જાનીવાલીપીનારા હતા

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું ઇન્દ્રધનુષ…                         …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

આવનારા હતા ને જનારા હતા,
શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
મારનારા હતા, તારનારા હતા.

હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
આ સમયના તો લાખો કિનારા હતા.

શીશી ચાલી ભીતર ભરવા પણ જે મળ્યા,
ઢાંકણા કે પછી ઢાંકનારા હતા.

દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
શબ્દ એકેક એકે-હજારા હતા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

54 thoughts on “જાનીવાલીપીનારા હતા

  1. અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    સરસ !

    – ‘ધવલ’

  2. અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    જાનીવાલીપીનારા શબ્દનો મજાનો ઉપયોગ કર્યો દોસ્ત…!

    શબ્દ એકેક એકે-હજારા હતા… ક્યા બાત હૈ! 🙂

  3. વાહ ભાઇ ! જાનીવાલીપીનારા !….અમારો ભાગ ?

    તમે મથામણમાઁ તરો છો કે ?

  4. અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    જાનીવાલીપીનારા- બહોત ખૂબ!

    સરસ ગઝલ.

  5. અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
    શબ્દ એકેક એકે-હજારા હતા.

    ખૂબ સરસ

    મેઘધનુષમાં ઉપલી રેખા લાલ રંગે દેખાવાનું કારણ ભેજકણ દ્વારા લાલ કિરણો જરા મોટા ખૂણે પરાવર્તન થાય છે, જ્યારે ભૂરા કિરણો સહેજ છીછરા ખૂણે બહાર નીકળે છે. જોનારની આંખમાં જે કિરણો બરાબર સીધ પકડીને સમાય એ જ રંગ તેને દેખાય, એટલે નીચા ભેજકણો જ એ વ્‍યક્તિને ભૂરો રંગ જોતો કરી શકે છે. કિરણોની સીધ હંમેશા અર્ધવર્તુળના કે પૂર્ણવર્તુળના જ હિસ્‍સામાં પકડાતી હોય છે. પરિણામે મેઘધનુષનો આકાર પણ કુદરતી રીતે એ જાતનો બને.
    દ્રુષ્ટિ તેવી સૃષ્ટિ…
    કારણ નયનની નમી…
    જો પ્રદક્ષિણા કરી જોશો તો સફેદ દેખાશે…
    જીવનમાં શાંતીનું પ્રતિક ન જોઈ શકો તો
    છેવટે જે સાતેય રંગોમા રમનારાને
    શાંત થયા
    બાદ
    તો શ્વેત રંગ મળશે જ
    કફનમા…

  6. દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
    હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

    વાહ……..સરસ ગઝલ…..મઝા આવી ગઈ…

  7. દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
    શબ્દ એકેક એકે-હજારા હતા
    ને જ સવા વર્ષે દાદ આપું !
    બાકર બચ્ચું સમજનારા તમે-
    ‘બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં,
    સિંહણબચ્ચું એક, એકે હજારા

    તમારી સાહિત્ય ભક્તીથી એકે હજારા થયા છો…
    અને મઝાની ગઝલના લયમા ભલે લખ્યું
    દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
    હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.
    …હતા
    હવે નથી જ નથી

  8. Good one with life philo…..of VIBGYOR…..
    Brahama (White) sun lite passes through our body is prisms like reflection of seven colour VIBGYOR means Visnu and Shiv as Black.
    Brahama white (Generator) Visnu (Operator) multi colour and Shiv Black (Destroyer).
    In swami Vivekand word GOD means…. Generator Operator Destroyer.

  9. લાં..બા વિરામ પછી સુંદર ગઝલ વિવેકભાઈ. મેઘધનુષી રંગોના ટૂંકા રૂપનો કાફિયા તરીકે બખૂબી ઉપયોગ ગમ્યો. અને એ શેર પણ અદભુત થયો છે. અભિનંદન મિત્ર.

  10. Mathaman ma tarto rahyo aajivan
    Aa samay na to lakho kinara hata..
    Ante to shwet range suvanu thayu
    Aajivan janivalipinara hata…
    Dad malse na a darthi kai na lakhyu
    Shabd akek ake hajara hata..

    Kabile dad shero..
    Akbarbhai nu arthghatan pan khub gamyu..

  11. ખુબ સરસ!!!!!!!!!વધરે કઇ લખવાનિ જરુર નથિ બસ આવિ રિતે અમ્રુત રસ પિવદાવતા રેજો……….

  12. હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
    આ સમયના તો લાખો કિનારા હતા.

    અદભૂત ગઝલ. બધા જ શેર સરસ થયા છે.

  13. ભાઈ વિવેક , આખેી જિન્દગેી મારુ મારુ કર્તા લોકોને આખરે તો ખાલિ હાથ જ જવાનુ હોઇ … એજ રેીતે આખેી ઉમર એ મેઘ્ધનુશ ન રન્ગો માનેી ને આખરે તો સફેદ કફન મા જ સુવાનુ હોઇ અએ રન્ગો નુ મહત્વ સુ ચ્હે એ અનુભવ્યુ તારા શબ્દો વડે. સુન્દેર્… રચના….! જાનેીવાલેીપેીનારા.. શબ્દ થેી શાળા ના દિવસો યાદ કરાવવા બદલ આભાર્…..સરસ ગઝલ

  14. દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
    શબ્દ એકેક એકે-હજારા હતા.

    વિવેક, શબ્દો નવાં ગુંથતાં રહેજો,
    કાવ્યો નવા અમોને આપતાં રહેજો.
    ઘનશ્યામ ના પ્રણામ.

  15. દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
    હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

    સાચી વાત્.

    સપના

  16. પ્રિય સપનાબેન,

    જાનીવાલીપીનારા એટલે મેઘધનુષનાં રંગો… ક્રમ પ્રમાણે.
    જા એટલે જાંબલી
    ની એટલે નીલો (ભૂરો)
    વા એટલે વાદળી
    લી એટલે લીલો
    પી એટલે પીળો
    ના એટલે નારંગી
    રા એટલે રાતો (લાલ)

    જાનીવાલીપીનારા શબ્દ નાનપણમાં ગુજરાતી શાળામાં મેઘધનુષ્યનાં રંગો ક્રમ પ્રમાણે યાદ રાખવા માટે વિદ્યાર્થીઓને લગભગ ગોખાવવામાં આવતો… એ શબ્દ યાદ રહી જતો એટલે પરીક્ષામાં મેઘધનુષનાં રંગો વિશે પૂછાતા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો એ રમત વાત થઈ જતી. 🙂

  17. વિવેકભાઇ,

    અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.
    ઘનશ્યામ વઘાસિયા

  18. નિલમબહેન,
    આપના “સંબંધ સેતુ” ના શીર્ષક નામનુ પુસ્તક પ્રગટ કરો ત્યારે અચુક જણાવજો,
    ઘનશ્યામ વઘાસિયા,સુરત.
    મારું ઇ-મેઇલ ;
    ghanshyam_69@rediffmail.com

  19. હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
    આ સમયના તો લાખો કિનારા હતા.

    લાખો કિનારા છતાં તરવું પડે – એ વિવશતા ગઝલમાં ડોકાય છે.
    જાનીવાલીપીનારા ઘણાં વરસે ફરી તાજું થયું.
    સુંદર ગઝલ.

  20. બ્લેકહોલ ની માફક આ રંગો પણ શ્વેત રંગ માથી છુટા પડે, જીવનના તાણે વાણે વણાય અને અંતે શ્વેત રંગમાજ વિલિન થઈ જાય… આટલુ નર્યુ સત્યને ગઝલનુ સુંદર શબ્દ શરીર.

  21. સાયન્સની દ્રશ્ટિએ શ્વેત રઁગમાઁ જાનેીવાલી પીનારા સમાયલા છે.

  22. વાહ વિવેકભાઈ
    સુંદર રચના !
    જાનીવાલીપીનારા શબ્દપ્રયોગ ખૂબ ગમ્યો
    આપના કવિકર્મને દાદ આપવી પડશે
    અભિનંદન !

  23. અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    શાકી તો પીવડાવતી રહી જામથી
    અમો તો આંખોથી પીનારા હતા

    આંખો ઢળેલ રહી તારી સનમ
    એમાં ય ઘણા છુપા ઈશારા હતા.

    લો, આ તો હું આમ કવિ થઈ ગયો
    બાકી અમો તો બસ વાંચનારા હતા.

  24. सूर्यना रथने सात अश्वो हांके छे – सूर्य-किरण त्रिपार्श्वमांथी पसार थतां जानीवालीपीनारा ए सात रङ्गोमां फंटाई जाय छे. पृथक्-पणामां पण रहेला एकम् अद्वितीयम् तत्त्वने पारखीए तो श्वेत रङ्गमां सूवानुं थाय छतां प्रकाश लाधे – मृगजळनो मर्म समजाय अने सहस्र शब्दो छतां शब्दोने अतिक्रमती प्रशान्त प्रगल्भ ब्राह्मी स्थिति प्राप्त थाय. विवेके सुन्दर शब्दोमां आ स्थितिनो सङ्केत आप्यो छे.

  25. “જાનીવાલી” પીનારા વાંચી “કાનાભાગુસબા” યાદ આવી ગયું. જીંદગિભર

    જુદા જુદા રણ્ગો માણીયે પણ છેલ્લેતો સફેદ રંગ ઓઢીનેજ સુવાનુ

    વાહ !

    ભરત પન્ડ્યા,

  26. વિવેકભાઈ,

    ઊર્મિએ મને જાનીવાલીપીનારા નો અર્થ સમજાવ્યો.અને તમારો શે’ર મને સમજાયો.અતિ અર્થપૂર્ણ.
    અને હા ઊર્મિ અમે એવીરીતે મેઘધનૂષનાં રંગ નહોતા યાદ રાખ્યાં.કદાચ એટલે અમે ઠોઠડા રહી ગયાં.કે પછી વધારે હોંશિયાર કે જાનીવાલીપીનારા કરવાની જરુર ના પડી! ઃ)!આભાર અર્થઘટન માટે.
    સપના

  27. ફાંકડું કાવ્ય.જીવનની સપ્તરંગી રમ્યતા અને અંતે પરમ તત્વ સાથે એકરૂપ્ થવાની તૈયારી રૂપે શ્વેત્ વસ્ત્રમાં કાયા લપેટાવાની છે તે વાત ની સમઝદારી અને સભાનતા આવકારદાયક છે.ડૉ.વિવેક્ને અભિનંદન.
    પગ્નાજુ,મ્રુણાલિની,અકબર લોખંડવાલાના અને ડૉ.ધ્રુવ ના પ્રતિભાવોએ ગઝલનો સરસ રસાસ્વાદ કરાવ્યો.કાવ્ય એક્વાર વાચકો માટે પિરસાય પછી વાચકો કાવ્યના મધ્યવર્તી વિચારને છેડ્યા વગર અલગ અલગ રીતે માણે તે સામે કવિને કદી ફરીયાદ હોય ખરી? એક વિચાર આવ્યો તેથી આ પુછ્યૂં.
    આ પંક્તિઓ ચોટ્દાર લાગી.

    અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
    આજીવન જાનીવાલીપીનારા હતા.

    દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
    શબ્દ એકેક એકે-હજારા હતા.

    આફ્રીન ! !

  28. બહુજ સરસ ગજલ લખિ એ, વિવેકભાઈ મે મારી જિદગી મા મેઘ્ધનુશ ના સાતો કલર મારી નીલ ના લીધે જોઆ છે અને હવે તે મારા જિવન માથી જતી રહી છે મને હવે સફેદ કલર નીજ રાહ છે.
    જીવન શુ છે તારા વગર, એક ખાલી ખોળીયુ, પડીયુ છે નનામી વગર.

  29. ડૉ.શ્રી વિવેકભાઇ.
    હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
    આ સમયના તો લાખો કિનારા હતા.
    જો કે આખી જ રચના સુંદર છે. અને ખરેખર માનવીને લાખો કિનારા હોવા છતાં મથામણોમાં જ તરતો રહે છે.
    લી.પ્રફુલ ઠાર

  30. વાહ….વિવેકભાઈ…..ખુબ સરસ….”શબ્દ-સૃષ્ટિ”(સપ્ટેમ્બર-૦૯) ની રચના માટે પણ ફરીથી અભિનંદન….

  31. દ્રુસ્તિ મ હોવ ચ્હ ત હોય નહિ ક્યય પન્ હલ મ્રુગ્જલ સમ,દોસ્ત મર હત.
    આજ્કલ દોસ્તો મ્રુગ્જલ જેવ જ હોય ચ્હે.

  32. શ્રી વિવેકભાઇ
    ઇન્દ્ર્ધનુષ્યની સરસ રચના વાંચી આનંદ થયો.આપ તો મને મારા બાળપણમાં લઇ ગયા જ્યાં મને આચર્યશ્રી પ્રમોદભાઇ વોરાએ મેઘધનુષ્યના રંગોને યાદ રાખવા માટે આ શબ્દપ્રયોગ શીખવાડેલ હતો.”જાનીવાલીપીનારા”

  33. સ્વેત ર્ંગ જ ;જાનિવાલિપિનારા; ઝિલિ શકે છે;બિજા બધા ભેગા થઈ ને જિવન મા ભાત ભાત ના ર્ંગ ભેળવિ નાખે…….

  34. બહુ જ હ્રદય સ્પર્શિ લગ્યુ.
    આવનારા આવી ગયા ને જાનારા વયા ગ્યા,
    બસ રહી ગય તો મત્ર એમની યાદ..

  35. જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
    મારનારા હતા, તારનારા હતા……………….

    સાંભળતાં સાંભળતા ફરી અહીં આવવું ગમ્યું…

  36. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

Leave a Reply to Harikrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *