્રીઓનો બચાવ ….
  જો
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને એમ ૫ વાર ગાયું હોત તો?

  Reply

 10. Dhaval’s avatar

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  – સરસ !

  Reply

 11. Kavita’s avatar

  હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
  મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  ત્રિપદી ગઝલ. આ પ્રકાર પણ ગમ્યો વિવેકભાઈ!

  Reply

 12. Rajiv’s avatar

  સુંદર ગઝલ…

  Reply

 13. indravadan gvyas’s avatar

  નવલો ત્રિપદિ ગઝલ નો પ્રયોગ ગમ્યો.અભિનન્દન વિવેકજી.
  ઇન્દ્રવદન વ્યાસ

  Reply

 14. P Shah’s avatar

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  -સરસ

  Reply

 15. Ajay Nayak

  Dear Vivek Bhai Nice One……

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,

  Reply

 16. rajgururk’s avatar

  બહુજ સુન્દર ગઝ્લ ડો.

  Reply

 17. sujata’s avatar

  જો જો ક લ મ ક્યારેક પલાંઠી વાળીને ન બે સે……………

  Reply

 18. ભાવના શુક્લ’s avatar

  સમયની આંખના પલાશવન પ્રજાળીને!!!!
  ……………………………………………….
  પલાશવન ના સતત ખરતા ફુલોની સાથે સરકતી જતી ક્ષણો ની સરખામણી બહુ સરસ બની…

  Reply

 19. kishore modi’s avatar

  તમે ત્રિપદિ લખિ તેથિ ખુબ આન ન્દ થયો ચાલુ રાખજો

  Reply

 20. Abhijeet Pandya’s avatar

  સમયની આંખના પલાશવન પ્રજાળીને,
  કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  ખુબ સરસ વિચારોસભર ગઝલ.

  અભિજિત પંડ્યા.

  Reply

 21. Maheshchandra Naik’s avatar

  સરસ ગઝલ ત્રિપદિ, નવો પ્રયોગ, આનન્દ થયો, અભિનન્દન અને આભાર

  Reply

 22. ashish Golwala’s avatar

  ગનુ સરસ……..અભિનન્દન અને આભાર……………

  Reply

 23. Nirlep Bhatt’s avatar

  have read first time such a gazal…nice one, as always!

  Reply

 24. arvind adalja’s avatar

  આપના બ્લોગની મુલાકાત લીધી. ખૂબજ સુંદર્ અભિનંદન્ વ્યવસાયે ડૉકટર હોવા છતાં સાહિત્ય અને તેમાં પણ કવિતામાં આટલું સુંદર પ્રદાન ખૂબજ અભિનંદનને પાત્ર છે. મચ્યા રહેજો !
  આમતો હું નિવૃત બેંક મેનેજર છું પણ વાંચવાનો શોખ બચપણથી જ હોઈ સુંદર રચનાઓ વાંચવી ખૂબજ ગમે છે. ગુજરાતીમાં wordpress બ્લોગની સુવિધા શરૂ કરતા મને પણ લખવાનું મન થતાં મારો બ્લોગ બનાવી જુદા જુદા વિષયો ઉપર મારાં વિચારો અવાર નવાર મૂકવાના ચાલુ કર્યા છે. આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવ જણાવશો તેવી અપેક્ષા રાખું છું.
  ફરીને એક વાર અભિનંદન !

  આપનો
  અરવિંદ

  Reply

 25. પંચમ શુક્લ’s avatar

  નવો પ્રયોગ ગમ્યો.

  ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

  Reply

 26. Pratik’s avatar

  હિન્દીમાં અને ઉર્દૂમાં ગુલઝાર સાહેબે આ પ્રમાણે ત્રિપદી ગઝલો લખી છે. મને યાદ છે ત્યાં સુધી માત્ર ત્રિપદી ગઝલો નો એમનો એક સંગ્રહ પણ પ્રગટ થયો છે. જગજિતસિંહે એમાંની બે ગઝલો ‘કોઇ બાત ચલે’ નામના આલ્બમમાં ગાઈ પણ છે.

  ખૂબ સુંદર ગઝલો આપવા બદલ આપને અભિનંદન, વિવેકભાઈ !

  Reply

 27. Navaldan Rohadia’s avatar

  ભાવોની આટલી સરળતાથી કરતી તમારી કલા દાદ માગે તેવીછે. ત્રીપદિ રચના પ્રકાર અનોખો લાગ્યો.

  Reply

 28. Pinki’s avatar

  વાહ્……. !!

  સરસ પ્રયોગ

  Reply

 29. Taha Mansuri’s avatar

  ખુબ જ સરસ,
  ડો.સાહેબ આપ આપના મરીઝોને કદાચ શાયરીના ડોઝથી જ ઠીક કરી દેતા હશો.
  ઇશ્વરને એક જ પ્રાર્થના કે આપ લખતા રહો ને હુઁ વાઁચતો રહુ
  શહીદે ગઝલ મેગેઝીનમા “મારી ભીતર” રદીફમા લખાયેલી આપની ગઝલ વાઁચી
  આ વેબસાઇટ પર પોસ્ટ ના કરી હોય તો મિત્રોને તેનો રસાસ્વાદ કરાવવા વિનઁતી.

  Reply

 30. વિવેક’s avatar

  તાહાજી,

  ‘મારી ભીતર’ ગઝલ વાંચવાની આપની આ ઈચ્છા આજે જ પૂરી થઈ જશે… આજે એ જ ગઝલ પોસ્ટ કરવાનો છું…

  Reply

 31. mahesh dalal’s avatar

  દો. વિવેક ભાઈ સર સ રચ ના . આનન્દ થયો.

  Reply

 32. Chetan framewala’s avatar

  કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
  તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને
  સરસ ગઝલ,
  ડૉ. હેમેન શાહ ની થોડી ત્રિપદી ગઝલ માણી છે…
  મજા આવી…..

  અમારા મન ખીલી ગયા ગઝલ આ માણીને.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 33. sneha’s avatar

  ખુબ જ સરસ. અને હા, આજે તમારી લગ્નજીવનની વર્ષગાંઠ પર એક સરસ મુકતક તમને અર્પણ…

  પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
  પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
  વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
  વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !

  તમારું જ તમને….
  ખૂબ ખૂબ હાર્દિક શુભ કામનાઓ.

  Reply

 34. Bina Trivedi’s avatar

  લગ્નજીવનની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ હાર્દિક શુભ કામનાઓ.
  Wish you a Very Happy Wedding Anniversary!

  Reply

 35. ankit trivedi’s avatar

  adbhut tripadi….
  palathi valine pag duki javana vachar ne salam

  Reply

 36. તેજસ શાહ’s avatar

  ઘણી સરસ ગઝલ. મને કુતુહલભર્યો એક સવાલ થાય છે કે આ ત્રિપદી રચના મે પહેલી વાર જોઇ (કદાચ મારુ વાંચન પૂરતું વિસ્તૂત નહી હોયે એટલે). સવાલ ઈ થાય છે કે ત્રિપદી રચના વિશે વાચવા કશે મળે ખરું? ત્રિપદી રચનાના કોઇ ખાસ નિયમો ખરા?

  Reply

 37. વિવેક’s avatar

  ત્રિપદી રચના વિશે કંઈ વાંચવા મળે એવી શક્યતાઓ ઓછી છે. હેમેન શાહ ત્રિપદીઓ ખૂબ કરે છે પણ એ બધી મુક્તકની જેમ સ્વતંત્ર રચનાઓ હોય છે. મેં ત્રિપદી ગઝલ કરી છે એ મને જેમ સૂઝી એમ કરી છે. મેં ત્રીજા પદને રદીફ તરીકે વાપર્યું છે… તમે ત્રણેય પદ સ્વતંત્ર રીતે પણ વાપરી શકો…

  Reply

 38. ketan Pikawala’s avatar

  wow wonderful gazal

  Reply

 39. ketan Pikawala’s avatar

  hu tamane pream karu chhu

  Reply

 40. Rina’s avatar

  ાભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
  કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
  અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.
  Awesome….

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *