જીવતો જાગતો માણસ ફૂટ્યો…

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)

૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…

 1. Kartik Mistry’s avatar

  સ્પર્શી ગયું છે..

  Reply

 2. Radhika’s avatar

  નાના કલરવ, છાનાં પગરવ,
  રાહ જુએ સૌ દરવાજા થઈ!

  ર્હદયસ્પર્શી વાત છે………

  Reply

 3. SV’s avatar

  Sensitively written. The reality is grim and sad.

  Reply

 4. pragnaju’s avatar

  સાંપ્રત કાળને અનુરુપ રચના
  પણ પહેલાં ભીતર તો ઝાંકો;
  છે શરીર તો એક જ સૌના,
  અલગ-અલગ શાને પડછાયો?
  એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
  જીવતો જાગતો માણસ ફૂટ્યો.
  વિચારનાં વમળ થવા લાગ્યાં
  ભીતર આંતર મનમાં ઝંકાર થવા લાગ્યો.
  કૃત્ય અટકાવી શકાય પણ વૃતિ…?
  અમારા મહીલા મંડળને જેલમાં રાખડી બાધવાના પ્રોગ્રામ વખતે કહેલું કે વૃતિની દ્રુષ્ટીએ કેદીઓ
  પકડાઈ ગયેલા છે અને આપણે…?

  Reply

 5. vijay shah’s avatar

  સ્પર્શી ગયુ અને હચમચાવી ગયુ વિચાર સૃષ્ટીને

  Reply

 6. paresh johnson & johnson’s avatar

  very very nice

  Reply

 7. સુનીલ શાહ’s avatar

  આતતાયીને ફાંસી આપો,
  પણ પહેલાં ભીતર તો ઝાંકો;
  છે શરીર તો એક જ સૌના,
  અલગ-અલગ શાને પડછાયો?

  આખેઆખી– વેદના ભીની કવિતા ગમી–સ્પર્શી ગઈ.

  Reply

 8. ડૉ.મહેશ રાવલ’s avatar

  મોતના જીવતા સામાન સમા અસ્તવ્યસ્ત થયેલા આતતાયી માનસને પ્રસ્તુત કરતું આ ગીત,કોઈ એક કહેવાતા માણસને પણ સ્પર્શી શકે તો ય ઘણું…..!
  મને તો એમ કહેવું જ વધુ વ્યાજબી લાગે છે !!!!
  છતાં,એ પ્રશ્ન તો ઊભો જ રહેવાનો કે,
  એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?

  Reply

 9. Anand’s avatar

  nice creation by heart……..very appropriate

  Atyare na aa halahal KAKIYUG ma ek vakya yaad avi gayu :
  ” Hu manvi MANAS thau to ghanu ”

  Darek Ma-Baap potana chokra ne puche chhe : Beta tare shu thavu chhe ? Doctor, Engineer, Pilot ?

  Koi em nathi kahetu ke mare ene MANAS banavvo chhe…..have MANAS ni khot padi gai chhe….

  Reply

 10. VIPUL SEVAK’s avatar

  very nice your poem. direct to touch heart. keep it up.

  write very well

  Reply

 11. UMESH VORA’s avatar

  ખુબ સરસ્

  Reply

 12. krunal patel’s avatar

  આતતાયીને ફાંસી આપો,
  પણ પહેલાં ભીતર તો ઝાંકો;
  છે શરીર તો એક જ સૌના,
  અલગ-અલગ શાને પડછાયો?

  આખેઆખી– વેદના ભીની કવિતા ગમી–સ્પર્શી ગઈ.

  Reply

 13. Has Patel’s avatar

  આમ્ને ખુબ્મજ મજઆવેચે

  Reply

 14. Bharat’s avatar

  કોઇ વિચારે છે
  પેલા હાથીનુ શું થયુ હશે,
  જેનુ માથુ શિવજી એ
  પોતાના પુત્રને જીવતો રાખવા
  કાપી નાખ્યું ?

  આ એક બાળ સહજ કુતુહતલતા છે
  એક ગુલાબી કલ્પના
  જે મારો પેછો છોડતિ નથી
  અને સ્વૈર-કલ્પના માર્ગે વાત આગળ વધે છે

  જો કપાયેલ માથા સાથે ગણેશ્ ગણેશ રહી શકેતો,
  તો શું પેલો મસ્તક છેદાયેલો હાથી
  જીવન્ત ને રહિ શકે
  દાખલા તરિકે કોઇ ઘોડાના માથા સાથે

  અને જો આપડે કોઇ એવો ઘોડો શોથી કાધે કાઢીયે
  તો પછે એ ઘોડા ના ધડ નું શું ?

  જોકે મારે બાલક બુધ્ધિ ને
  શીવજીની બેદરર્કારી માન્ય નથી
  મારું મન શોધે છે એવો ઉપાય્
  જેમા મ્રુત્યુ ને સ્થાન નથી

  પણ હવે જ્યારે હું મારા ઘરમા લટકતી
  ગણેશ ની છબી જોઉ છુ ત્યારે
  પેલા મસ્તક હાથીનુ મસ્તક વિહિન નુ સડી જતુ ખોળિયુ
  જે જમીન પર આડું પડેલું છે
  જેની પર પક્શીઓએ અને ગીધડાએ
  વિશ્ટા કરેલી છે
  તે નજર સામે આવે છે

  ઓહ ! તે હાથી,
  તે તો મ્રુત્યુ પમ્યો પણ્
  તેના કેટલાય કુટુમ્બીજનોએ
  તેને જોયો હશે
  અને કલાકો સુધી
  તેની આસપાસ ચક્રાકારે
  તેમની સુંઢ ઉંચી નીચી કરી ફર્યા હશે

  આ ન્રુત્ય
  એક સમુહ ન્રુત્ય
  એની વિશે કોઇ કંઇ કહેતું નથી !!
  ~~~~~~~~~~~~~~Poem By Sujata Bhatt.
  translated from english by Bharat Pandya…

  Sujata Bhatt is grand daughter of Nanabhai Bhatt and daughter of Dr.PraviNbhai bhatt- who was professor at Yale university and now lives in USA.Ms Sujata lives in Germany and her book of Poetries has been nominated for Forward Prize in Britain.
  This prize is highest ranked p[rize for english poetry…

  Reply

 15. prakash’s avatar

  મને જનિ ને બૌજ અનન્દ થઓ કે તમે વેબ્સિતે બનૈ ચે.

  Reply

 16. વિવેક’s avatar

  સુજાતા ભટ્ટના સમાચાર આજે સવારે જ અખબારમાં વાંચ્યા. એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. અને આ અનુવાદ પીરસવા બદલ આપનો પણ આભાર, ભરતભાઈ..

  Reply

 17. ભાવના શુક્લ’s avatar

  માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
  ….
  બહુ સરસ ભાવવાહી અને શબ્દે શબ્દે “ધબ્બ” કરીને સ્પર્શતુ કાવ્ય તત્વ..

  Reply

 18. Dilipkumar K. Bhatt’s avatar

  ખુબજ સરસ અન્દ હ્રિદયને સ્પર્શિ જાય તેવી રચના.નાનાભાઈ ભટ્ટ ની આન્તર સૂઝ પરદેશ્મા રહીને પણ માત્રુભાશાની આવિ સેવા થઈ સ્ક્ષ્હકે છે તે પ્રસન્સનિય છે.

  Reply

 19. Pinki’s avatar

  સાચે જ રચના વધુ સુંદર બની છે…
  અને ‘ઘટના’ વધુ ભયાનક……….!!

  Reply

 20. Pinki’s avatar

  જૂની રચનામાં આપેલો પ્રતિભાવ… જ યોગ્ય રહેશે ?!!

  શબ્દોની આ ‘ઘટના’ માટે
  અભિનંદન આપવાનું મન તો થાય છે
  પણ જાણે મલાજો નહિં જળવાય ………..’ઘટના’નો ! !

  Reply

 21. વીજેશ શુકલ’s avatar

  એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
  જીવતો જાગતો માણસ ફૂટ્યો.

  ખુબ જ હ્રદયસ્પર્શી રચના. કોણે આવો એકડો ઘૂંટ્યો ?કાશ…આ પ્રશ્નનો જવાબ મળી જાય.

  Reply

 22. Dr. Chandravadan Mistry’s avatar

  વિવેકભાઈ તમારો ગુજરાતી ભાષાનો કાબુ અપાર છે અને જે શબ્દોથી કાવ્ય રચના કરી તે મને ખુબ જ ગ્મી……અહી યાદ આવે છે મારી ભાંગી ટુટી ગુજરાતીમાં લખેલી કાવ્ય રચના ‘ બોમ્બો ફુટ્યા ગુજરાતમાં ‘……સમય મળે જરૂર વાંચવા વિનતી.

  Reply

 23. નિરવ પંડયા વદોદરા’s avatar

  હ્રદય વલોવતિ આ ઘટ્ના ને જ્યારે આપ્ણૅ બધા અસામન્ય દુર્ઘટ્ના ગણિષુ ત્યારે કદાચ્ બુદ્ધ તથા ગાઁધિબાપુ ના આત્મા ને સાચિ શ્રધાન્જલિ મળ્શે. સઁવેદનો ને ધાર કાઢ્વાનો વખત આવિ ગયો છે.

  Reply

 24. nilamhdoshi’s avatar

  આતતાયીને ફાંસી આપો,
  પણ પહેલાં ભીતર તો ઝાંકો;

  very touchy….

  Reply

 25. jugalkishor’s avatar

  ૧) ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
  મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
  પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
  ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
  માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

  ૨) એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

  ૩) એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?

  વિવેક-સ્પર્શી / સર્જી પંક્તીઓ !!
  ઘણે સમયે બ્લોગનો લાભ મળ્યો. હું પહોચી વળતો નથી એનો દુઃખદ અનુભવ થાય છે..!

  Reply

 26. chetu’s avatar

  હ્રદયસ્પર્શેી રચના…!!!!!!!!!!!!!!!

  Reply

 27. rajgururk’s avatar

  ખરે ખર હ્રુદયને પ્સર્સિ જય ચ્હે આપનુ આ ગીત

  Reply

 28. ami’s avatar

  vivek, your poem has touched my heart. I do wish that it becomes instrumental in bringing about change in the society that we all strive for.

  Reply

 29. Rahul Shah - Surat’s avatar

  પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
  ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
  માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

  કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
  ઢળતો સૂરજ આવતો’તો લઈ;

  સાચે જ રચના ‘ઘટના’ બની છે ‘ઘટના’ રચના બની છ

  રાહુલ શાહ –

  Reply

 30. જાગૃતિ વાલાણી’s avatar

  સરસ રચના વિવેકભાઈ……

  Reply

 31. anil parikh’s avatar

  ગયા એ પોતાના ગયા-દૅશનુ નુર ગયુ

  Reply

 32. vishwadeep’s avatar

  સુંદર સંવેદનશીલ રચના.

  Reply

 33. Ankur Mardiya’s avatar

  It’s very pleasured poem from heart.

  Reply

 34. bakulesh desai’s avatar

  now tyhat the danger is at our door step… in point blank range. only a sensitive & sensible poet can dare to shake hands eith danger. like PRALHAAD only a poet can show courage to embrace deah.. of course to save humanity from dispair & depression… yes for those who are lucky to save themselves…. AS MY OWN POEM SAYS..
  JE SAVAARE NIKALE PAHONCHE GHARE SHI KHAATARI ?
  KYAANK KAI VISFOT NE KAAYAM BACHE SHI KHAATARI ?

  AA TIFFIN JE BHUKH MATAADE, CYCLEBOJOP VAHE,
  DAR-VAKHAT E JINDAGI NE JAALVE SHI KHAATARI >

  & it goes on…. if lady luck smiles, we can find the whole poem published in a paper/ mag. LET’S PRAY WE FIND IT PRINTED SOMEWHERE BAKULESH DESAI

  Reply

 35. Maheshchandra Naik’s avatar

  Very appropriately said,
  AATATATTAYINE FANSI AAPO
  PAN PAHELA BHITAR TO ZANKHO(ZANKO)
  CHE SHARIR EK JA SAUNA
  ALAG ALAG SHANE PADCHAYA?
  Dr. Vivekbhai, it is touching heart and gives pain to us!!!!!!!!!!!!!!!

  Reply

 36. urvashi parekh’s avatar

  dr,vivekbhai,ghani sundar rachna chhe.vastvikta ne raju kartu.
  man ne sparshi gayu.
  apni bhitar badha,thodu to pan, zankiye to saru.kyank to kaink janva malshe,potani bhitar jovano kone time chhe?ane jo janke to sahan thai shakshe kharu?visfot thai jashe tem lage chhe.

  Reply

 37. mukti’s avatar

  i worked on Sujata Bhatt’s poetry in English. She used to write poetry on nostalgia of an Indian in abroad. Poetry on Multiculturalism also are worth reading.

  Reply

 38. સૌપ્રિય સોલંકી “શૈલ”’s avatar

  ત્રાસવાદને…. – સૌપ્રિય સોલંકી “શૈલ”

  રહેવા દે ! રહેવા દે ! ઓ ક્રૂર માનવી,
  શીદને આચરે છે આ સંહારલીલા ઘાતકી.

  દિવ્ય વસુંધરા તુ જ પાલવ, થયો રક્તથી રંજીત,
  અરે ! ઓ કાયર તોયે રહ્યો તું દયાથી વંચિત.

  ત્રાહીમામ, ત્રાહીમામ સંભળાય પોકાર વાયુમાં,
  ત્રાસ, ત્રાસ તણી પીડા જગને દેખાય આ ત્રાસવાદમાં.

  નથી ધર્મ, નથી કર્મ, નથી મર્મ – આ ત્રાસવાદને,
  નથી હિંમત, સામી છાતીએ લડવા, આ ત્રાસવાદને.

  નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,
  નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.

  સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,
  દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.

  જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,
  જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.

  કોનું જગ, કોનું સ્વર્ગ, કોઈનું કશું ક્યાં રહ્યું છે છેક,
  જ્યાં જુઓ ત્યાં નરક નરક, પ્રભુ તું જ હસતો મરક મરક !

  Reply

 39. satish’s avatar

  ખુબજ સુન્દ્દ્રર્ માનવ્ થઇ જો બધ્આ જિવિ શકે ?

  Reply

 40. urvish kothari’s avatar

  keep the good work going.
  haven’t enter into the world of poetry. hence, not able to comment on it. best wishes for whatever you’re doing in Gujaarati on internet.
  urvish kothari
  http://www.urvishkothari-gujarati.blogspot.com

  Reply

 41. sanjay pandya’s avatar

  ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
  મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
  નાના કલરવ, છાનાં પગરવ,
  રાહ જુએ સૌ દરવાજા થઈ

  ઊત્તમ પન્ક્તિ …

  Both touchy poems , yours and sujata’s ! …….

  Reply

 42. Dhwani joshi’s avatar

  ખુબ જ હ્રદયસ્પર્શી ગીત… ખુબ સરસ..

  Reply

 43. Lata Hirani’s avatar

  હંમેશની જેમ જ અત્યંત હૃદયસ્પર્શી…

  Reply

 44. Gaurang Thaker’s avatar

  Very touchy….Vivekbhai directly from heart to paper…

  Reply

 45. Mukund Desai-

  સુન્દર રચના

  Reply

 46. manoj’s avatar

  ખુબ જ સુન્દર અને અદ્ભ્ભુત રચના. આવિ સુન્દર રચ્ન બદ્દ્લ અભિનન્દન્ મનોજ રાનદે

  Reply

 47. izmir evden eve’s avatar

  થન્ક યોઉ ફોર શરિન્ગ્

  Reply

 48. izmir ev tasima’s avatar

  થન્ક્સ યોઉ….

  Reply

 49. Barin Mehta’s avatar

  તમસ તમસ
  અહીં ત્યાં પણે
  બસ
  તમસ તમસ…

  તેજ તું કાં ના વરસ?

  Reply

 50. bursa evden eve nakliyat’s avatar

  થન્ક્સ યોઉ..

  Reply

 51. Bhavin Jardosh’s avatar

  વિવેકસ્રર તમારી ક્વિતા ઘણી સ્રરસ છે. very good. Specially Mumbai train

  Reply

 52. Tejas Shah’s avatar

  ર્હદયસ્પર્શી રચના. વાહ. શું વાત છે! આ વિચારો સંકલિત કેવી રીતે થાય છે? !!

  Reply

 53. kirtida’s avatar

  વેદના એની કોઇ ન જાણે
  ફૂટતાં ફૂટતાં એક જ જાણે !!
  વાહ રે કુદરત તારી માયા
  કાયા મારી ટૂકડે ટૂકડે

  વિધિના એ લેખ ભલે હો
  વિચાર એના એક ભલે હો
  મારી આગળ પાછળ આવા
  ટોળામાં એ એક ભલે હો!!
  —-
  એના મનમાં શું એ જાણે
  મારી હાલત એ ન જાણે
  લાગે એને એક જ રક્ષા
  મારીને જન્ન્તની ઇચ્છા !!
  —–
  લાગે એને બોમ્બ ફૂટ્યો તો
  નજરે નજેર માણસ ફૂટ્યો તો
  દ્વેષ બિજ ને શેકી નાખો
  માણસમાં માણસને ભાળો !!
  —-

  Reply

 54. Rina’s avatar

  ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
  મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
  પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
  ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
  માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

  કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
  ઢળતો સૂરજ આવતો’તો લઈ;
  નાના કલરવ, છાનાં પગરવ,
  રાહ જુએ સૌ દરવાજા થઈ
  એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

  its great sir…..u give words to so many people’s thoughts…

  Reply

 55. Manan Desai’s avatar

  Vignan mare chhe vignan j shikhvade chhe,
  Vignan j to apanne navai pamade chhe,
  Dushmani na bij vadhu unda na javado yaro,
  Dosti j to jivanma badhu karta shikhvade chhe…….
  -Manan Desai

  Reply

 56. sujata’s avatar

  કોને આવો એકડો ઘૂંટ્યો ?……….હૃદયસ્પર્શી !

  સમૂહ નૃત્ય ……કેટલી વેદના !

  hats off to u all !!!!!!

  Reply

 57. રાજેશ જોશી 'આરઝુ'’s avatar

  મૌન રડે છે..

  મૌન રડે છે અને માણસ તરફડે છે.
  ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.

  વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
  દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.

  બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
  શા માટે માણસ જ માણસને નડે છે?

  નફરત વાવશો તો નફરત જ લણશો.
  ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.

  કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
  માનવતા લટકતી ફાંસીને માંચડે છે.

  રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
  ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.

  રાજેશ જોશી ‘આરઝુ’

  Reply

 58. વિવેક’s avatar

  સુંદર રચના, રાજેશભાઈ…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *