ગોવા – મારા કેમેરાની આંખે…

એક તરફ વિશાળ પર્વતમાળા અને બીજી તરફ શ્વેત રેતીને ભીંજવ્યા કરતો ભૂરો પારદર્શક સમુદ્ર… પાણીમાં પડતા વાદળના પડછાયાને ચૂમવા વાંકા વળેલા નારિયેળીના વૃક્ષો, માથા પર મંડરાતા સામુદ્રી ગરુડ, ફેણી પીને ‘ટેન’ થવા પડેલા વિદેશીઓ, ઉત્તરની ભીડ અને દક્ષિણની શાંતિ વચ્ચે અદભુત સમતુલન જાળવતો ભારતવર્ષનો સૌથી વધુ લોકપ્રિય સમુદ્રકિનારો એટલે ગોવા… નવેમ્બર, 2008ની શરૂઆતમાં મારા કેમેરાને જડેલી કેટલીક કવિતાઓ…

(ગોવાના વધુ મજેદાર ફોટોગ્રાફ્સની લિન્ક આ પોસ્ટના અંતમાં…!)

PB054115
(આપ અહીં બેસો તો સમયને રોકી દઉં…           …બીટલબાટિમ બીચ)

*

PB054221
(હોડીને દૂર શું, નજીક શું…                      …કોલ્વા બીચ જતાં)

*

PB053959
(…કિ ફઁસાના બન ગઈ હૈ મેરી બાત ચલતે ચલતે…     …ડોના-પાવલા બીચ)

*

PB053963
(ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો…         …ડોના પાવલા બીચ)

*

PB054243
(કાંઠે બંધાણી મારી હોડી વછોડી જા…                    …કોલ્વા બીચ)

*

PB054299
(જિંદગી આમ જ સરતી રહે…..                        ….કોલ્વા બીચ)

*

PB054024
(નેટ પ્રેક્ટિસ….         …કાબરો કલકલિયો, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)

*

PB043751
(ભૂરો ઠસ્સો…            …મેગપાઈ રોબિન, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)

*

PB054176
(દરિયાના સપનાંની કરચો?…..                                       ….)

દરિયાકિનારાનું ગોવા, પર્વતની ટોચ પર જંગલમાં વસેલું ગોવા (વાઈલ્ડરનેસ્ટ હિલ રિસૉર્ટ) અને કર્ણાટકના સમુદ્રની વચ્ચે ટાપુ પર આવેલ દેવબાગ બીચ રિસૉર્ટના ફોટોગ્રાફ્સ આપ અહીં જોઈ શક્શો:

http://vmtailor.spaces.live.com/photos/

સુસ્વાગતમ્ !!

41 comments

 1. Kartik Mistry’s avatar

  એકદમ સરસ!

 2. સુનિલ શાહ’s avatar

  આ પાના પરના તથા લિન્ક પરના ફોટોગ્રાફસ જોયા..દોસ્ત..અહીં પણ કવિ કર્મ સ્પષ્ટ જણાઈ આવે છે..! સુદર તસવીરો બદલ અભિનંદન.

 3. દિનકર ભટ્ટ’s avatar

  સુંદર ફોટોગ્રાફ્સ, ગોવાની મજા કોમ્પ્યુટર પર બેઠા બેઠા માણી અને મેં લિધેલી ગોવાની મુલાકાતની યાદોને તાજી કરી, ખુબ જ સરસ.

 4. pragnaju’s avatar

  વિશ્વના ટુરિસ્ટ ડેસ્ટિનેશનોમાં ગોવા વિશેષ કરીને સુંદર અને ભવ્ય દરિયાકિનારાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીંના દરિયાકિનારાનું સૌંદર્ય મોહક અને અદ્ભુત છે.દાયકાઓથી ગોવા પોતાની વિકૃત છબિનો ભોગ બનતું આવ્યું છે. આજે ગોવાના લોકો માટે એવી છાપ બંધાઈ રહી છે કે તેઓ દરિયાકાંઠે દારૂ ઢીંચીને આળસુની જેમ પડી રહેનારા અને નબળા ચારિત્ર્યના હોય છે. ત્યારે આ તસ્વીરનો અવાજ સાંભળો…
  મધુર સૂરો સ્ંભળાય છે

 5. Manish Shah’s avatar

  વાહ ડોક્ટર ! કમાલ છે.
  શબ્દો અને ચિત્રો નો સમન્વય.
  ખરેખર આપની રચના ઓ ની કદર શબ્દો થી કરવી શક્ય નથી પરંતુ પ્રયાશ કરૂ છુ.

  આપ ખરેખર બહુજ સારુ લખો છો.

  મનિષ શાહ્

 6. Manish Shah’s avatar

  સોરી, એક વાત કહેવાની ભલી ગયૉ,

  છેલ્લી તસ્વીર ખરેખર મનભાવક છે.

  ધન્યવાદ !

  મનિષ શાહ

 7. Harnish Jani’s avatar

  આ ફોટા તમે લેીધા છ્હે? સાહેબ,દાકતરેી બાકતરેી છોડેી દો-મારુઁ માનો-તમે વલ્ર્ડ ક્લાસ ફોતોગ્રાફર છો. તેમાઁ પાછા કવિ છો–આઁતર ઇન્ટરનેશનલ ક્ષેત્રે નામ કમાશો.જે હોય તે પણ ફોટોગ્રાફિ ચાલુ રાખશો

 8. Harnish Jani’s avatar

  આ ફોટા તમે લેીધા છ્હે? સાહેબ,દાકતરેી બાકતરેી છોડેી દો-મારુઁ માનો-તમે વલ્ર્ડ ક્લાસ ફોતોગ્રાફર છો. તેમાઁ પાછા કવિ છો–આઁતર ઇન્ટરનેશનલ ક્ષેત્રે નામ કમાશો.જે હોય તે પણ ફોટોગ્રાફિ ચાલુ રાખશો.ફોટા જોઇને પ્રદ્યુમ્ન તન્ના યાદ આવેી ગયા.

 9. ઊર્મિ’s avatar

  વાહ… અહીં ઈકોનોમી આટલી ડાઉન છે ત્યારે તો ખાસ ઈન્ડિયાની ટિકીટ ખર્ચ્યા વગર જ ઘરે બેઠા બેઠા ગોવા ફરવાનું ઘણું સારું લાગ્યું… આભાર ડોક્ટર… થોડા થોડા વખતે અમને આમ જ બધે ફેરવ્યા કરોને દોસ્ત…! 🙂

  … and amazing GREAT PHOTOGRAPHS… Keep it up !!!

 10. Rajiv’s avatar

  નયનરમ્ય… અને નયન ગમ્ય…!

 11. Kartik Zaveri’s avatar

  માનનિય વિવેકભાઇ,
  ખુબ સરસ ફોટોગ્રાફસ…..

 12. amit’s avatar

  સુંદર…

 13. ડો.મહેશ રાવલ’s avatar

  સુંદર,બોલતી તસ્વીરો- ખૂબ જ ગમ્યા બધા જ ફોટોગ્રાફસ્- અભિનંદન વિવેકભાઈ!
  તમારા બધા જ શોખ,ઈશ્વર આમ જ જીવંત રાખે……!

 14. Mansuri Taha’s avatar

  ઘણાઁ જ સરસ.
  ડો.સાહેબ આપ તો ઓલરાઊન્ડર છો યાર.

 15. kiritsinh Zala’s avatar

  કેમ છો સાહેબ મજામાં,
  આપના ગોવાના ફોટા જોઈને આનંદ થયો આપની રચનાઓ હું અવાર નવાર વાંચુ છું ઘણો આનંદ મળે છે બે કારણ છે તેના.
  એક તો આજના સમયમાં જ્યાંરે લોકો પાસે વાંચન માટે સાહિત્ય જ પુરતા પ્રમાણમાં નથી જે આપ તથા નેટના માધ્યમથી રસ ધરાવતા અમારા જેવા લોકોને મળી રહે છે
  તેમજ બીજુ એ કે જ્યારે (હું માનું છું ત્યાં સુધી) આજના સમયમાં ગુજરાતી ભાષા લોકોના દિલો દિમાગમાંથી (ખાસ કરીને ગુજરાતી હોવા છતાં વિદેશમાં રહીને ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે તે લોકોએ ખરા અર્થમાં પ્રયત્ન કરવા જોઈએ) પરંતુ તે લોકો જ ગુજરાતી બોલતા સરમાય છે.
  બસ આશા છે કે આપ આ રીતકે અમ જેવા લોકોને યાદ રાખો હું તો મારા મેઈલ ઉપરથી બીજા ગુજરાતીઓને આપણી ભાષાનો વ્યાપ વધે તે માટે પ્રયત્ન કરી રહ્યો છું મને ગુજરાતી હોવાનું ગૌરવ છે.

 16. sanjay pandya’s avatar

  બહોત ખૂબ વિવેકભાઈ!દરેક ફ્રેમમાં કવિતા ….

 17. SURESH LALAN’s avatar

  બોલતી તસ્વીરો ! ગોવા દર્શન કરાવવા બદલ આભાર.

 18. ishan-indravadan’s avatar

  હલો વિવેક,

  યાર ખરેખર મજા ના ચિત્ લાગે ગુજરાતી લખતા વાર લાગે

 19. Pinki’s avatar

  gr8……..
  enjoyed goa trip thru snaps !!

  શબ્દોને આંખ આવી… ?!! I mean,
  કલમ ને કેમેરા પર એકસરખી હથોટી ……!!

 20. Ketan Shah’s avatar

  Photography અને Poetry નો અદ્દભુત સંગમ.

  પીંકીબહેને perfect લખ્યુ છે – શબ્દોને આંખ આવી…!!!!!!!!

 21. Dr.Prashant K. Naik’s avatar

  Vivek. One thing is for sure. You are lucky to have a second profession as an Ace Photographer. National Geography might hire you with Royalty. The pen is mightier than the sword but here your lens is classier than thousand words said or written. Brilliant execution. Keep it up and thanks for this visual treat.

 22. bakulesh desai’s avatar

  WOW !! GHER BETHAAN g o a ?? SEEMED LIKE MYSELF TAKING STROLLS ON THE BEACH…. WATCHING NICE SCENERIES….BECOMING THE PART OF THE SCENE !! THNX 4 THE FAVOUR !!

  YOU KNO harhad chandarana of amreli has written a lot of poems about goa…..?

 23. satish’s avatar

  સરસ્ શબ્દ્ઓ સુન્દર્ & great photos keep it up proud of being on your mail list,could not type words in gujrati

 24. હિમાંશુ કીકાણી’s avatar

  ગોવાનો મારો પ્રવાસ ફરી એકદમ તાજો કરાવી દીધો! આભાર!

 25. Neela’s avatar

  વર્ષો પહેલા ગોવા ગયા હતા યાદ તાજી થઈ.

 26. Mukund Desai 'MADAD'’s avatar

  સરસ

 27. PARSHURAM CHAUHAN’s avatar

  વ્હાલા વિવેકભાઈ,
  હું આપનો ખૂબ ખૂબ આભારી છું. આપ હંમેશા સરસ સરસ મેઈલ મોક્લાવતા રહો છો.
  આપના ફોટૉ ઘણા સુંદર છે. તમે બહુમુખી પ્રતિભા ધરાવો છો.દાક્તર , કવિ, અને છબિકાર પણ !!

 28. BUTABHAI  PATEL’s avatar

  સરસ

 29. Lata Hirani’s avatar

  કવિતા જેવા જ મનભર ફોટોગ્રાફ્સ..

 30. Shailya’s avatar

  Vivekbhai… excellent photographs… hats off to u…

 31. rajesh mody’s avatar

  ત્મારો પ્રયત્ન ખરેખર આભર ને લાયક ચે. ખબર નથિ પદતિ કે તમને કય શબદો થિ વધવવા. આ તુતિફુતિ ગુજરતિ પન બનગઊર મા ગોવા જેવિ મજા આપે
  god bless u

 32. Saurabh’s avatar

  I just been to some Europian countries………..still i missing something.But Goa is 100% satisfy by nice snaps.
  Thanks.

 33. jignesh’s avatar

  SO NICE BEAUTY PHOTOS

  SIR,
  YOU R A GOOD DOCTOR, GOOD POET & NICE PHOTOGRAFER TOO.

  FROM _ _ JIGU & KHU.

 34. urvashi parekh’s avatar

  વિવેકભાઇ,
  ખુબ જ સુન્દર,ફોટા અને સાથે ના શબ્દો પણ વધુ સુન્દર,
  બે મા થી વધારે શુઁ ગમ્યુ તે કહિ જ ન શકાય.
  ખ્સ્રેખર બહુ જ સરસ…
  આભાર..

 35. Maheshchandra Naik’s avatar

  સરસ ફોટોગ્રાફ્સ અને ક્લિપ પન ખુબ ગમિ તમારા પત્નિ નસિબદાર છે તમે જિવન્ત્ મળ્યા છો ખુબ આભાર

 36. Prabhulal Tataria’s avatar

  શ્રી વિવેક્ભાઇ
  આપનો આ મેઇલ ખરેખર માણવા લાયક છે.હું પણ પિંકીબેનના શબ્દો સાથે સહમત થાઉ છું કવિતાને શબ્દોથી વ્યક્ત ન કરવી હોય તો ફકત તસ્વિરો મુકો તો તમે ભલે સાક્ષર ન હો પણ ઋજુ હ્ર્દયના હો તો તસ્વિર ખુદ બ ખુદ તમને વગર શબ્દે ઘણું કહી જાય.
  મારો પુત્ર પિયુષ આઇ.બી.એમ.માં આ.ટી.કનસલટન્ટ્ તેથી તેણે ભારતના વિવિધ શહેરોનો પ્રવાસ કરવો પડે છે. તેથી તે એક વખત ગોવા ગયેલ પાછા આવ્યા બાદ મને કહ્યું પપ્પા એક વાર ગોવાનો પ્ર્વાસ જરૂર કરવો જોઇએઈક વેકેશનમાં આપણે જરૂર જઇશું.તમને એ પ્રવાસ સદા યાદ રહેશે.
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 37. દેવ’s avatar

  પ્રિય મિત્ર વિવેકભાઈ,

  એક માણસ પોતાના કામની સાથે પોતાના શોખને કેવી રીતે સંભાળીને સંવારી શકે છે. તે મને તમારી પાસેથી શીખવા મળ્યું છે હુ તમને બે વર્ષથી ઈન્ટરનેટ દ્વારા ઓળખું છું. અને, દરેક વખતે વિચારતો કે આ માણસ એકસાથે આટલું કેવી રીતે કરી શકે છે.હા, સવાલનો જવાબ તો મારે જાણવો છે. તમારા ફોટો પણ જોયા, ખુબ સુંદર. બસ, વધારે કંઈ ન લખતાં નવા વર્ષની શુભેચ્છા સાથે ઈશ્વર તમને વધુ શક્તિ અને સમય આપે તેવી પ્રાર્થના..

  દેવ મેવાડા….

 38. utsav raval’s avatar

  THIS PICTURE IS VERY BEAUTIFUL AND VERY NICE.

  I LIKE YOUR POEM & ALL OF YOU.

  PLEASE SEND ME MAIL.

  PLEASE SEND ME YOUR WEBSITE.

  I HEAR YOU IN TAHUKO.COM ALWAYS.

  YOUR FANS,
  UTSAV RAVAL
  MANAVADAR.

 39. bhaveshmehta’s avatar

  very nice. i fil im at now in goa. u got a good job. photos are beautiful.

Comments are now closed.