એક છંદ વગરની કવિતા…

monkey by Vivek
(એક કવિતા આ પણ…                         …ગિરનાર, ૨૫-૦૨-૨૦૧૩)

*

કેટલીક કવિતા ક્યારેક અન્ય કવિતા વાંચતા કે કોઈ સાથે વાતચીત કરતાં ઉદભવતી જણાય છે.. લયસ્તરો પર ગઈ કાલે મૂકેલી “એક ગેઈશાનું ગીત” કાવ્ય એક મિત્રને સંભળાવ્યું અને એનો જે પ્રતિભાવ આવ્યો એ આ કાવ્યનું બીજ છે.. ગેઈશાનું ગીત જ્યાં પૂરું થાય છે ત્યાંથી મારી કવિતા કદાચ શરૂ થાય છે…

*

ક્યારેક
એકાદ રાત તો તને એવી મળી આવે છે
જ્યારે
આખી દુનિયાથી દૂર
સા…વ એકલી
તું તારા આંસુને સંભોગી શકે છે…

પાંજરામાં પૂરેલા સિંહનો શિકાર કરે એ રીતે
ઘરાક તારા ચામડાં ચૂંથીને ચાલ્યો જાય
ત્યારે
કામ સે કમ
પૈસાની સાથે
તારા પગભર હોવાનો સિક્કો તો ખણકાવી જાય છે.
બે ઘડી તો બે ઘડી
એ આખેઆખો તારો બની રહે છે…
તું ભલે લાખ ગુલામ…
ભલે લાખ અપમાનિત…
તોય તને એકાદ રાત તો મળી આવે છે…

મારું પૂછે છે?
હું?
હું તો ગૃહિણી છું, બસ…
હા, ગૃહિણી…

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૪-૨૦૧૩)

*

bird by Vivek
(ખોરાક…                                               …અમેરિકા, મે, ૨૦૧૧)

15 thoughts on “એક છંદ વગરની કવિતા…

  1. તારા પગભર હોવાનો સિક્કો તો ખણકાવી જાય છે.

    superlike

  2. બે ઘડી તો બે ઘડી
    એ આખેઆખો તારો બની રહે છે…………
    તું ભલે લાખ ગુલામ…………
    ભલે લાખ અપમાનિત………………..
    તો ય તને એકાદ રાત તો મળી આવે છે…..
    તારા પગભર હોવાનો સિક્કો તો ખણકાવી જાય છે………….બધી જ પંક્તિ ખુબ………..સરસ શબ્દો………અને આક્રોશની અભિવ્યક્તિ હ્રદયદ્રાવક બની રહે છે………………..બહુ જ સ્રરસ ..

  3. સમૂળગી શિથીલ તથા વ્યભિચારી માનસિકતા ધરાવતી વિક્રુત રચના.

  4. ગેઇશા કલા વેચે છે,શરીર નહીં…..

    હવે તો પુરુષ માટે પણ આ કાવ્ય લાગુ પડી શકે(ઘણાં દેશોમાં હવે પુરુષ પણ નાછુટકે શરીર વેચી રહ્યાં છે)

  5. મારી તાજેતરની જાપાનની યાત્રાના અનુભવને આધારે વાક્ય ટાંક્યું છે….

  6. @ પરપોટો:

    પ્રસ્તુત રચનાનું બીજ ભલે ગેઈશા હોય, એ રૂપજીવિનીને અનુલક્ષીને જ લખાઈ છે…

  7. તુ જીવનભર એકમાં અનેક શોધતી રહે છે
    કારણ કે તુ ગૃહિણી છું
    અને હું ગેઈશા
    અનેકોમાં એને-એકને પામવા ફરતી રહું છું.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *