મિડલ ક્લાસ હાઉસ વાઈફ

_MG_2242
(સમયના શરીરે કરચલીનું જાળું…. …)
(સેરોલસર તળાવ પાસે, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

*

હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટિંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રિપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતાં, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
દર્દ ભાગી જાય છે.
પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?
આખો દિવસ
ઇન્ટરનેટ લઈને ખાલી ખાલી બેસી રહું છું
પણ ખાલીપાના વાસણમાં
થીજી ગયેલા સમયને
ચોસલાં પાડી
નેટ-મિત્રો, ચૅટ-મિત્રોમાં વહેંચી
કેમે પૂરો કરી શકાતો નથી.
અને
કમ્પ્યૂટર પર બેઠી હોઉં તો પણ
પીઠ પાછળ
દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

46 thoughts on “મિડલ ક્લાસ હાઉસ વાઈફ

  1. સુંદર
    ઘણાખરા ઘરના રોજના બનાવનું અછાંદસ…
    પણ ખાલીપાના વાસણમાં
    થીજી ગયેલા સમયને
    ચોસલાં પાડી
    નેટ-મિત્રો, ચેટ-મિત્રોમાં વહેંચી
    કેમે પૂરો કરી શકાતો નથી.
    … જીવનના ખાલીપાનું સુંદર દર્શન
    યાદ આવી
    પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
    તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને
    બાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
    તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
    ધન્યવાદ્.

  2. શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
    દર્દ ભાગી જાય છે.
    પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
    બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?

    This 4 line ask to us about her problems, she is alone just like ” Kuch insan Bhid me bhi tanhai mehsus karte hai “.

    This is attack to direct our real life

    Ajay nayak “Dhadkan”

  3. આ આધુનીક કાળઅની મેહરબાની છે,. આપડા માતા પિતાને આ મુંઝવણ ન્હોતી. માણસો ની
    ભીડ્ વધી છે તોય્ ઍકલતા, હતશા, ખાલીપણું “ઈસ શહેર્ર્મ હર શખ્સ પરેશાનસા ક્યું હૈ”?
    હવાનુ લુસ લુસ્,સુવાનુ ઓફિસના વિચારો સાથે, સપના પણ્ પેટ્રોલ અને ઘર્ના ભાડાના,
    રસ્તા પર કોઇ ચાલતા નથી બધા દોડે છે- અને મજા તો એ છે કે ખબર નથી ક્યાં પહોચવું છે.
    માણસ પોતાની સાથે પણ એક્લો હોય છે ખરો ?
    તમે આ વ્યથા ને ખુબ સરસ રીતે રજુ કરી છે. અભિનંદન્.

  4. શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
    દર્દ ભાગી જાય છે.
    પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
    બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?

    વિવેકભાઈ, તમે સાચે જ યક્ષ પ્રશ્ન કર્યો છે.
    આ પીડા–વ્યથા જ આપણા જીવનની મુડી નથી શું?
    સરસ રચના.

  5. Hi…tamari aa kruti khub j sharash chhe.
    khub khub abhinandan….

    From :- Amit Chauhan
    (9825203060)

  6. અભિનન્દન..વિવેકભાઇ..

    દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
    ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.

    ખાલીપાની સચોટ રજૂઆત.

  7. આ કહાની આપણી જ આસપાસ કેટલીય સ્ત્રિઑને લાગુ પડતી હશે?
    ખુબ સરસ.

  8. Being a working person, this picture of middle class house-wife (looks like Indian house-wife) looks very attractive to me (household help, free time for net-surfing and TV, massage). I think time can be utilized at best if there is some hobby and then there is no space for loneliness or boredom.

  9. Vivekbhai,

    I got so attracted to the picture portrayed in your poem that I forgot to mention, your Achhandas poem is very good as usual.

  10. પણ ખાલીપાના વાસણમાં
    થીજી ગયેલા સમયને
    ચોસલાં પાડી
    નેટ-મિત્રો, ચેટ-મિત્રોમાં વહેંચી
    કેમે પૂરો કરી શકાતો નથી.

    હર તરફ હર જગહ, બેશુમાર આદમી,
    ફિર ભી તન્હાઈઓં કા શિકાર આદમી.
    વીવેકભાઇ, મીડલકલાસ હાઉસવાઇફની એકલતાનું આપે ખૂબ જ સુંદર આલેખન કર્યું છે અને આ એકલતાની સમસ્યા એ તો કદાચ આમ આદમીની પણ સમસ્યા છે.મટીરીયાલીસ્ટીક લાઈફ માણસને ક્ષણજીવી આનંદ આપી શકે છે,પણ પછી શું ? આજે એકાંતે એકલતાનું રુપ લીધું છે જે એકાંત તો ખરેખર જાત સાથે ગોઠડી કરવાનો મોકો આપે છે. ટી. એસ.ઍલીયટે મૉડર્ન મેન માટે ખૂબ સરસ વાત કરી છે,
    Shape without form, shade without colour,
    Paralysed force, gesture without motion.

  11. ખુબ સરસ રચના, કેહવુ પડે તમારુ બારીક observation!!!! Bravo, Many congratulation…..

  12. ખાલીપાને શબ્દોથી ભરી દીધો !!
    સુંદર ભાવાભિવ્યક્તિ….

    ખાલીપાના વાસણમાં
    થીજી ગયેલા સમયને
    ચોસલાં પાડી
    નેટ-મિત્રો, ચેટ-મિત્રોમાં વહેંચી
    કેમે પૂરો કરી શકાતો નથી.

    રસોઈ કૂક બનાવી જાય.
    કચરા-પોતા, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
    એની છોકરી વળી
    સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.

    મીડલ ક્લાસ ના લખો વિવેકભાઈ
    આ બધું સદ્.ભાગ્ય એનું ક્યાંથી ?!!
    અપરમીડલ ક્લાસ ………!!

  13. ટીવીનું વોલ્યુમ એટલું મોટું રાખ્યું કે સુરતથી અહીં અમેરિકા સુધી સંભળાયું.
    મારો ખાલીપો ખાલી થઈ ગયો.

  14. આ બહેન્ને હું ઓળખું છું.અમદાવાદ્માં રહે છે.ખુબ પૅસાદાર છે.

  15. તમે સારુ લખો ભલે એ વાત પેલી અમદાવાદ વાળી કન્ચન્બેન ને લાગૂ પદે

  16. Dear Vivekbhai

    It is a good poetry, very good one. Enjoyed. Does this reflect our daily present life style, though ? I wondered. Outside India, in Europe and in America, perhaps, they have equally much to offer. They too strive hard to see the family prosper.

    However, I can not say much about our communities back home and some African countries and South Asian countries. Perhaps, there they have servant depended life styles.

    Hearty compliments.

  17. અતિસુઁદર…સામ્પ્રત માહોલ સઁદર્ભે સચોટ અને હ્રદયસ્પર્શી અભિવ્યક્તિ…અભિનઁદન…
    –ડો. દિલીપ મોદી ( સુરત )

  18. જીવંત જીંદગી ની આબેહુબ વાત એ પણ આટલી નિકટતા થી તો એક ડોકટર કે એક સંપૂર્ણ લેખક/કવિ જ કહી શકે.અભિનંદન વિવેકભાઈ ને.

  19. શાબાશ વિવેક્ભાઇ,
    મિડલ ક્લાસ હાઉસ વાઇફની વાત…..
    પોતાના જ ટોળામાં એકલા પડી ગયેલા માણસની કે કુટુંબમાં અણગમતી વ્યક્તિની પણ આજ હાલત હોય છે. જીવનમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવો ખાલિપો અને તેમાં સમય હિમની માફક ઠરી ગયો હોય છે…. જાણે સમય અને જીવનની ગતિ એક સાથે સાવ જ મંદ ના પડી ગઇ હોય! પોતાના પારકા લાગે! ના સહેવાય કે ના કોઇને કહેવાય!
    ખરેખર તમે મિડલ ક્લાસ હાઉસ વાઇફનું આબેહુબ શબ્દચિત્ર રજુ કરવામાં પૂરા ઉતર્યા છો. આ માટે તમને ખાસ અભિનંદન!
    Expecting a poem on middle class working woman,
    પ્રવિણ

  20. વાહ કવિ સુદર રચના.. પીન્કી ની વાત સાચી હાયર મીડલ ક્લાસ કહો… અને કવિ શબ્દચિત્ર દોરી અટકી જશે તો નહી ચાલે. એને દિશા પણ કવિએ જ આપવાની છે.

  21. વહાલા વીવેકભાઈ,

    છે અછાંદસ રચના; પણ કેટલી સરસ રીતે ભાવાભીવ્યક્ત કરી શકી છે ! સર્જકને સલામ…! રચના વીશે ઘણાએ ઘણું લખ્યું છે તેથી વીશેષ નથી લખતો… હું સંમત અને મારો રાજીપો વ્યક્ત કરું.

    કાવ્ય સમીક્ષાનું કામ અઘરું છે અને મારું તો ગજુંયે નહીં !
    ચાલો, તેથી એક સહેલું કામ કરું–ભુલો કાઢવાનું….

    કેટલીક ભાષા વીષયક વાત લખું.. ‘મિડલ’માં ‘મિ’ હ્રસ્વ આવે; ‘મિટિંગ્સ’માં ‘ટિ’ હ્રસ્વ આવે (જ્યાં શબ્દાંતે ing હોય ત્યાં બધે હ્રસ્વ ‘ઇ’–બુકિંગ, લુકિંગ, વૉકિંગ વગેરે);‘ટ્રિપ’માં ‘ટ્રિ હ્રસ્વ આવે; ‘કચરા–પોતાં’માં ‘તાં’ ઉપર અનુસ્વાર આવે; ‘ચૅટ’માં ‘ચૅ’માં અવળી માત્રા; ‘કૉમ્પ્યુટર’ની જોડણી આવી હોય છે ‘કમ્પ્યૂટર’.

    મારી ભુલો ન જ થાય એવું નથી.. છતાં ‘વીવેક’ભાઈ સાથેની દોસ્તીના દાવે આટલો મારો ‘અવીવેક’ દરગુજર કરશો..

    ફરી, ભાવસબળ રચના બદલ અભીનંદન..

    ..ઉત્તમ અને મધુ.. સુરત ..uttamgajjar@hotmail.com

  22. આભાર, ઉત્તમભાઈ !

    આપ મારી દરેક કવિતા અંગે આવી ટિપ્પણી આપતા રહેશો તો થોડા સમયમાં મારા જેવા વિદ્યાર્થીમાં ઘણો સુધારો થઈ શક્શે.

  23. ઉત્તમ્.. અતિ ઉત્તમ્.. શબ્દ મા ઘનુ વજન આપ્યુ…..

    આમજ અમોને આપ્ન શબ્દો દ્વવારા ભિન્જવતા રહેજો….

  24. દિવાલોના બનેલા ખાલી ઓરડાની જેમ તુ ખાલી ન રાખ તારી આત્માને,
    ભરીદે એમા સ્નેહના ફુલ્ઙાને,છોડી દે આ જીવનની જનજાળ.

  25. સરસ, ખુબ ગમ્યું.ખુલ્લી આંખે આ બધુ જોવા છતાં કવિતtમાં સમાવવું સહેલુ નથી.
    દ્રશ્ટિ જોઇયે.
    well done sir,
    indravadan vyas

Leave a Reply to Gahan Munjani Cancel reply

Your email address will not be published. Required fields are marked *