લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?
આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.
મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.
આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?
હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.
ડૉ. વિવેક મનહર ટેલર
-
આ ખુબ જ સુંદર અને સરળ ગઝલ છે. શ્રી વિવેક ભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શ્રી વિવેકભાઈ બીજું આપને એ જણાવવાનું કે આપે મારી સાઈટની જે લીન્ક આપના પેજ પર મૂકી છે તેમાં જરા સુધારો કરી તેની જગ્યાએ નીચે ની લીન્ક મુકશો જેથી વાચકોને મુળ સાઈટ નો ખ્યાલ આવે.
http://www.readgujarati.comધન્યવાદ.
-
DR.VIVEK ne abhinandan tem ni aa rachna mate…
EVU TO KEM MANIYE AA SADA SHE”rR CHHE>
AA SHE”R MA PAN CHHUPAI KHUDA NI MAHER CHHE. -
ઍ ચડે નજરે ને દિલમા હાસ થાય.
શુ રચના છે.
-
simple. . beautiful. . superb. .
-
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!! -
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!! -
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!! -
આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.નરેશ કે.ડોડીયા

9 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/26/trackback