![]()
(જરા જરા ઉજાસ… …શોજા, હિ.પ્ર. નવે.-2007)
*
*
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?
ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય - કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?
તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?
કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?
મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?
તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?
આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?
હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
- વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)
*
हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?
चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?
तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?
कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?
यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?
तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?
ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?
क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
-विवेक मनहर टेलर
(१५-०८-२००८)
35 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/250/trackback
August 16, 2008 at 10:41 am
સુનીલ શાહ
સીલસીલા ફીલ્મના એક ગીતમાંનો અમીતાભ યાદ આવી ગયો….તું ન હોતી તો કૈસા હોતા…ઐસા હોતા..વૈસા હોતા..!!! મઝા આવી ગઈ. ગીત, ગઝલ, મુક્તક, હાઈકુ, અછાંદસનનુ સરસ–સફળ ખેડાણ પછી આ નવી દીશામાં તમારા પ્રયાસનું દીલથી સ્વાગત છે દોસ્ત.
August 16, 2008 at 11:05 am
Nirlep Bhatt
સાહેબ, ગુસ્તાખી માફ્…….પણ ખાસ ધારદાર કે સબળ રચના ના લાગી..સાવ અન્ગત અભિપ્રાય આપ્યો છે.
August 16, 2008 at 11:10 am
Jayshree
વાહ કવિ વાહ….
મજા આવી ગઇ…
તમારા શબ્દોને સ્વર સાથે માણવાનો અનોરો લ્હાવો છે… વારંવાર આવો લ્હાવો આપતા રહેશો ને ?
August 16, 2008 at 11:14 am
Bharat
કૈં ખસ મઝા ન આવેી. હીનદેી કાચુ છે.
‘પરબ’ મા છપાયેી છે તે બહુ જ સુન્દેર છે.
August 16, 2008 at 4:35 pm
પંચમ શુક્લ
તું નથી તો શું થયું એમ વારંવાર કહીને એને જુદા જુદા સ્વરૂપે સતત હાજર રાખીને સ્મરે છે- તસ્બીની જેમ જ.
ગુજરાતીનો બીજી ભાષાઓમાં અને બીજી ભાષાઓનો ગુજરાતીમાં આવરો-જાવરો વધુને વધુ થતો રહે એ ખૂબ જરૂરી છે. હિન્દી ઉપરાંત તમે તો ઉર્દૂ ઉપર પણ હાથ અજમાવી શકો એમ છો.
પઠનથી ગઝલ વધુ ખૂલે છે.
August 16, 2008 at 4:35 pm
pragnaju
તસ્બી ગ્ઝલ પોતાના અવાજમાં ખૂબ પઢી!
હવે તો ઘેર ઘેર મુશાયરાની મૌજ!
ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?
क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
શુભાન અલાહ્
હમ તો
घर में आंगन था ही नही
घर का भ्रम, आंगन का भ्रम
बाडी के भ्रम में जी लेंगे हम
तो क्या हुआ ??
जी लेंगे हम
અને
મહેમુદની યાદ
हमें काले हैइं तो क्या हुआ
दिलवाले हैइं -२
हमें तेरे तेरे तेरे चाहने वाले हैइं
August 16, 2008 at 5:56 pm
Dr. Dinesh O. Shah
Dear Vivekbhai,
Excellent gazal and equally excellent translation in Hindi! It almost feels that a Hindi speaking poet wrote it. Wonderful and may be you should try more translations of your poem in Hindi! I am impressed the way Hindi version came out! With best wishes and warmest regards,
Dinesh O. Shah, Ph.D.
August 16, 2008 at 6:46 pm
vishwadeep
કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?
સુંદર શે’ર્. બહુજ સુંદર રીતે સ્પર્શ કરી હ્ર્દયમા ઉતરી જાય છે.
August 16, 2008 at 9:45 pm
Mukund Desai-"MADAD"
સરસ
August 16, 2008 at 11:29 pm
વીજેશ શુકલ
દીલને ખોટું આશ્વાસન આપવાની વાત છે–તું નથી તો શું થયું ? પરંતુ તે નથી તે જ વાત દીલને ખટકે છે. આ ખટકો આપે નીચેના શેરમાં થુબ જ સરસ વ્યકત કર્યો છેં.
મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?
જીંદગીનો પ્રવાસ પણ પોતીકાં માણસ વગર ધ્યેય વીનાનો ભાસે છે. છતાં પણ ઠાલું ઠાલું એમ કહેવું પડે છેં
રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું?
August 18, 2008 at 12:14 pm
Krishna
ખુબજ સુદંર રચના છે….
August 18, 2008 at 3:57 pm
kalpan
good try in hindi also……….
August 18, 2008 at 8:25 pm
Pinki
ક્યા બાત હૈ !!
રાષ્ટ્રભાષા હિન્દીમાં સ્વાતંત્ર્ય દિનની
સાચા અર્થમાં ઉજવણી…..
good one …….. !!
August 20, 2008 at 10:25 am
nilamhdoshi
આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?
દરેકને અલગ અલગ શેર ગમે તે સ્વાભાવિક છે. અને તેથી આમ આખી ગઝલ દરેકને કોઇ ને કોઇ રીતે સ્પર્શે એ સરાહનીય છે.
અનુવાદ પણ સરાહનીય…
અભિનંદન, વિવેકભાઇ
August 20, 2008 at 3:46 pm
chetu
તુઁ નથી પણ છે..!! ખુબ સરસ …અભિનન્દન્..
August 20, 2008 at 4:34 pm
devika dhruva
ગઝલ,અનુવાદ,પઠન અને સૌથી સરસ લાગ્યો અવાજ…
August 20, 2008 at 6:54 pm
ભાવના શુક્લ
સરસ રચના અને અનુવાદ પણ સરસ થયો.
August 20, 2008 at 8:09 pm
vishwadeep
ડૉ. વિવેક્ હિન્દીમાં પણા અનુવાદ સુમ્દર થયો છે. અભિનંદન.
August 20, 2008 at 9:27 pm
chetan framewala
‘તું’ને જાણવા, એ અલોકિક ‘તું’ પામવા, અને આપણી ભીતર બેઠેલા એ નિરાકારને શોધવાનો સુંદર પ્રયાશ કર્યો છે.
અભિનંદન…
હિંદી માં મારી ચાંચ બહુ ડૂબે નહિં , પણ અમૂક શબ્દો ગુજ્હિન્દ જેવા લાગ્યા…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
August 21, 2008 at 12:07 am
DILIPKUMAR BHATT
મનહરભાઈ તમારે કેટ્લા શીખરો સર કરવાના છે? હવે ગાવા પણ લગ્યા છો.સરસ
August 21, 2008 at 11:03 am
raeesh maniar
સુન્દર ગઝલ, સુન્દર છન્દ, મોટાભાગના શેરો સરસ છે, ઇશ્કે મિઝાઝીથી ઇશ્કે હકીકી સુધીની યાત્રા કરાવે છે.
રઈશ
August 21, 2008 at 6:33 pm
Natver Mehta, Lake Hopatcong, NJ, USA
વાંચું છું આ ગઝલ ખાસ, તું નથી તો શું થયું ?
વાંચીને તને કરું હું યાદ, તું નથી તો શું થયું ?
વિવેકભાઇ, તમે તો ભાઈ કમાલ છો.
હવે તો તમારી ઓડિઓ રિલીઝની રાહ જોવી રહી
નટવર મહેતા
August 25, 2008 at 9:14 am
manish bhandari
આપ ઇસી તરહ ગઝલ સુનાતે રહો ,
હમે તો પસંદ હૈ, આપ કો પસંદ નાભી હો તો ક્યા હુવા.
August 26, 2008 at 11:15 am
Rahul
ખરેખર અદભુત છે
વિવેકભાઇ
August 26, 2008 at 11:36 am
sujata
samaj ne wale samaj gaye na samje wo anadi hai………..aur aap to khiladi ho……….badhte raho aagey……..
August 26, 2008 at 1:09 pm
jugalkishor
આયાસ દેખાઈ આવે છે. પંક્તીઓમાં જરા ક્લીષ્ટતા દેખાય છે તે પણ આ જ કારણે.શેર ૩,૪ અને ૬નો અન્વય કરવાતાં ખ્યાલ આવશે.
વીષયનાવીન્ય તો તમારામાં હોય જ !
પર’તુ સૌથી મહત્વનું તે તો તમારી ગઝલભક્તી !!
ખુબ અભીનંદન…
August 26, 2008 at 1:41 pm
mahesh dalal
દાકતર વિવેક્ભઈ …. ” મજો.. આવી ગયો.. હાજિ …ઘની જ સૂન્દર રચના.. અને
સરસ અને મધુર અવાજે ગાયૂ..
August 26, 2008 at 4:17 pm
Pravin Shah
સુંદર ગઝલ !
આ પ્રયાસ પ્રયાસ નથી, તમારા પ્રયાસને પૂર્ણતા મળી છે.
ગઝલપ્રેમી છો એટલે સંવેદનાઓ ભરપૂર છે તમારી પાસે.
કવિ છો એટલે હંમેશ કલમ તો હાથમાં રમતી જ હોય,
કલમ જેવી કાગળને સ્પર્શ કરે છે કે શબ્દો આપોઆપ
કાગળ પર ઉતરતા જાય છે, સંવેદનાઓ અભિવ્યક્તિ સાથે
વણાતી આગળ વધે છે, છંદ-લયનો ઓપ મળતો જાય છે
અને એક સુંદર ગઝલ અવતરે છે.
ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય - કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ….
આ પંક્તિ ખૂબ ગમી. આ પ્રવાસ એકલાએ જ કરવાનો છે.
ગુજરાતી અને હિન્દી નંને ભાષામાં ગઝલ માણવાની મઝા
આવી. પઠન ભાવવાહી રહ્યું.
‘શબ્દો છે શ્વાસ મારા’ આપની ગઝલમાં સિધ્ધ થાય છે.
ખૂબ ખૂબ અભિનંદન !
પ્રવિણ શાહ
August 26, 2008 at 10:01 pm
urvashi parekh
ghani sundar rachna chhe.
jyare ek potani vyakti na hoy,to ketli rite yaad avi shake chhe te saras rite shabdo man varnvyu chhe.
saras.
August 26, 2008 at 11:03 pm
indravadan g vyas
ડો.વિવેક,
સરસ રચના.એ વાંચી ને પેલી દેવજીભાઈ મોઢાની રચના,” આમ અચાનક જાવું ન્હોતું” યાદ આવી.હ્રુદયસ્પર્ષી ગઝલ્.
હિન્દી અનુવાદ ગમ્યો.
અભિનનદન,
August 27, 2008 at 1:49 am
Sudhir Patel
સરસ છંદ, સરસ ગઝલ !
સુધીર પટેલ.
August 27, 2008 at 2:32 am
kishore modi
સુન્દર ગઝલ.ગુજરઆતિ રચના વધારે સારિ….
August 27, 2008 at 6:01 am
Rajendra M.Trivedi,M.D.
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?
क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
You did good by This Gazal in Hindi!
Rajendra
www,bpaindia.org
http://www.yogaeast.net
August 27, 2008 at 9:22 am
Maheshchandra Naik
It is very nice approach on INDEPENDANCE DAY with RASTARBHASAHA, compliments to you Dr Vivekbhai, you can still do better in GUJARATI
September 2, 2008 at 3:39 pm
UMESH VORA
ખુબ જ સરસ