ને હા, તું જો આવે તો…

Vaishali by Vivek Tailor
(ઊંબરે ઊભી સાંભળું રે બોલ સાજનના….          …પુષ્કર, રાજસ્થાન)

*

ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ,
રૂનો અવતાર લઈ ઊભો છું દ્વાર થઈ, કાગળ તણી છે બારસાખ.

ને હા, નથી બોર એકે ચાખેલા મારી કને,
નથી કો વીંટી ખોવાયલી;
એકે કટોરો નથી પીધું મેં ઝેર,
નથી વાટ થઈ આંખ પથરાયલી,
અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે, લગરિક વિશેષ નથી સાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
જ્યાં આલિંગનોની તરે હોડી;
હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
સપનાંના અંગારા વાસ્તવની દુનિયાને જો જે કરે ન ક્યાંક ખાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૧૩)

*

Nubra Valley by Vivek Tailor
(લીલી પ્રતીક્ષા….                            …હુદસર, નુબ્રા વેલી, લદાખ)

11 thoughts on “ને હા, તું જો આવે તો…

  1. ને હા, નથી બોર એકે ચાખેલા મારી કને,
    નથી કો વીંટી ખોવાયલી;
    એકે કટોરો નથી પીધું મેં ઝેર,
    નથી વાટ થઈ આંખ પથરાયલી,
    અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે,
    લગરિક વિશેષ નથી સાખ.
    Beautiful. …..

  2. ”ને હા”નો લહેકો સારો છે, પણ હજી કદાચ આ કવિતા વધારે સારી થઈ શકી હોય એવું મને અંગત રીતે લાગે છે. કારણ કે વિવેક ટેલરમાં એ કક્ષા છે… આ કવિતા ઉતાવળથી તો નથી લખાઈ ને?

  3. ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
    જ્યાં આલિંગનોની તરે હોડી;
    હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
    પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
    સપનાંના અંગારા વાસ્તવની દુનિયાને જો જે કરે ન ક્યાંક ખાખ.
    ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

    અદભૂત…..

  4. વિવેકભાઇ,
    ૧૭/૦૮/૨૦૧૩ ના રોજ; લાગણીને કોરાણે મૂકીને બોલવ્યા. અને આવવાની વાત કરૅ એ પહેલાજ પાબન્દીનુ લીસ્ટ. (બન્ને પોસ્ટ સાથે વાચી એટલે સરખામણી થઈ ગઈ)

    અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે.
    જેમની ઉપમાઓ આપી છે, તે બધા અદનાજ હતા, અને જાણીતા થયા. એમા હવે તમારુ નામ જોડાશે.

    સુન્દર ગીત.

  5. ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
    જ્યાં આલિંગનોની તરે હોડી;
    હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
    પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
    🙂

  6. ને હા, નથી બોર એકે ચાખેલા મારી કને,
    નથી કો વીંટી ખોવાયલી;
    એકે કટોરો નથી પીધું મેં ઝેર,
    નથી વાટ થઈ આંખ પથરાયલી,
    અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે, લગરિક વિશેષ નથી સાખ.
    વાહ્……

  7. વાહ..!
    નકાર સાથે સંભાળ… કોઈ તમારા થી શીખે…! જોજે..છલકાય નહિ આંખ…!
    વાહ..બહુ સરસ…

    ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
    જ્યાં આલિંગનોની તરે હોડી;
    હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
    પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
    સપનાંના અંગારા વાસ્તવની દુનિયાને જો જે કરે ન ક્યાંક ખાખ.
    ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

  8. Pingback: શબ્દો છે શ્વાસ મારા · મને પડ્યો નથી કંઈ ફરક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *