શું છૂટકો છે ?

લખવાનું કામ જ્યારે બંધ હોય ત્યારે છપાવવાનું યાદ આવે… લાંબા સમયથી ગઝલ-લેખન અટક્યું છે ત્યારે ગઝલ-પ્રકાશનનું કાર્ય અનવરુદ્ધ ચાલતું રહે એમ કરવાની ઈચ્છા રહે છે… ગઝલ-વિશ્વના છ મહિના મોડા પ્રકાશિત થયેલા અંકમાંની આ ગઝલ આપ પૉસ્ટ તરીકે અહીં તથા પ્રકાશિત રચના સ્વરૂપે અહીં માણી ચૂક્યા છો…

Ghazal Vishwa- Mane na puchh
(ગઝલ વિશ્વ, ડિસે.,2007…     ….સંપાદક: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અંકિત ત્રિવેદી)

13 thoughts on “શું છૂટકો છે ?

  1. આટલી સારી લખો તમે ગઝલ
    એને છાપ્યા વગર કઈં છૂટકો છે ?
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  2. કબુલ કબુલ કબુલ.ત્રીજી વાર પણ કબુલ કે ગઝલ સારી છે.અને આટલી મોડી છાપવા રાજેશ- અંકિતની પણ કોઈ મજબુરી હશે!
    …સવારે ઊંઘમાંથી ઊઠતાવેંત કોમ્પ્યુટર માઉસ હાથમાં લઇને બેસી જયા વગર કઈં છૂટકો છે?
    તો તમે ભારે ઉત્સાહભંગનો શિકાર છો એ અવાર નવાર સાંભળવામાં આવે તો હું કહું કે તે જ મારી દવા છે!
    ત્રીજીવાર મૂક્યા વગર શું છૂટકો છે?ખરેખર, મનની લીલા એવી અદભૂત છે. તેનામાં પ્રાપ્ત પદાર્થ ને પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની ને તેમાં ડૂબી જવાની સહજ શક્તિ છે. વધારે ભાગે તે માણસના લાભમાં જ છે. તેથી માણસ જૂનાનો મોહ મૂકીને નવાને અનુકૂળ થતો જાય છે ને જીવનમાં નવી આશા ને નવા સુખની પ્રાપ્તિ થાય છે. પરિણામે જીવન જીવવા જેવું બને છે. પરંતુ એનો અર્થ એવો નથી કે માણસ જૂનાને તદ્દન ભૂલી જાય તે સારું છે. જૂનાના સારભાગ ને જીવનના પ્રેરક બળને તે યાદ રાખે તે જરૂરી છે. જૂના તરફ કૃતજ્ઞતા ને વફાદારીની ભાવનાથી જોવાનું ચાલુ રહે તે તેને માટે લાભકારક છે. શું છૂટકો છે નહીં પણ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન થવાની કળા તેણે શીખવી જોઈએ. ડાહ્યા માણસો મરણથી પણ ના ડરવાનું ને મરણ સામે પણ સ્મિત કરવાનું એટલા માટે જ કહે છે કે મરણ દેખીતી રીતે અશુભ અને અનિષ્ટકારક લાગે છે, છતાં તેની પાછળ નવી સૃષ્ટિ ઊભેલી છે અને એમાં પ્રવેશવા માટે જન્મરૂપી પાસપોર્ટ આપવામાં તે સહાયક થઈ પડે છે.

  3. ન હોય જ્યાં કોઇ બ્ંધ ન ત્યાં કેવી આઝાદી……….અતિઉત્ત્મ્………..!

  4. તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે?

    કેટલી સુંદર ને માર્મિક વાત હળવે રહીને કહી દીધી.
    આ શેર મને ખૂબ ગમ્યો.
    અભિનંદન!

    આવી સુંદર ગઝલ છાપ્યા વગર છૂટકો છે
    અને એને વાંચ્યા વગર શું છૂટકો છે
    અને વાંચ્યા પછિ કૉમેન્ટ લખ્યા વગર ક્યાં છૂટકો છે

  5. ગઝ્લ કાર તો અમારે પણ થવુ છે
    પણ આ સ્સાર ની માયા…… ક્યાં છૂટકો છે?

Leave a Reply to sujata Cancel reply

Your email address will not be published. Required fields are marked *