કવિતા અને કાગળ અને તું અને હું અને વગેરે વગેરે…

Nubra valley by Vivek
(કોરો કાગળ…..     ….એક અને અનંત, નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)

*

અંતહીન બોગદામાંથી જેમ ટ્રેન
એમ
રોજ એક કવિતા
મારામાંથી
ધણધણાવતી પસાર થઈ જાય છે.

રિફિલ ખોવાઈ ગઈ હોય
એવી બોલપેન જેવો હું
અંતહીન બેસી રહું છું
મારો કાગળ લઈને
કોરો…
સા……વ…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૩)

*

a bridge by Vivek Tailor
(ઈશ્વરના સરનામે…..         …પુલ પર બાંધેલી શ્રદ્ધા, લેહ, જુન-૨૦૧૩)

4 thoughts on “કવિતા અને કાગળ અને તું અને હું અને વગેરે વગેરે…

  1. સરસ રચના, થોડા શબ્દોમા મનના ભાવ વ્ય્ક્ત કવિ હદય જ કરી શકે……………………

Leave a Reply to Maheshchandra Naik (Canada) Cancel reply

Your email address will not be published. Required fields are marked *