આવો

P1273177
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ….            ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.

ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.

થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.

આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.

અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૮)

છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)

આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)

(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3’ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)

33 thoughts on “આવો

  1. સરસ

    થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
    કદી એ આંસુની સૂની અટારીએ આવો.

    આ ગમ}

  2. આખી જ ગઝલ ગમી જાય એવી છે… પણ મક્તાનો શેર તો.. વાહ… વાહ…

    તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
    અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.

    અને હા, ટહુકો પર આ ગઝલ સાથે બીજું એક બોનસ પણ રાહ જુએ છે તમારા ચાહકોની… આજ ગઝલ તમારા પોતાના અવાજમાં. 🙂

  3. જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
    જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

    સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
    પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

    ખૂબ સુંદર..

  4. થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
    કદી એ આંસુની સૂની અટારીએ આવો.

    ક્યાં બાત હૈ! સુંદર શે’ર છે..મન ભાવક,દિલ ભાવક…

  5. સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
    પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

    તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
    અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
    ખૂબ મઝાની પંક્તીઓ

  6. નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
    ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.

    ખુબ સરસ ….. આવનાર નુતન વર્ષ ને એડ્વાન્સ મા વધાવવાનુ આહ્વાન જાણે કે….

  7. સીગલ એ જ વાબગલી?

    વીચારબીજ ગમ્યુઁ. જો પાઁખો ઓછી પ્રસારો તો ઉડવાની સાચે જ વધુવાર મઝા માણી શકાય.

  8. મને લાગે છે આ પંક્તિમાં……આવો- વધુ ઓગળીને ખુલ્લું થયું છે…!
    અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
    ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
    -સરવાળે,સુંદર ગઝલથઈ છે.અભિનંદન મીત્ર!

  9. અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
    ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

    સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
    પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

    કયા બાત હૈ !બહુત બઢીયા બાત કહી હૈ આપને !

  10. “નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
    ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.”

    ખુબ જ સરસ. લખતા રહો ને અમને પીરસતા રહો!

  11. ખૂબ સુંદર ગઝલ
    બધા જ શેર સરસ થયા છે
    અભિનંદન, વિવેકભાઇ
    જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

  12. અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
    ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

    સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
    પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

    સુંદર ગઝલ… હવે બરાબર જામી છે… મને તો ઘણા વખતે એક નવા જ છંદમાં કોઈ ગઝલ મળી એટલે એ રીતે માણવાનું વધુ ગમ્યું.

  13. ખુબ સરસ ખાસ અભિનન્દન્
    ઉતમોતમ કાર્ય
    રચના ખુબ સરસ

  14. અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
    ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
    ……………………………………………
    “આવો” કહેતા જે કોમળ ઊર્મીઓ ધબકી જાય વિરાટ સાથે કશુ તાદામ્ય સાંધવા તેને શબ્દદેહ આપતો આ શેર તો બસ આહ!! અને વાહ!!!!

  15. JARA PANKHNE OCHHI PRASARIE
    JAGATNO VYAP E RITE VADHARIE, AAVO
    SMARAN CHHUPAYA CHE BE-CHAR MANNAKATARIYE
    PADE JO MEL TO SATHE UTARIE AAVO
    It is REALITY nicely presented Dr. Vivekbhai, and message for the presentday to be have SATISFECTION at one level for whatever you have. I red the newspaper Gujaratmitra Sunday edition and conveyed to you my feelings for MUSHAYAARO you enjoyed, GREAT!!!!!!!!!!!!!!!!!!!!

  16. સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
    પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો

    Its really great to read Gazals
    fine Dr Snehi Shri Vivekbhai

    with warm regards
    ca vinod gundarwala

  17. જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
    જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

    પાંખનો અર્થ અહં કરીએ તો ‘આ મારું’ અને ‘આ હું’ એવું ઓછું કરતાં જતાં ‘આ બધું આપણું’ અને ‘આ બધા મારા જ સ્વરૂપ’ એવો સુંદર ભાવાર્થ બીજી પંક્તિથી નીકળે … અને એ રીતે વ્યક્તિત્વનો વ્યાપ વધારી અનુભૂતિની દુનિયામાં પગ માંડી શકાય … એ વાત સ્પર્શી ગઈ. સુંદર.

  18. આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
    કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.

    પીળચટ્ટી પ્રતીક્ષા – પ્રતીક્ષા શબ્દ પોતે જ અસહ્ય ભાવ પ્રગટાવે છે… પણ પીળચટ્ટી શબ્દ આપીને અહીં જે રીતે પ્રતીક્ષા શબ્દને મલાવીને રજૂ કર્યો છે એ કમાલ છે.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *