દુર્ભેદ્ય ગઢનો પહેલો કાંગરો…

P1011405
(શ્વેત સમુદ્ર….               ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…

Parab - Paani Bharel Vaadalo
(‘પરબ’, ઑગસ્ટ, 2008…..                        ….તંત્રી: શ્રી યોગેશ જોષી)

*

(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

 1. Chetan Framewala’s avatar

  પરબ કોઈ તરસ્યાને પ્યાસો ના રાખિ શકે.

  જય ગુર્જરિ,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 2. Uttam Gajjar’s avatar

  પરબ મળતાં જ આ ગઝલ વાંચી ત્યારે જ હું ખુશ થયેલો. ખુબ ઝીણી વાત તમે બોલકા બન્યા વીના પ્રતીકોથી જ ગુંથી છે..

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાનો દેહ ન ત્યાગી શકી હવા.

  કેવી નજાકતથી પણ કેટલી ઉંડી સંવેદના પ્રગટ થઈ છે આ શેરમાં !

  અને નાજુક અને મર્મવેધી ગઝલ વીશે–

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયાઃ શું–શું ઉપાડવા ?

  વાહ, વાહ ! ગઝલ સ્વીકારી ‘પરબ’ ધન્ય થયું. ..ઉ.મ..

  Reply

 3. પંચમ શુક્લ’s avatar

  અદકેરાં અભિનંદન, વિવેકભાઈ.

  ઢગલોક સાભાર પરતના પત્રોથી ડગ્યાં વિના યાત્રા ચાલુ રાખવાની ધીરજ તમને ફળી.

  ઔપચારિક રીતે તમે હવે ગુજરાતી સાહિત્ય પરિષદ માન્ય પ્રશિષ્ટ કવિ/ગઝલકાર બની ગયાં.

  હવે વાચકો તમારી પાસે ઊઁચી આશા રાખી આવશે એટલે આ યાત્રાની મજા ચાલુ જ રહેશે….

  Reply

 4. Nirlep Bhatt’s avatar

  congrets…Vivekbhai..you have always maintained quality (both meaning-wise & classically) in your gazals, it’s really worth noting.

  Reply

 5. Bharat Pandya’s avatar

  તમે લખો છો ઃ-
  આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.

  આ એક ગઝલ એક કરતા વધુ સમાયિકોમા પ્રગટ કેવી રીતે થઇ ?
  મને લાગે છે તમે તમારી ગઝલો આ બધા માં પ્રગટ થઇ છે એમ કેહવા માગો છો.

  આ ગઝલ માટે તમને પહેલ જ અભિનંદન આપી દીથા છે.

  ભરત પંડ્યા.
  ભાવનગર.

  Reply

 6. સુનીલ શાહ’s avatar

  આનંદ….આનંદ. અભિનંદન.

  Reply

 7. Mukund Desai

  ખુબ ખુબ અભિનન્દન મારા તમને !

  Reply

 8. pragnaju’s avatar

  ધન્યવાદ
  સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો છતાં અનેકોની જેમ હતાશ થયા વગર
  દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો ખેરવવા માટે…
  આનંદ- જાણે અમે જ ગઢ જીત્યા રે….
  હંમણા તો ચલો ગુજરાતમાંથી થોડો સમય કાઢી આટલું જ્

  Reply

 9. chetu’s avatar

  અભિનન્દન્..

  Reply

 10. હેમંત પુણેકર’s avatar

  અભિનંદન વિવેકભાઈ!

  Reply

 11. વિવેક’s avatar

  પ્રિય ભરતભાઈ,

  મેં જે કહ્યું છે તે જ હું કહેવા માંગું છું. આ જ ગઝલ ઉપર જણાવેલા તમામ સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી છે… જે જે સામયિકના નામ ઉપર પોસ્ટમાં મૂક્યા છે એબધા જ નામ સાથે હાયપર લિંક આપી છે એટલે તમે નવનીત સમર્પણ પર ક્લિક કરશો તો નવનીત સમર્પણમાં છપાયેલી આ જ ગઝલ આ બ્લૉગ પર અગાઉ મૂકી હતી તે જોઈ શક્શો કે ગઝલે સુરત પર ક્લિક કરતાં જ તમને ગઝલે સુરતમાં પ્રકાશિત આ ગઝલ જોવા મળશે…

  તમામ સામયિકોના નામ ગણવા જાઉં તો છેલ્લા પોણા બે વર્ષમાં (જ્યારથી ગઝલો પ્રકાશનાર્થે મોકલવાની શરૂ કરી ત્યારથી) તો લગભગ અઢાર જેટલા સામયિકો-પુસ્તિકાઓ (‘કવિતા’, ‘કુમાર’, ‘નવનીત સમર્પણ’, ‘અખંડઆનંદ’, ‘પરબ’, ‘કવિ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલવિશ્વ’, ‘કવિલોક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘સંવેદન’, ‘શહીદે ગઝલ’, ‘શબ્દ સૃષ્ટિ’, ‘પ્રિયજન’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા સામયિકો, ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાત મિત્ર’ વગેરે દૈનિકો અને ‘ગઝલે સુરત’ પુસ્તિકા) માં કુલ્લે તેંતાળીસ જેટલી રચનાઓ પ્રગટ થઈ છે. આ પોસ્ટમાં શીર્ષક પછીની તરતની પંક્તિમાં ‘પ્રકાશિત રચના’ લખ્યું છે એના પર ક્લિક કરવાથી આ બધી કૃતિઓ જોઈ શકાશે.

  શુભેચ્છા પાઠવનાર સહુ મિત્રોનો આભાર…

  Reply

 12. એક વાચક’s avatar

  ભરતભાઈ કદાચ એમ કહેવા માગે છે કે મોટા ભાગના સામાયિકો અપ્રકાશિત રચના જ સ્વીકારે છે. સામાયિકના આગળ કે પાછળના પૂંઠા પાછળ આવો નિયમ લખ્યો હોય છે (અમારા જમાનામાં તો આવું હતું). આ નિયમ કવિ અને લેખકોએ નૈતિક રીતે જાળવવાનો હોય છે. જાણ થયે, નિયમનો ભંગ કરનાર કવિ કે લેખકની નવી રચનઓ લેવાનું તંત્રી બંધ પણ કરી શકે. જોકે આવા નિયમો ગુજરાતમાં કે ગુજરાતી સામાયિકોમાં હવે કેટલે અંશે પળાય છે એ ખબર નથી.

  Reply

 13. ડો.મહેશ રાવલ’s avatar

  સહુ પ્રથમ તો, વિવેકભાઈને એક અર્થપૂર્ણ -સુંદર ગઝલ માટે અભિનંદન….
  રચના,ક્યાં અને કેટલી પ્રકાશીત થઈ એ રચના કે કવિ એકેયની ગુણવત્તાના માપદંડનું સીમાચિહ્ન ન હોઈ શકે !
  રચના કોઇપણ સ્વરૂપે પ્રસ્તુત થાય, એ કોઇના પુરસ્કાર કે પ્રતિપાદનની ઓશિયાળી નથી હોતી…..હા,લાગણીની વાત હોય એટલે ભાવક,વાચક પાસેથી લાગણીશીલતાની -અપેક્ષા, અસ્થાને ન
  ગણાય !!!
  રચનાકારે, રચનાના સર્વાંગ સૌંદર્યનિખારને જ પ્રાધાન્ય આપવું જોઇએ-મારૂં અંગતરીતે એવું માનવું છે.
  એ પણ એટલું જ સાચું છે કે,યોગ્ય રચનાને યોગ્ય પ્રોત્સાહન મળે,તો રચનાકાર અને રચના બન્ને નિખરતાં રહે છે…!એક ગઝલકાર તરીકે મેં પણ એ અનેકવખત અનુભવેલી વાસ્તવિક્તા છે !!!!

  Reply

 14. વિવેક’s avatar

  પ્રિય ‘એક વાચક’,

  આપની વાત સોળ આની સાચી છે. બધાં નહીં, પણ ઘણાં-ખરાં સામયિકોમાં આજની તારીખે પણ એક નિયમ આવો લખેલો હોય છે કે અન્યત્ર પ્રકાશિત રચના પ્રકાશન માટે મોકલવી નહીં. છતાં એ હકીકત છે કે મોટાભાગના તંત્રીઓ બીજા સામયિકો તરફ તંદુરસ્ત દૃષ્ટિપાત પણ કરતા નથી.

  ‘એક રચના એક જ સામયિક’વાળા નિયમનું નૈતિક પાલન મારે પણ કરવું જ જોઈએ પણ એમ કરવા જતાં જે સમસ્યાઓ નડે છે એ જણાવવું મને યોગ્ય લાગે છે:

  1) જે પંદર સોળ સામયિકોમાં હું અવારનવાર મારી કૃતિઓ પ્રકાશનાર્થે મોકલાવું છું એ તમામમાં મોકલાવેલ રચનાઓની યાદી બનાવવી પડે, સાચવવી પડે અને દર વખતે એ યાદીમાં જોતા રહેવું પડે કે કઈ રચના ક્યારે કયા સામયિકમાં મોકલાવી હતી. છ-સાતવાર બધા સામયિકોમાં બબ્બે રચનાઓ મોકલાવાય જાય એટલે વરસે દહાડે આ યાદી બસો (16 X 2 X 7=224) જેટલી કૃતિઓથી છલકાઈ જાય અને પછી જે સમયનો ભોગ આ વિશ્લેષણ પાછળ આપવો પડે અને જે માનસિક ત્રાસ થાય એ…

  2) મોટાભાગના સામયિક તમારી રચના સ્વીકૃતિની જાણ કર્યા બાદ આરામથી છ-આઠ મહિના પછી અને ક્યારેક તો વરસેક પછી તમારી રચના છાપે. ક્યારેક ભૂલી પણ જાય… એ રચના છપાય ત્યાં સુધીમાં કવિનો પોતાનો તાજા જન્મેલા શિશુ તરફનો જે પહેલો પ્રેમભાવ હોય એ મોળો પડી ગયો હોય એવું પણ બને…

  3) કેટલાક સામયિકમાં રચના સ્વીકૃતિની જાણ જવાબી પૉસ્ટકાર્ડ મોકલવા છતાં નથી કરી શકાતી. સીધી તમારી રચના જ છપાયેલી જોવા મળે છે. કેટલાક તંત્રી રચના છાપતાં પણ નથી અને અસ્વીકૃતિની જાણ પણ કરતાં નથી. પ્રતીક્ષાથી થાકીને વિનયપૂર્વક ટકોર કરીએ ત્યારે તેઓ ખૂબ જ ખરાબ રીતે છેડાઈ જાય છે અને આપણી ત્યાર પછીની તમામ રચનાઓનું ભવિષ્ય પણ નકી થઈ જાય છે. જે રચનાઓ વિશે તમને કદી જવાબ જ ન મળે એમનું શું કરવું?

  4) દરેક વાચક દરેક સામયિક મંગાવતો નથી. કવિએ પોતાની રચના બૃહદ્ વર્ગ સુધી પહોંચાડવી હોય ત્યારે આ એક રચના-એક સામયિકવાળી વાત કેટલે અંશે સાચી?

  5) છપાયેલી કૃતિ માટે બે-ત્રણ સામયિકોને બાદ કરતાં કોઈ કરતાં કોઈ સંપાદક એક કાવડિયું પણ પુરસ્કાર પેટે પકડાવતાં નથી. જે લોકો પુર્સ્કાર આપે છે એ પણ પચ્ચીસ-પચાસ રૂપિયાથી વધુ નથી હોતો. મારે ત્યાં મનીઑર્ડર આપવા આવનાર ટપાલી પણ ટકોર કરી ગયો હતો કે સાહેબ, આટલી મોટી હૉસ્પિટલ ચલાવો છો અને આ પચ્ચીસ રૂપિયાનો પુરસ્કાર? જે લોકો પુરસ્કાર (યોગ્ય અથવા અયોગ્ય માત્રામાં) જ આપતા નથી એ લોકો કેવી રીતે નીતિ-નિયમો ઘડી શકે?

  6) પંદર સામયિકો માટે અલગ-અલગ રચના પસંદ કરી વારાફરતી પ્રિંટ-આઉટ કાઢવું, બધાની યાદી રાખવી અને એક રચના ફરીથી એ જ સામયિકમાં ન મોકલાવાય જાય એની ચીવટ મેં શરૂઆતમાં છ-આઠ મહિના સુધી રાખી હતી. પણ બે રચના પસંદ કરી એના પંદર પ્રિંટ-આઉટ્સનો ઑર્ડર આપી દર્દી તપાસવા બેસી જવાની પદ્ધતિ એટલી સરળ અને શિરદર્દવિહીન લાગે છે કે…

  Reply

 15. bharat pandya’s avatar

  ઍક સામયિક્માથી પછી આવે પછી બીજામા મોકલી શકાય પણ આમ
  જુદા જુદા સામયીક મા એક્ની એક ગઝલ છપાવશો અને તે સામ. ને કોઇ વાચક જાણ્ કરશે તો
  તમે નાહકના દંડાઈ જશો.થોડી ધીરજ રાખી એક જગ્યાએ મોકલેલી ક્રુતી વીશે જાણવુ અને માનો કે “રીસનેબલ ટાઇમમા” જવાબ ન આવે તો બીજે મોકલવી
  પુરસ્કારનો મુદ્દો જુદો છે.કવીનુ નામ તોછપાય છે !. ચિત્રકારને તો એ પણ નસીબ મા નથી.
  ગયા ગુજ્-સમા. મા સોમાભાઇ શાહ નુ ચિત્ર તેમના નામ વગર છપાયું છે.
  અસ્વીક્રુતી ની જાણ માટે સ્તેમ્પ વાળુ પરબીદિયુ મોક્લવું જરુરી છે અને સ્વીક્રુતી જાણ્ તો કરવામા આવેજ છે.
  સામયીક ના અમુક તત્રીઓ ( બધા નહી) નામ જોઇને ક્રુતિ છાપે છે, ક્રુતી જોઇને નહિ તે વાત સાચી છે પણ તેમા અપણુ કઈ ચાલે નહી.આને કારણે ક્યારેક નામાંકિત કવી ની ભંગાર રચના પણ છાપેલી જોવામા આવે છે. અને તત્રી પાસે કવીતાનો ઢગલો થતો હોય ત્યારે આવા “ષોરટૃ- કટ્” નો આશરો લે છે.
  બીજુ બધુ જવાદો પણ આ કારણે અમુક સામ્- તમારી રચના પ્રકાશિત કરતા બંધ થશે તો તમને મુશ્કેલી પડશે.
  ખોટુ ન લગાડ્શો. તમારી પ્રગતીનો હું સાક્શી છું, અને તે જોઈ હરખાવૂં છુઉં.
  ભરત પન્દ્યા.

  Reply

 16. વિવેક’s avatar

  ભરતભાઈ,

  આપની કે અન્ય કોઈ પણ વાચકમિત્રની વાતનું હું માઠું લગાડતો નથી. આપ અને અહીં પ્રતિભાવ આપનાર તમામ મિત્રો મારા હિતેચ્છુ જ છે. આપની વાત સાચી છે અને હું ધ્યાન આપવાની કોશિશ પણ કરીશ.

  પુનઃ આભાર…

  Reply

 17. એક વાચક’s avatar

  દાક્તર સાહેબ

  તમે તમારી કવિતા ક્યાં ક્યાં મોકલી અને શું પરિણામ આવ્યું છે એનો હિસાબ રાખવાની એક સરળ રીત છે. જો તમે કવિતાની ડાયરી રાખતા હોવ અને જમણી બાજુ જ કવિતા લખતા હોવ તો ડાબી બાજુના પાના પર કવિતા ક્યાં મોકલાવી ને શું પરિણામ આવ્યું એ ટપકાવી શકાય. અથવા કવિતાની નીચે કે ઉપરના ભાગની જગ્યામાં ટુંકા સંકેત મુકી શકાય.

  આ આ જ રીતે બ્લોગ પર આપેલી કવિતાની નીચે પણ આવી નોંધ રાખી શકાય (પણ એ અંગત બાબત સાવ જાહેર થઈ જાય).

  [તમે આપેલા કારણો તદ્દન વાજબી જણાય છે. અને તમે કહ્યું એમ જો હવે તંત્રીઓ આવું જોતા ન હોય તો અને છપાઈના ધારા ધોરણો જ સાવ બદલાઈ ગયા હોય તો તો કંઈ સવાલ જ નથી!!!!]

  Reply

 18. ભાવના શુક્લ’s avatar

  વિવેકભાઈ,
  એક વધુ વાર અભિનંદન પ્રકાશીત રચના માટે. અને આ એક(ડા) બેવડાતા રહે તેવી અનેક શુભેચ્છાઓ!

  Reply

 19. rajgururk’s avatar

  ધન્યવાદ ડો.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *