શબ્દ અને શ્વાસની સહિયારી સફરના ત્રણ વર્ષ…

Vivek2
(મહુવા અસ્મિતા પર્વ, 2008 ખાતે એક ફોટોગ્રાફર મિત્ર (વ્રજ મિસ્ત્રી)એ કવિ સંમેલન સાંભળતી વેળાએ કચકડે કંડારી લીધેલી આકસ્મિક પળ)

*

શબ્દો છે શ્વાસ મારાગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં. ચોથા વર્ષમાં પ્રવેશતી વેળાએ સહર્ષ રોમાંચ અનુભવી રહ્યો છું. ગુજરાતી ભાષાને પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટાવીને વિશ્વ-ગુર્જરી બનાવવાનું જે સ્વપ્ન વીતેલા ત્રણ વર્ષોમાં જોયું હતું એ સ્વપ્ન હવે સાકાર થતું લાગે છે. શરૂઆતના મુઠ્ઠીભર બ્લૉગર્સની સામે હવે ગણ્યા ગણાય નહીં એટલા ગુજરાતી બ્લૉગર્સ ઇન્ટરનેટના જાળામાં ગુંથાયેલા નજરે ચડે છે. મરણાસન્ન ગુજરાતી ભાષા માટે ઇન્ટરનેટ સંજીવની સાબિત થશે એવો ક્યારેક રમતો મૂકેલો વિચાર સાચો પડતો જણાય છે. આવનારા એક દાયકામાં ઇન્ટરનેટ ગુજરાતી ભાષાનું નવું સરનામું સાબિત થશે એ વાત પણ હવે સિદ્ધ થતી ભાસે છે.

ત્રણ વર્ષોની આ મુસાફરીમાં ૧૧૫ ગઝલ, ૧૦ ગીત, ૧૦ મુક્તક, ૬ બાળગીત, ૧૭ અછાંદસ કાવ્ય અને ૮ હાઈકુ સહિત કુલ્લે ૨૦૯ પોસ્ટ કરી જેના પર ૩૮૧૪ જેટલા પ્રતિભાવ સાંપડ્યા છે. છેલ્લા છ મહિનાથી સાઈટ મીટર શરૂ કર્યું છે એના આંકડાઓએ મને ખાસ્સો આશ્ચર્યચકિત કર્યો. સાઈટ મીટર શરૂ કર્યું એના કુલ ૨૧૧ દિવસોમાં આ વેબસાઈટની મુલાકાત કુલ્લે ૧૪૩૫૬ વાચકોએ પ્રતિદિન ૬૮ની સરેરાશે મુલાકાત લીધી અને કુલ્લે ૩૪૫૪૦ જેટલી ક્લિક્સ પ્રતિદિન ૧૬૩ની સરેરાશે કરી. અઠવાડિયે માત્ર એક જ કવિતા પીરસતી મારી આ વેબસાઈટ પર દર અઠવાડિયે ૪૭૫ જેટલા વાચકો આવે અને ૧૧૪૧ જેટલી કૃતિઓ માણે એનાથી મોટો ચમત્કાર બીજો શો હોઈ શકે? એક કાવ્યસંગ્રહની પાંચસો નકલ વેચાતા ક્યારેક પાંચ-છ વર્ષ થઈ જતા હોય છે એની સરખામણીમાં આ આંકડો તો જાદુઈ લાગે છે!

છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ સામયિકો અને અખબારોમાં પ્રકાશિત કૃતિઓની સંખ્યા લગભગ ૫૪ જેટલી થઈ. આ તમામ પ્રકાશિત રચનાઓને આપે સતત વધાવી એ ઉત્સાહ જ આ સફળતાનું સાચું પીઠબળ છે.
(કક્કાવારી પ્રમાણે સામયિકનું નામ અને વર્ષ 2007-08 દરમિયાન પ્રકાશિત રચનાઓની સંખ્યા)

અખંડ આનંદ (2)
ઑપિનિયન (લંડન) (1)
કવિ (6)
કવિતા (6)
કવિલોક (7)
કાવ્યસૃષ્ટિ (2)
કુમાર (1)
ગઝલ વિશ્વ (3)
ગુજરાત મિત્ર (2)
ગુજરાત સમાચાર (1)
નવનીત સમર્પણ (4)
પરબ (1)
પ્રિયજન (1)
ફીલિંગ્સ (1)
બુદ્ધિપ્રકાશ (3)
મુંબઈ સમાચાર (1)
શબ્દ સૃષ્ટિ (3)
શહીદે ગઝલ (3)
સંવેદન (6)

આ ઉપરાંત વીતેલા ત્રણ વર્ષોમાં ગણી ન શકાય એટલા સહૃદય મિત્રો અને શુભેચ્છકો સાંપડ્યા. આ ગાળામાં કવિતાની વિધાયક ટિપ્પણીઓ સતત મને ઘડતી રહી. વેબસાઈટ શરૂ ન કરી હોત તો કદાચ હું મારી કવિતાનો વિકાસ કદી સાધી શક્યો ન હોત. આ વેબસાઈટે જ મને સતત લખતો અને ખાસ તો સતત વાંચતો રાખ્યો.  અને કદાચ આ વેબસાઈટે જ મને જીવતો રાખ્યો…

…અને હવે સતત જીવતા રહેવાની ઈચ્છા થાય છે…

*

અભિયાનના દિવાળી અંકમાં મારી ઓળખ તબીબ કે કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિતાની વેબસાઈટના સંચાલક તરીકે આપવામાં આવી ત્યારે અહેસાસ થયો કે હવે મારો નવોન્મેષ થઈ ચૂક્યો છે:

Abhiyan_vivek
(‘અભિયાન’- દિવાળી અંક….                                            …નવેમ્બર, ૨૦૦૮)

*

વિવિધ અખબારો ગુજરાતી બ્લૉગ્સની બાકાયદા નોંધ લઈ રહ્યા છે જેની એક નાનકડી ઝલક આ સાથે મૂકી રહ્યો છું.

DNA - blogs & doctors
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…                        …૦૩-૧૦-૨૦૦૮)

*

DNA- Vivek
(DNA, દિવ્ય ભાસ્કરની દૈનિક અંગ્રેજી આવૃત્તિ…        …૧૮-૦૯-૨૦૦૮)

*

Utsav_vivek
(‘ઉત્સવ’… દિવ્યભાસ્કરનો દિપોત્સવી વિશેષાંક…    લેખ: શ્રી હિમાંશુ કિકાણી, ઓક્ટોબર, ૨૦૦૮)

 1. Jayshree’s avatar

  Many Many Happy Returns of the day…
  Heartly Congratulations…

  તારા શબ્દોનો જાદુ તારા વાચકોથી અજાણ્યો નથી જ… એટલે જ ખાત્રીપૂર્વક કહી શકું છું કે તારી આ વેબસાઇટે ફક્ત તને નહીં, અમને પણ એક નવી દુનિયા આપી છે..!

  આજે ફરી પાછું એકવાર યાદ કરાવવાનું મન થાય છે – તારો પ્રથમ ગઝલસંગ્રહ પ્રકાશિત થાય એટલે એના પર તારા ઓટોગ્રાફવાળી બીજી કોપી મારી ! પહેલી યાદગીરીરૂપે પોતાની પાસે રાખવાની છૂટ છે તને 🙂

  Reply

 2. Praful Thar’s avatar

  ડો.શ્રી વિવેકભાઇ,
  ઘણીવાર કહેવાય છે તે વાત સાચી જ છે કે નામ તેવા ગુણ અને અન્ન એવો ઓડકાર…ખરેખર તમારા નામ પ્રમાણે જ વિવેકી ગઝલો વગેરે હોય છે.આ સાથે આપના આ ક્ષેત્રે ત્રણ વર્ષ પુરા કરીને આપ ચોથા વર્ષમાં પ્રવેશ્યા તે બદલ આપ શ્રીને મારા ધન્યવાદ અને આપ આવતા દરેક વર્ષોમાં અવનવું આપતા રહો એવી શુભેચ્છા.
  લી.પ્રફુલ ઠાર

  Reply

 3. Harshad Joshi’s avatar

  abhinandan Vivekbhai

  2009 Ni Kenya thi Shubhkaknao aapne ane aapna sarvene

  Harshad

  Reply

 4. Vijay Shah’s avatar

  અભિનંદન શબ્દ તો જાણે વામણો લાગે છે.
  કામ એવુ સુંદર કરો છે કે વધુ કરો કહેવુ ગમે છે
  કાવ્ય સંગ્રહો વેબ સ્વરુપે તો છે જ્..
  શબ્દ દેહે આવશે તેવી શ્રધ્ધા છે જ્.

  Reply

 5. Bharat Pandya’s avatar

  જોત જોતામા ત્રણ વરસ પસાર થયી ગયા. સમયના અમુક અંતરે વધુ ભાગે ગઝલ અને ક્યારેક કવિતા
  વાચવાની ટેવ પડી ગયી.આવડે તેવા પ્રતિભાવો પણ આપ્યા.તમે કવિતા અને સમર્પણ સુધી પહોચ્યા
  પણ અમને ન ભુલ્યા. આભાર. તમારો ગઝલ્ સન્ગ્રહ પ્રકશિત થતા જરુર ખરીદી લયીશ્ -પ્રિય મિત્ર ભરતને – એમ લખી આપશોને ?

  Reply

 6. Mehul Shrimali’s avatar

  Many Many Happy Returnes Of the Day….keep writing…wish u all the best 4 New Year…

  Reply

 7. Pinki’s avatar

  અભિનંદન.

  ત્રણ વર્ષની આપની સફર ત્રીસ વર્ષ લંબાય તેવી શુભેચ્છાઓ…..!!!!

  મારો દીકરો પણ હવે શીખી ગયો છે
  comments હવે જાતે જ લખશે, ખરું ને ?

  Reply

 8. Dhaval’s avatar

  Congratulations …

  … there are many more things to come !

  Reply

 9. સુનિલ શાહ’s avatar

  તમારા આનંદને હૃદયથી વધાવીએ છીએ..દોસ્ત..!
  ગુજરાતી વેબ જગતમાં તમે આ વેબસાઈટ તથા ‘લયસ્તરો’ દ્વારા કવિતા સાથે નિસ્બત ધરાવતા વાચકો–ભાવકોને આનંદની જે અનુભૂતિ કરાવી છે તેની સહર્ષ નોંધ સાથે સૌ વતી આભાર પ્રગટ કરું છું. ગુજરાતી વેબ જગતને ચોક્કસ દિશા આપી તેને દોડતું..પ્રગતિ કરતું રાખવાના તમારા પ્રયાસોને સલામ છે..!!! અનેક..અનેક શુભેચ્છાઓ.

  Reply

 10. મીના છેડા’s avatar

  પ્રિય મિત્ર,

  તારા દરેક શબ્દો સુગંધમય પ્રગતિ સાધે.

  Reply

 11. ડો.મહેશ રાવલ’s avatar

  વિવેકભાઈ!
  અનેકાનેક અભિનંદન મીત્ર!
  આમ તો હું સાવ સહજ અને સરળ ગણિતમાં માનું છું.તમારી સતર્ક નજરે જે ઝડપ્યું એ આખુ લખાણ નિરાં……તે વાંચ્યું.
  નિષ્કર્ષ એટલો કે, આ તો હજુ શરૂઆત જ છે આપણી આ સહિયારી મજલ તો આગળ ને આગળ વધ્યા જ કરવાની….”શબ્દો છે શ્વાસ મારા” ગુજરાતી રચનાત્મક અભિગમના ઈતિહાસમાં એક સુવર્ણાક્ષરે અંકિત થનારૂં “પાનું” ગણાશે…….
  તમારી ભાષા સમૃધ્ધિ,રચનાઓનું વૈવિધ્ય,ઊંડાણ.અભિરૂચી અને સૌથી ઉપર-ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર પ્રત્યેની સમર્પિતતા અનેક રીતે નોંધનીય રહી છે.
  આજના દિવસની ૩ વર્ષની યાત્રાપર્વતા અને આવતાં દિવસોની શતાયુ યાત્રાપર્વતા માટે સંપૂર્ણ સજાગતા અને કોઇપણ જાતના ઉન્માદવગર – જેવો છું એવા “નિખાલસ”ભાવે હ્ર્દયપૂર્વક વધામણાં અને શુભ ઈચ્છાઓનો ગુલદસ્તો પ્રસ્તુત કરૂં છું.
  શબ્દોરૂપે પ્રવાહિત,પ્રકાશીત અને પ્રજ્વલિત તમારી રચનાઓ ઉપનિષદની ઋચાઓનું ઐશ્વર્ય પામો

  Reply

 12. pragnaju’s avatar

  અજ્ઞાત કવિની પંક્તી યાદ આવે છે…
  વિયોગી હશે પહલા કવિ, આહ થી ઉપજયું હશે ગાન
  નિકળીને નયનોંથી ચુપચાપ,થઈ હશે કવિતા અણજાન!
  કવિ ઔર કવિતાનો મહિમાની ઘણી વાતો કહેવાય છે.કવિતા ના પણ કેટલાય રૂપ બદલાયા. એક વાત તો નક્કી છે કે માનવની અંદર કવિતા પહેલા જન્મી . ગદ્ય પાછળથી . ત્યાર પછી તે લખતા શીખ્યો. પ્રકૃતિની ,નિસર્ગ ની મૂળ ધ્વનિયોંનુ અનુકરણ બન્યુ હશૅ-શબ્દોં નો આધાર, બોલી નો આધાર અને કવિતાનો આધાર.
  ધ્વનિ નો બોધ કરાવવાવાળી ધાતુ કૈ થી કાગડો બન્યો અને કુ -જેનાથી કોયલ બની ! આની સાથે છે સંબંધ કવ્ શબ્દનો-જેનાંથિ જન્મ્યો કવિ. કવ્ નો અર્થ છે સ્તુતિ કરવી . અન્ય અર્થ થયા વર્ણન કરવુ , રચના કરવી, ચિત્રણ કરવું , ચિત્ર બનાવવું વગેરે. ખાસ વાત એ પણ છે કે કવ્ નું મૂળ પણ કુ [કુ+ઈ] જ છે! જેનો મૂલાર્થ છે ધ્વનિ કરવો. હવે કવ્ શબ્દ નો ભાવોં પર વિચાર કરીએ તો વિશુદ્ધ ધ્વનિ થી કવિતા ની યાત્રા સ્પષ્ટ દેખાય છે. કુ માં નિહિત ધ્વનિ થી બની કોયલ ની કુહૂક. સર્વે પશુ-પક્ષિયોં નો ચહચહાહટ પ્રકૃતિ ના સંધિકાલ માં સર્વાધિક હોય છે. માનવે આને પ્રકૃતિ નું ગાન સમજ્યો.
  માનવે તેના વિકાસક્રમ મેં નિસર્ગ નિ શક્તિયોં ઓળખી અને તેને દેવત્વ સાથે જોડ્યું , એની આરાધના શુરૂ કરી -કવ્ અર્થાત સ્તુતિ માની. આ રીતે કવ્ થિ બન્યા કવિ. કવિ ના ગુણોં યુક્ત હોય તેને કહ્યા કાવ્ય અથવા કવિતા. કવિ શબ્દ ના વ્યાપક અર્થ છે. કવિ ને સર્વજ્ઞ, બુદ્ધિમાન, વિચારવાન, પ્રશંનીય, ઋષિ અને અંત માં કાવ્યકાર માન્યા છે.
  મનીષિયોંએ આસપાસ ના સંસાર વિષે જે જાણ્યું તેને કાવ્યાત્મક સંસ્કારોં સાથે પ્રકટ કર્યું. સમ્પૂર્ણ અધ્યયન , મનન – ચિંતન સાથે જે વર્ણન અથવા છંદોબદ્ધ રચના ને કાવ્ય અથવા મહાકાવ્ય કહ્યુ. ચિંતન પણ એકં કાવ્ય જ છે.
  કવિ વિવેકે તો “શબ્દો છે શ્વાસ મારા માન્યું” અને હવે એ સિધ્ધી પર પહોંચ્યા છે કે તેઓ વિચારીને જ કવિતા લખી શકે તેના કરતા સહજ રીતે લખે છે- કુ એટલે ધ્વનિ. કાંઈક સહજ કહેવું તે પણ ધ્વનિ છે
  અને
  કાવ્યને ચિંતનનું માધ્યમ બનાવી કાવ્ય પ્રગટાવી શકે છે.
  અ ભિ નં દ ન

  Reply

 13. chetu’s avatar

  હાર્દિક અભિનંદન વિવેક ભાઇ..! આપ આમ જ પ્રગતિનાઁ શિખરો સર કરતા રહો એવી શુભકામના..!

  Reply

 14. Bhavesh’s avatar

  Congratulation Vivekbhai for compliting three years on internet blog. for last two years i am also your fan and i read your blog regularly in a week. As a Surti i am proud of you. you are doing great job for “Gujarati sahitya”. I pray to god for your ever success and hope you will write some good peoms in comming new year.
  wish you happy new year and all the best.

  Regards,
  Bhavesh Joshi
  Pandesara, Surat

  Reply

 15. Chirag Patel’s avatar

  આપને ખુબ ખુબ વધામણાં… આ માધ્યમ દ્વારા આપ ૩૦૦ વર્ષ સુધિ અચુક જિવન્ત રહેશો અને આપનિ રચનાઓનિ ફોરમ પ્રસરતિ રહેશે.

  Reply

 16. Bina Trivedi’s avatar

  આપ આમ જ પ્રગતિના શિખરો સર કરતા રહો એવી શુભકામના..!
  Many Many Happy Returns of the day…
  Heartly Congratulations… http://binatrivedi.wordpress.com/

  Reply

 17. Raju Yatri’s avatar

  વિવેકભાઈ,
  ગુજરાતી ભાષાને “ગુજરાતી” બનાવવાના આપના આ સફળ પ્રયાસને મારા હાર્દિક અભિનંદન.

  Reply

 18. Nataver Parikh’s avatar

  ગુજરાતિ ભાશ ને ગોરવ અપાવે તેવુ કામ ત્ મે કરો તેનુ ગોરવ .

  Reply

 19. Chetan Framewala’s avatar

  ત્રણ…
  ત્રીસ……….
  ……………………………………
  જય ગુર્જરી……………………………………………………………..

  Reply

 20. Neela’s avatar

  Congrates but belated

  Reply

 21. nilam doshi’s avatar

  વિવેકભાઇ, અભિનંદન..તમે એના હક્કદાર છો. આવતા વરસોમાં વધુ ને વધુ મહોરતા રહો એવી શુભેચ્છાઓ સાથે.

  Reply

 22. manvant’s avatar

  અભિનઁદન !

  Reply

 23. Manish Shah’s avatar

  વિવેકભાઈ,

  ખૂબ ખૂબ અભિનંદન !

  એક જ વાક્ય લખુ છુ કે “સતમ જીવમ શરદ: ”

  મનિષ ગૌદાણા (અ’વાદ)

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *