તમારો હાથ

Leh Monastery by Vivek
(ઠીકસે મોનાસ્ટેરી….                                …લદાખ, જુન-૨૦૧૩)

*

મને ખબર છે,
હું તો તારી સૉલ-મેટ નથી જ –
-એણે કહ્યું
એ વેળાએ
તમારો હાથ
એના ભરાવદાર સ્તન પર લીલું-લીલું ફરતો હતો.
એ હાથ ત્યાં જ રહી ગયો…
પથારીમાંનું એસ્કેલેટર ચાલુ થઈ ગયું
એના પર થઈને
તમે સીધા નીચેના માળે આવી ગયા.
જાત-જાતની વસ્તુઓ અહીં ડિસ્પ્લે પર હતી,
વધારે રોકાઈએ તો વિન્ડૉ શૉપિંગ થઈ જાય એવી.
પણ તમારું તો ટાર્ગેટ નક્કી હતું.
તમે સાવ નીચે ઊતરી આવ્યા.
સેકન્ડ્સનું સેલ લાગ્યું હતું.
તમે કંઈક શોધવા લાગ્યા.
કઈ આશાએ એ તો તમનેય ખબર નહોતી.
પણ કંઈ જડી આવે
અને તમે પાકીટ કાઢવા ખિસ્સામાં હાથ નાંખો
એ પહેલાં જ તમને યાદ આવ્યું-
– તમારો હાથ તો
તમે ઉપર પલંગમાં જ ભૂલી આવ્યા છો.

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૩)

*

Nubra Valley by Vivek
(નુબ્રા વેલી….                                         …લદાખ, જુન-૨૦૧૩)

 1. purvi’s avatar

  નુબ્રા વેલી……એ ક્યાં આવી વિવેકજી?

 2. વિવેક’s avatar

  @ પૂર્વી:
  નુબ્રા વેલી ‘લદાખ’ વિસ્તારમાં (રાજ્ય: જમ્મુ અને કાશ્મીર)

 3. V.S.Dave’s avatar

  Bul Shit poem….

  Absolutely Senseless and vulgar.

  What do you want to convey by this poem?

 4. રાધિકા કે પટેલ’s avatar

  ખુબ સરસ ક્લ્પ્ના વિહાર કરાવ્યો

 5. વિવેક’s avatar

  @ વી.એસ. દવે:
  હું આ કવિતા દ્વારા શું કહેવા ઇચ્છું છું એ જરૂર જણાવીશ.. આપ જણાવશો કે આપને આમાં વલ્ગર શું લાગ્યું?

 6. ચેતના ભટ્ટ’s avatar

  અઘરું…સમજાવો પ્લીઝ

 7. Chirag’s avatar

  સ્તબ્ધ કરી દે એવી રચના…

  પાશ્ચાત્ય ચમત્કૃતિ અને પૌર્વાત્ય લાલિત્યનો સરસ સન્ગમ

 8. nayana’s avatar

  વિવેક્ ભાઇ ખુબ જ સુદર ચિત્રો નુબ્રાવેલિ અને લેહ લદાખ ના.સાથે કવિતા દિલ ખુશ ફ્રરિથિ એ મોનેસ્ત્રિ મા અને વેલિમા ફરવાનુ મન થાય.

Reply

Your email address will not be published. Required fields are marked *