![]()
(કોરતું ને કોરાતું એકાંત…. …..જુલાઈ, ૨૦૦૮)
*
તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)
28 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/251/trackback/
August 23, 2008 at 2:47 am
pragnaju
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
વાહ
જાણે…
રાધા વિરહવ્યાકુળ ઘનઘટામાંથી સૂર્યનું કિરણ ચમકી ઉઠે એમ એ વારંવાર કૃષ્ણ તરફ પ્રેમાળ ને ઝંખનાભરી નજર નાખતી હતી. એના દરેક દ્રષ્ટિપાતમાં અનંત ભક્તિ ને સંપૂર્ણ આનંદસમાધિનું સૂચન સમાયું હતું. એ દ્રષ્ટિપાતના જવાબમાં ત્વરિત દ્રષ્ટિ અને આછા સ્મિત વડે કૃષ્ણ જાણે વિદાય માગતો હતો.
August 23, 2008 at 3:16 am
Dhwani joshi
વાહ… ખુબ સરસ, વિવેકભાઈ…
‘’કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!'’
વાહ..!
August 23, 2008 at 5:35 pm
સુનીલ શાહ
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
સુંદર અભીવ્યક્તી…
August 24, 2008 at 4:05 am
પંચમ શુક્લ
સરસ અછાંદસ કાવ્ય…..
***
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
- કાવ્યનો આ ભાગ એકદમ પાક્કો લાગ્યો. અછાંદસનો શાસ્ત્રીય અંત.
કેલેંડરના {પાનાંના પાનાં } /{પાને પાના}કરીને વાંચી જોયું- એક સરસ લય ઊભો થયો!
***
તારી યાદને વીજળી કહું તો
કદી ઑફ ન કરી શકાય એ રીતે બગડી ગયેલી સ્વિચવાળી
ટ્યુબલાઈટની ઉપમા આપવી પડે.
- આ ટુકડો થોડો ઠીક-ઠાક થાય તો આ કાવ્ય વધુ ખીલે એવું હું માનું છે.
August 24, 2008 at 6:05 am
mannvantpatel
વિવેકભાઇને સહકુટુંબ જન્માષ્ટમી મુબારક !
August 27, 2008 at 3:55 am
Jayshree
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
વાહ કવિ… બસ આટલું કહીને તમે કવિતા કરતાંય વધુ સુંદર કંઇ કહી દીધું….
August 29, 2008 at 11:54 am
amit
સરસ…
જન્માષ્ટમીની શુભેચ્છાઓ…
August 29, 2008 at 12:09 pm
jignesh adhyaru
ખુબ સરસ વિવેકભાઈ,
કવિતાનો અંત ખરેખર ખૂબ સરસ કર્યો છે……આના થી સરસ કોઈ પંક્તિઓ વિચારી શકાય જ નહીં….મજા આવી
August 29, 2008 at 2:12 pm
સુરેશ જાની
જ્યાં કવીતા અટકે છે, ત્યાંથી યાત્રા શરુ થાય છે. બહુ જ સરસ. આ યાત્રામાં બહુ જ આગળ વધો એવા આશીષ …
August 29, 2008 at 4:07 pm
gopal parekh
તારા નામથા આગળ વધે નહી…પઁક્તિ બહુ જ ગમી
August 29, 2008 at 6:51 pm
Rajendra M.Trivedi,M.D.
Dear Vivek,
Your are a Poet in Pain,
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
The Doctor teaches to live with pain if not removed!
Regard
Rajendra
www.yogaeast.net
August 29, 2008 at 7:09 pm
chetu
છેલ્લી એક જ પંક્તિમાં બધું જ આવી ગયું… સુંદર..
August 29, 2008 at 9:06 pm
ભાવના શુક્લ
કવિતા લખવાથી બહુ આગળ વધીએ ત્યારે કવિતા જીવવા લાગીએ છીએ…થાય કે અરે આંખ ખોલુ તો તુ અને બંધ કરુ તો વધુ તુ જ … આ અનુભુતી તો શ્વસી શકાય… લખવાથી કેટલુય આગળ નીકળીને…
August 29, 2008 at 10:11 pm
urvashi parekh
સરસ…
ખુબ સરસ…
ક્યા શબ્દો મા તમને અભિનઁદન આપુ?
ગુજરાતિ મા બરાબર લખતા નથિ આવડતુ.
મન ને સ્પર્શિ ગઇ કવિતા.
હુ ગુજરાતિ મા લખતા શિ ખિશ ત્યારે વધુ લખિશ.
આભાર.
August 29, 2008 at 11:01 pm
bhavna
thank god ,for the first time tamari koi kavita hu samjhi.otherwise all are going bouncer.this contains bit of simple gujarati.(like u know convent educated girls can understand!)
August 30, 2008 at 11:58 am
ગુંજન ગાંધી
વિવેક,
અછાંદસમાં સારી ને સારી પકડ આવતી જાય છે.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
સુંદર….
August 30, 2008 at 5:50 pm
Nirlep Bhatt
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
- આ શબ્દપ્રયોગ અદભુત રચાયો છે. સરસ રચના..
August 30, 2008 at 6:10 pm
Gaurang Thaker
વાહ સરસ અછાદસ કવિ મઝા જ આવી ગઈ…
August 30, 2008 at 6:22 pm
Sandip Bhatia
પ્રિય વિવેકભાઇ,
“માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં…”
અને
“તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!”
સુંદર કાવ્ય-આભલાં…
અભિનન્દન…
સંદીપ
August 30, 2008 at 7:18 pm
Maheshchandra Naik
It touches my heart as when one stays abroad far from his beloved and when he looses his near nad dear ones how he can bear the pain, your KAVITA gives the right feelings for allof us remain away from Motherland. Dr. Vivekbhai, expressing words are a great consolations!!!!!!
August 30, 2008 at 8:56 pm
Lata Hirani
વિવેકભાઇ, ખુબ સુઁદર અછાંદસ રચના
માથા પરનું આકાશ પણ કોરાતું જાય..અને એના કણો આંખમાં શૂળ બનતા જાય્…
લતા હિરાણી
August 30, 2008 at 8:56 pm
kishore modi
સરસ કવિતા અભિનન્દન વધુ શુ ? ચાલુ રા ખો બસ
August 30, 2008 at 8:58 pm
Lata Hirani
પણ “વિરહ વ્યાકુળ કવિ…. ન ચાલે… હું ય બેઠો…….” લાઉડ નથી લાગતું ??
August 30, 2008 at 10:14 pm
mahesh dalal
હવે તો હતોટી આવી ગઈ.. સરસ અનત્ર ની વાત કહી નાખી…
August 30, 2008 at 10:27 pm
Hiral Thaker "Vasantiful"
મારી આંખો તો સરસ અછાંદસ પર સ્થિર થઇ ગઇ.
ખુબ સરસ્!
August 31, 2008 at 12:50 pm
indravadan g vyas
વિવેકજી,
આ કવિતાએ મારી મધરાત સુધારી નાખી.બસ હવે રાત્રી ના બે વાગ્યા છે.હવે તારા ગણ્યા વગર સુઈ જાઊં છું.આફ્રીન! ! !
ઇન્દ્રવદન વ્યાસ,યુએસ એ
September 11, 2008 at 7:16 pm
ઊર્મિ
ઘણા દિવસે આવું સુંદર અછાંદસ માણવા મળ્યું…!
“તારા જવાથી”- આ પહેલી લીટીને કવિતામાંથી કાઢી નાંખી એને શિર્ષક બનાવી દેતે તો કવિતામાં રહેલો પ્રિયજનનાં જવાનો મોઘમ ભાવ જરા વધુ નઈં જામતે…?
“માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં…”
વાહ…!
ખરેખર કહેવું પડે બોસ… કે અંત એકદમ સોલીડ છે હોં!
“…
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!”
અભિનંદન !
September 11, 2008 at 7:17 pm
ઊર્મિ
ફોટોગ્રાફ ખૂબ જ મજાનો છે દોસ્ત…!