હરીફાઈ

support
(ટેકો….              ….મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

એ નાનો હતો
ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
ગાડીમાં આગળ
મારી બાજુની સીટ પર બેસતી.
એ થોડો મોટો થયો
એટલે અમે એને પાછળની સીટ પર
-આખી સીટ તારા એકલાની-
કહી બેસાડતાં હતાં.
પણ થોડો વધુ મોટો થયો
ત્યારે એણે જબરદસ્તીથી
મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
અને પોતે આગળ.
કારણ કંઈ નહીં.
આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
અમને લાગ્યું
કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
અથવા
બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
એક દિવસ બપોરે
એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
દબાઈને સૂઈ ગયો
અને મારા ગાલ ખેંચ્યા-
-હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૮)

28 comments

 1. ઊર્મિ’s avatar

  હા હા હા… મજા આવી ગઈ… અમને તો હજીયે રોજ અનુભવ થાય છે…. :-))

 2. Bharat’s avatar

  થોડ્ો વખત જવા દો ,ઍે ચલાવત્ો હશેને તમે બન્ને પાચ્હ્ળ નેી સેીત પર હશો.

 3. paresh,johnson & johnson’s avatar

  hi wah wah wah nice sir

 4. Radhika’s avatar

  હુમ્મ

  દોસ્ત હવે નક્કિ કરો…. કોણ સૌથી વધારે વ્હાલુ …..

 5. Nirlep Bhatt’s avatar

  as always, nice description……I think, this area is largely, remain largely untouched in gujarati poetries.

 6. Nirlep Bhatt’s avatar

  Appropriate picures acts as a icing on the cake for your poetries……in most of the cases, picures speak itself about theme.

 7. ડો.મહેશ રાવલ’s avatar

  વિવેકભાઈ!
  સમયથી મોટો કોઈ શિક્ષક નથી,સમય જ નક્કી કરશે કોને ક્યાં બેસવું એ !!!!!!
  તકલીફ એ છે કે,અત્યારના જનરેશનને સમય કરતાં પણ ફાસ્ટ થવું છે!!!!

 8. pragnaju’s avatar

  -હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?
  કેવી સરસ અભિવ્યક્તી!
  ઘણાં ખરાં અમે, કહેવાતા વડિલો પ્રેમાળ તો હોય છે જ, પણ બાળકોની વાત સાંભળવાનો સમય જ નથી!
  નહીં, તો આવી મઝાની વાતો જાણવાની મળે!
  અહીંની પરિસ્થિતીમાં આ ગુન્હાહીત છે!અમારે ઓછા વજનના ટ્વીન્સને હોસ્પી.માંથી લાવવાનાં હતાં તો તેઓનું વજન બરાબર થયું પછી તેની સ્પેસીફીકેશન પ્રમાણેની કાર સીટની ચકાસણી થઈ-તે બરોબર થયું ત્યા સુધી હોસ્પી.માંથી રજા જ ન આપી!ત્યારબાદ પણ ૪૦ પાઉંડનાં થાય ત્યાં સુધી કારસીટ ન રાખીએ તો ટીકીટ મળે! અને આમેય જોઈએ તો- આનો અમલ ન કરવો અને બાળકને ઈજા થાય તો તમે પણ તમને માફ ન કરી શકો.

 9. સુનીલ શાહ’s avatar

  નાનકડા–નાજુક પ્રસંગને સરસ રીતે ઉજાગર કર્યો છે…સમજનેવાલે કો ઈશારા કાફી..!!

 10. chetan framewala’s avatar

  સુંદર,
  આવાજ ભાવ મારા મનમાં પણ જાગે છે પણ જે અદાથી તમે એનું શબ્દાંકન કરો છો , એ મારાથી નથી થઈ શકતું.
  કીપ ઈટ અપ

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 11. MANVANT’s avatar

  સમજી ગયા !

 12. Neela’s avatar

  બીજા ભાગમાં એવું લાગ્યું કે પરદેશની ગાડીમાં ફરી રહ્યા છીએ કારણ ત્યાં તો તાજા જન્મેલા બાળકને આખી સીટની લાલચ આપીને પાછળ બેસાડવામાં આવે છે.

 13. jayesh upadhyaya’s avatar

  શબ્દો તમારા હોય ને અનુભવ મારો હોય એમ લાગે છે

 14. nilamdoshi’s avatar

  last line awsome……!!!

 15. Manish’s avatar

  પિતા-પુત્રના પ્રેમ વિશે કોઈ કાવ્ય સંગ્રહની રાહ જોઇ રહ્યો છું, હું.

 16. જાગૃતિ વાલાણી’s avatar

  વાસ્તવિકતા સભર સરસ કાવ્ય…

 17. VISHWADEEP’s avatar

  ચાલો વાસ્તવિકતાનું ભાન કરીયે!! ચકો ચકી ચણે, થોડો પ્રેમ થાય..માળા માં સાથ રહે,ખાય-પિયે બસ મજા કરે…બાળ-બચ્ચા થાય!! ચાચમાં ચાચ નાંખી ખવરાવે!! ઉડતા શિખવાડે! પછી શું ? બચ્ચા ઊડી જાય!! મોજ મજા કરે! ચકો ચકી ઘરડા થાય!!માદા થાય…બચ્ચા કદી માળે પાછા ન આવે. કે ચકા-ચકી નું ધ્યાન રાખે!! કે એ ન કોઈ આશ રાખે!!

 18. Gaurang Thaker’s avatar

  સરસ રજુઆત…..ગમી જાય એવી….

 19. Maheshchandra Naik’s avatar

  સરસ મઝા આવિ ગઇ, અભિનન્દન્,વિવેકભાઇ

 20. Rajeshwari Shukla’s avatar

  વિવેકભાઈ,
  હજી તેને થોડો વધુ મોટો થવા દો અને પછી તે પિતાને ખસેડીને તેમની સીટ લઈ લેશે….કારણ (૧)હવે તે આત્મનિર્ભર બનશે (૨)ધ્યેય સુધી પહોંચવા હવે તમારે ચિંતા કરવાની નથી, હું જ તમને ત્યાં પહોંચડીશ……અલબત્ત,આ સમયે અભિવ્યક્તિમાં ફેર હશે-પિતા તેના રોલમોડેલ હશે અને માતા અંતરનો નિર્મળ પ્રેમ–માનસશાસ્ત્રની રીતે સમગ્ર જગતે સ્વીકારેલી ઈલેક્ટ્રા અને એડીપોઝ ગ્રંથી કામ કરી જશે…

 21. Dr Niraj Mehta’s avatar

  nice one
  saras abhivyakti

 22. Pinki’s avatar

  i like that one

  swayam is driving car

  and u & vaishali on back seat

  nicely expressed his feelings…… !!

  i know, father-son relationship

  pity of mammas , right vaishali ?!!

 23. mahesh dalal’s avatar

  viviekbhai everytime I read the mail i am thrilled .yes this also evryparents experienmce .

 24. Haresh Rohit’s avatar

  Dekhav ma ekdam saral chhata darek vakhate koi navi j rachna aapna vishal manobhaav ane tatkalin samay no khyaal vyakt kare chhe.
  bas aa rite gujarati bhasa ne vadhu samruddh karta raho.

 25. Rajesh Dungrani’s avatar

  હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

  ખુબ સુન્દર અભિવ્યક્તિ……….

 26. Rina’s avatar

  sweet competition :):):)

 27. rekha’s avatar

  પ્રેમ ……ને બાળક પણ સમજે હો ….બહુ સહજ અભિવ્યકિત…..

 28. devendra desai’s avatar

  kavita jivai gai thodi ksno mate to…

Comments are now closed.