છ હાઈકુ

Vivek's GarmaLo
(પીળું સ્મિત…                  …ગરમાળો, મે, ૨૦૧૦)

* * *

સૂર્ય વીંઝતો
કોરડો, ગરમાળો
પીળુંક હાસ !

*

ફાગણ જેવી
આવી તું ને હું ફાટ્યો
કેસૂડા સમ.

*

ભરઉનાળે
ચોમાસું : મારા હોઠે
તારાં ચુંબન !

*

મરણ પણ
મરણને શરણ :
તારું સ્મરણ !

*

કવિતા : મૌન
કવિતા : શબ્દ અને
કવિતા : શૂન્ય

*

બેડરૂમમાં
હું છું, તું છે. આપણે ?
કે બસ ટી.વી. ?

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૩)

* * *

Vivek's Dubai at night
(ઇન ઉમ્ર સે લંબી સડકોં કો…                …દુબઈ, રાત્રિ, નવે, ૨૦૧૨)

 1. Maheshchandra Naik’s avatar

  મરણનુ સ્મરણ જ રહે, બધા હાયકુ અર્થમય બની રહે છે…………………..

  Reply

 2. urvashi parekh’s avatar

  ખુબ જ સરસ.
  કવીતા મૌન્,શબ્દ અને શુન્ય.
  બેડરૂમ માં, અને મરણ વાળી વાત સરસ.

  Reply

 3. Rina’s avatar

  Beautiful. …

  Reply

 4. મીના છેડા’s avatar

  🙂 અર્થપૂર્ણ

  Reply

 5. Kanchanbhai Patel’s avatar

  ખુબ જ સરસ.

  ફાગણ જેવી
  આવી તું ને હું ફાટ્યો
  કેસૂડા સમ.

  મરણ પણ
  મરણને શરણ :
  તારું સ્મરણ

  Reply

 6. NH PATEL’s avatar

  Fagan jevi aavi tu ne hu fatyo kesuda sam….sunder prastuti.
  fagan ane kesuda nu rupaknu sunder saiyojan….dhanyavad

  Reply

 7. Gujaratilexicon’s avatar

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”શબ્દો છે શ્વાસ મારા” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Reply

 8. Gujaratilexicon’s avatar

  આદરણીય શ્રી,

  આપના ત્વરિત પ્રતિભાવ બદલ અને આપે આપના બ્લોગ ઉપર ગુજરાતીલેક્સિકોનનો લિંક મૂકી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ.
  -આભાર અને ધન્યવાદ
  ગુજરાતીલેક્સિકોન ટીમ

  Reply

 9. Rajni bosmiya’s avatar

  बहौत बढिया ।

  Reply

 10. viral lekhadia’s avatar

  ખુબ સુન્દર્

  Reply

 11. મયુર ’અભણ’’s avatar

  હખુબ જ સુંદર હાઇકુ

  કેટ્લાક હાઇકું મે પણ લખ્યા છે
  બ્લોગ પર પધારવા આમંત્રણ છે

  http://www.aagaman.wordpress.com

  Reply

 12. harsha’s avatar

  ખુબ સરસ સર,
  અમારા જેવા માટે પ્રેરણા દાયક છે…

  પ્રખર ગ્રીષ્મ
  આગમન જ્યાં તારુ
  ગુલમહોર

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *