તારા રંગે રંગાઈ હું તો આખી

IMG_2298
(આઈનો….                 ….સેરોલસર તળાવ, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

* * *

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

48 thoughts on “તારા રંગે રંગાઈ હું તો આખી

 1. અરે વાહ્……….
  યે હુઈ ના બાત્…….
  હિંડોળા ટાણે કહાન્જી એ જે માહોલ સર્જ્યો છે એને અનુરુપ સરસ ગીત છે
  એ મને તો બહુ જ ગમ્યુ આ ગીત અને જ પ્રકાર નિ વ્રજ – ગોકુળ ની ભાષા છે એક્દમ મસ્ત્…….
  આને કોઈ સ્વરબધ્ધ કરે તો મઝ્ઝા પડી જાય ….

 2. ગીતમાં બહુ સુંદર કામ કરો છો…….
  લગે રહો…

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 3. શ્યામ !…….શ્યામ !…….શ્યામ !……શ્યામ !….શ્યામ !……………….બહુ સુંદર

 4. nakhshikh sunder rachana – jyare gopibhav tamaramaan ekaakar thai jaay , tyare aavi sunder rachana nipje -bahot achche …..

 5. વિવેકભાઈ..
  સુંદર મઝાનું ગીત…ગઝલની જેમ જ હવે ગીત પર પણ તમારી મહેનત–લગન પ્રકાશ પાથરી રહી છે. અભીનંદન.

 6. સરસ ગીત. કાન્હા/ગોપીની ક્લાસિકલ ક્રીડાઓ- ડો.વિવેકના અંદાજમાં.
  ડોઢવેલી કડી અને બેવડ પ્રાસાળુ બંધારણ પણ ગમ્યું.

 7. આધુનિક જમાનામાં ,તે જમાનાનાં ગોપીભાવમાં આટલુ સુંદર કાવ્ય(ભજન) બદલ અભિનંદન
  શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
  મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
  કુણ મુંથી તે મોટું બડભાગી ?
  વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
  દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
  કેટલો મધુરો ભાવ
  હવે તરન્નુમમાં માણવાની ઈચ્છા જગવી…

 8. Excellent!! Wah. Dr. Tailor’s poems will be taken for many things-an affectionate retracing of poetic grounds, an inquiry into memory and time.

 9. નરસીંહ મહેતાની યાદ અપાવે અએવી કરુતી..(મ્ને હર્સવ ઇ ટાઇપ કરતા નથી આવડતો)

 10. સુઁદર રચના… શ્યામ દિવાનેી ગોપેી નાઁ મનોભાવો સરસ રેીતે રજુ કર્યા .. અભિનઁદન વિવેક ભાઇ.

 11. વિવેકભાઈ,
  કી બોર્ડ શી કલમ દ્વારા વેબના વોલપેપર પર આપે આપના શ્વાસ શા શબ્દો રેડીને ગઝલુંને જેમ ગરિમા બક્ષી છે એમ હવે એ કલમને પ્રેમની પીંછી બનાવી આવા ઘટઘટને ભીંજવતા રહે ને ઘરઘરમાં ગુંજતા રહે એવા નેહથી નીતરતા ગીતો ઘડીને ગુર્જર કાવ્ય-રસિકોને ઉપકૃત કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

 12. मीराबाईए गायुँ हतुँ : उलट भई मोरे नैननकी. अहीं तो गोपी-कृष्ण वच्चे तादात्म्य सधायुँ छे एटले नेणने पोतानुँ स्वरूप क्याँथी देखाय? सुन्दर रचना. सङ्गीतमाँ ढळे तो सौनी जीभे सहेजे चडे. हार्नीशभाईनी साथे सहमत छुँ के नरसैंयानी रचनानी याद देवडावे छे आ कृति. अभिनन्दन.

 13. ખૂબ જ સરસ રચના
  ઍકદમ ભાવવાહિ અને રસસભર…

  આવી વધુ રચનાઓની રાહ જોઈશું.

  સિદ્ધાર્થ શાહ

 14. its Excellent………..
  This type of Poems must be in some Novels or Books.
  Its like some buddy is feeling from heart which you have feeled.
  Amazing!!!!!!!!!

 15. વિવેકનાં ‘નજરુંની વાગી ગઈ ફાંસ’ ગીત વખતે મેં કહ્યું હતું એમ… કે એક નર તરીકે નારીની સુક્ષ્મ સંવેદના અને મનોભાવનું સુંદર રીતે લયબદ્ધ નિરુપણ કરવું એ તો કવિનું અત્યંત સ-ફ-ળ કવિ કર્મ ! ગોપીનાં ભાવજગતમાં સંપૂર્ણપણે દાખલ થયા વગર આવું સુંદર ગીત તો રચાઈ જ ન શકે… અને એ માટે તો પ્રિય વિવેકને મબલખ હાર્દિક અભિનંદન !

  આ ગીતનું કાવ્યપઠન આપના કવિરાજનાં મધુર અવાજમાં અહીં સાંભળો.. 🙂
  http://layastaro.com/?p=1272

 16. અભિનંદન……ખૂબ જ સરસ રચના
  મારી એક રચના આ સાથે પોસ્ટ કરુ છુ..

  હું હમણાં થી મને મળી શકતો નથી,
  કોઇને પણ ઈચ્છું તો
  લગભગ મેળાપ થઈ જાય છે,

  મારા જ ફોનથી,
  જો માર નંબર પર
  મને ડાયલ કરું તો,
  હંમેશા એંગેજ ટોન સંભળાય છે…

  થાય છે કે …
  શું ખરેખર હું વ્યસ્ત થૈ ગયો છું?

  ફરી પ્રયત્ન કરું છું અન્યને,

  ક્રુપા કરી ને થોડી વાર પછી ડાયલ કરો,
  સંભળાય છે માર એક અંગત નંબર પર..

  ઘણી વખતે પહોંચની બહાર જતા રહે છે તે,
  જે હંમેશા દિલ ની ધડકનો સાથે રહ્યા છે,

  રીંગ વાગે છે સામે છેડે,
  ને દીલ ની બેતાબી તેજ થતી રહે છે;

  ‘કટ’ થતો ફોન આપોઆપ
  ‘સ્વીચ ઓફ’ થૈ જાય છે!!!

  ફરી ડાયલ કરું છું

  મારા ફોન થી મારો નંબર
  ને
  સંભળાય છે…

  ‘ઇસ રુટકી સભી લાઈને વ્યસ્ત હૈ!!!’

  થાય છે કે
  ખરેખર હું મને મળી શકતો નથી!!!…

 17. કાજલ ઓ.વૈધ નુ ક્રુશ્નાયન વાંચતા વાંચતા તમારી આ રચના આકંઠ કરી ટેસડો પડી ગયો.જય હો. વષા અડાલજા નુ શરણાગત જેમાં હિમલય નુ વણ્ન છે.તમારું કવિતા સાથે નુ ફોટો નું જોડાવુ કેવો જોગાનુજોગ્.

 18. વાહ પ્રભુ ખુબ સરસ ક્રિશ્ન અને રાધા ના પ્રેમ નુ ખુબ જ સુન્દર નિરુપન કર્યુ. મન ખુશ થઈ ગયુ.

 19. ખૂબ સરસ
  કલ્પના સરસ
  શબ્દો સરસ
  કોઇ ગાય તો મજા પડી જાય !
  છેલ્લી લીટીમાઁ “ઓગાળી ” શબ્દ ન સમજાયો !

 20. મુંને બ્હાવરી કરીને તેં રાખી,
  દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી…

  દરવાજા એટલે અંદર-બહારની કે આવ-જાવની શક્યતા અને દીવાલ એટલે બંધિયારપણું કે અંતરાય… ઘરના દરવાજા-દીવાલો ઓગળી જાય એટલે ઘરનું આકાશીકરણ થઈ જાય… વ્યક્તિ સમષ્ટિમાં ભળી જાય.. બિંદુ અનંત બની જાય.. આ ઘર અહમનું પણ હોઈ શકે… આ ઘર કાયાનું પણ હોઈ શકે… આ ઘર મોહ-માયાનું પણ હોઈ શકે… અહીં શ્યામના પ્રેમમાં રંગાઈ ગયેલી ગોપી/રાધા ઘેલી થઈ ગઈ છે. એ પોતાની જાતના દરવાજા અને દીવાલો ઓગાળી બેઠી છે. એના ઘરનું આકાશીકરણ એટલે કે ગોપીનું શ્યામકરણ થઈ ગયું છે પણ બ્હાવરી અને પ્રેમઘેલી બનેલી ગોપીને એટલું ય ભાન નથી કે દરવાજા ને દીવાલો બધું જ ઓગળી ગયું હોય ત્યાં બારી બંધ કરવાનો પ્રશ્ન જ નથી આવતો… પણ આજ તો પ્રેમની પરાકાષ્ઠા છે ને!

 21. Congratulations for giving a wonderfull poem for Radha-Krishna.It is an addition to the good collection of Bhajans as per my mind.I enjoyed most Plz. note.

 22. congratulations for giving a good poem of Radha-Krishna It is an addition to the collection of good Bhajans as per my mind I enjoyed most plz note

 23. It is indeed rightly receivd at the time of JANMASHTAMI and gives us the memory of LORD KRISHNA & RADHA WITH THEIR DIVYA PREM, Great Dr. Vivekbhai, CONGRATULATIONS!!!!!!!!!!!!!

 24. જન્માષ્ટમીનાં હાર્દિક અભિન્ંદન…
  ખૂબ સુંદર રચના છે…..મને પ્રિય રચના આ સાથે લખું છું.
  હું બ્ંસરી તમારી તમે શ્યામ બની આવો
  શ્યામ બની આવો ઘનશ્યામ બની આવો
  નરસિંહ મહેતાની હૂંડી રૂપિયા છે સોળસોની
  હૂંડી સ્વીકારનારા શામળશા બની આવો
  રાણાએ વિષ મોકલ્યા મીરાંને મહાત કરવા
  એ વિષના પીનારા ગોવિંદ બની આવો
  પ્રહલાદે ભક્તિ કીધી હોળીકાને સાથ લીધી
  એ બાળુડાનાં બેલી નૃસિંહ બનીને આવો
  ગરીબ સુદામા ચાલ્યા ઝાંખી હરિની કરવા
  તાંદુળ આરોગનારા એક મિત્ર બની આવો
  યશોદાના વ્હાલા લાલા ને ન્ંદના દુલારા
  રાધાના પ્યારા મોહન માધવ બનીને આવો

 25. નારેી હ્રદયમાઁ પ્રવેશેીને એનેી સઁવેદનાને વાચા આપવેી જરાય સહેલેી નથેી… કારણ કે બધા કહેતા હોય છે કે નારેી હ્રદયને સમજ્વુ બહુ આકરુઁ છે… ખરેખર આ માન્યતાને તમે ખોટેી ઠરાવેી…

 26. I could read and understand only first two lines after that blank,i don’t understand gujrati much,

 27. Dear Sanjay,

  The e-mail id you have provided seems to be incorrect. That’s why I am posting what I wrote to you in the mail here only:

  Dear friend,

  Thanks for your comments. I am afraid it’s difficult for any poetry in any language to be translated in any other language preserving the inner-core soul as it is. Your feeling that you have listen to the song with similar lyric is all very much possible as I haven’t designed any lyrics for this particular song but whenever we read a poem, we read it with the back ground of some lyric already preset in our mind… The meters used to write songs or Ghazals are limited and the poems are innumerable. So, you can for sure match one lyric with another…

  Thanks for showing your interest once again…

  Have a great day !

  Take care…

  Dr. Vivek Tailor

 28. i have also written 95 poems . i want to publish it or display to the interested people who can understand the concept of poetry very well. what should i do ?

 29. શ્યામ નાં રંગે રંગાવું કોને ના ગમે……ખુબજ સરસ છે…..

 30. waah waah waah…..mast majani geet…maja padi gai… bus mane aa ek pankti – બારી ય એકે ન વાખી ma વાખી etle shu ae na samjayu :(. help expected

 31. વાખવું એટલે બંધ કરવું…

  એકવાર દરવાજા અને દીવાલો ઓગળી જાય એ પછી હકીકતમાં તો બારીનું અસ્તિત્વ જ રહેતું નથી એટલે એને ખોલવા-બંધ કરવાનો સવાલ જ ઊઠતો નથી. પણ વરણાગી જ્યારે આપણને બ્હાવરા બનાવી દે ત્યારે દરવાજા-દીવાલો ઓગળી ગયા પછી, જાત જ આખી ઓગળી ગયા પછી બારીનો વિચાર આવે… કોઈ માધવ લ્યો જેવી પરાકાષ્ઠા છે આ.,..

 32. વ્રિન્દાવનથી ભગવદ ગીતા……બધધું…..સમાવી લીધું આ ગીત માં….

 33. ખૂબ જ સરસ રચના, વિવેકભાઇ……

Comments are closed.