લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે…

Vivek and Vaishali
(અમે બે…             …૨૬ જાન્યુઆરી, ૧૯૯૭ થી ૨૬ જાન્યુઆરી, ૨૦૧૩)

*

આજે છવ્વીસમી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે અમારા સહજીવનનું વહાણ સોળમા સમુદ્રમાં પ્રવેશ્યું. લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે મારી વહાલસોયી પત્નીને એક સોનેટ-કાવ્ય ભેટ આપું છું. આપ સહુ મિત્રો પણ શુભેચ્છા પાઠવતા પહેલાં કવિતામાંથી જરૂર પસાર થાવ એવો મારો નમ્ર અનુરોધ છે…

* * *

ખુશબૂ
(સૉનેટ- બત્રીસો સવૈયો)

આગળ વધવું હોય અગર તો રસ્તાની સાથે રસ્તામાં
હોય ભલે ને ઠોકર- ખાડા, એને પણ રસ્તા ગણવાનાં.
ટાઢ-તાપ-વર્ષાના કાંટે સમય તણી ઘડિયાળ ફરે છે,
બિંદુ છે સ્થિર જનમ-જનમથી, ગતિ પામે જો રેખ બને છે.
ધીમેધીમે ચડતાં-પડતાં, સમય લગોલગ સરતાં-સરતાં
આવી ઊભાં આપણ બંને આજ અહીં બસ, હરતાં-ફરતાં.

ઓટ અને ભરતીની વચ્ચે ભીનપ સતત રહી વરતાતી,
વરસનું વીતવું જોયું કોણે ? તાજપ સદા રહી હરખાતી.
સહજીવન છે જૂનું કેટલું એ ગણવા માટેનાં ચશ્માં
વેદીમાં ફેંકી દીધાં’તાં, હિસાબ ક્યાં બંનેના વશમાં ?
પૂર્ણોલ્લાસી રૂપ ષોડષી કન્યા જેમ જનમ લઈ પામે,
એ જ પ્રકારે આપણું સગપણ ખીલ્યું આજે સોળ કળાએ.

જ્યારે જ્યારે રાત ઊતરી એક-મેકને ભરી લઈ બથ,
પવનપીઠ પર હંકાર્યા છે બસ, રાત તણી રાણીના રથ !

-વિવેક મનહર ટેલર
(૨૨/૨૩ જાન્યુઆરી, ૨૦૧૩)

*

Vivek and Vaishali

62 thoughts on “લગ્નજીવનની સોળમી વર્ષગાંઠે…

 1. હેપ્પિ એનિવર્સરિ ટુ બોથ ઓફ યુ…એન્ડ મેની મેની મોર…બન્ને જણા ઢિંગલા-ઢિંગલી જેવા જ દેખાવો છો..સો કયુટ…વ્હાલભરી શુભેચ્છાઓ..!!!! સદા ખુશ રહો ને હા તારી વ્હાલસોયી ને અખંડ સૌભાગ્યવતી ની આશિષ આપું છું ને તને તંદુરસ્ત ને આયુષ્યમાન ભવો ના હ્રદયપુર્વક ના આશિષ…!! તારો દિકરા ને હવે હાથે કેમ છે ભાઈ?

 2. 🙂 સ્નેહાભિનંદન !!!

  ઓટ અને ભરતીની વચ્ચે ભીનપ સતત રહી વરતાતી,
  વરસનું વીતવું જોયું કોણે ? તાજપ સદા રહી હરખાતી.

  ભીનપની વાત ખૂબ ગમી !

 3. ખુબ જ સુખમય, સમૃધ્ધિમય, આનંદસભર, અને લાબાં લગ્નજીવનની શુભેચ્છાઓ.

 4. બંને મહારથીઓ ને ખોબો ભરીને શુભેચ્છાઓ

 5. આપની ૧૬ મી લગ્નતિંથિ નિમિતે આપ બંન્ને ને હાર્દિક શુભેચ્છા..

 6. ખુબ ખુબ અભિનન્દન્

  પ્રેમના શબ્દો,હુફના,ફૂલડે વધાવો ભવ ભવ સુધી
  દશ ને છ એ રહ્યા સાથમાં ,રહે યુગલ યુગો સુધી..!!

  ભરત વાઘેલા..

 7. ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ..હમેશા ખુશ અને આબાદ રહો..
  સપના

 8. લગ્નજીવનની ૧૬ મી વર્ષગાંઠે હ્રદયપુર્વક બંનેને ખૂબ ખૂબ અભિનન્દન્…!!! આપ બંન્ને ને આપની સોળમી લગ્નતિંથિ નિમિતે સમૃધ્ધિમય, સુખમય, અને ખુબ જ તંદુરસ્ત લાબાં લગ્નજીવનની હાર્દિક શુભેચ્છાઓ…!!!

 9. બંનેને ખૂબ ખૂબ .. વ્હાલભરી શુભેચ્છાઓ..!!

 10. લીલી લીલી વનરાઈ પર ખીલ્યાઁ ભાળુઁ પ્રફુલ્લ ફુલ;
  સોળકળાએ ખીલ્યાઁ ભાળુઁ સોળ સાનભર શાઁ અનુકુળ !

  કળાયેલ મોર ને ઢેલની જોડી યાદ અપાવી જાય છે પેલી પઁક્તિઃ સૂરતાની વાડીના મીઠા મોરલા !!

  અભિનઁદન !!

 11. રાતરાણીનો રથ સદાયે જીવનપથ પર મહેકતો-મહેકાવતો ચાલ્યા કરે તેવી શુભેચ્છા…..

 12. શ્રી વિવેકભાઇ + અ.સૌ. વૈશાલી….
  બન્ને સ્નેહનિર્ઝર વ્યક્તિત્વને, અખંડ અને અસીમ સંગાથના કુમકુમવરણાં આશીર્વાદ અને ભાવભર્યા અભિનંદન.

 13. ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ….

  સોનેટ પણ ખૂબ સુંદર થયું છે એ માટે પણ અભિનંદન…

 14. ખુબ ખુબ અભિનંદન ………………………………..!!!!! God Bless You & Your Family….

 15. Heartly Congratulation 2 bothof you.

  EAK ANE EAK BE THATA HASE JINDGI MA,
  AME TO EAK KASHA PAN BAN VAGAR.

 16. વ્હાલા વિવેક અને વૈશાલીને લગ્નજીવનની અઢળક હાર્દિક શુભેચ્છાઓ… સુંદર સોનેટની સુંદર ભેટ!

 17. ડો.વિવેકભાઈ અને અં. સૌ.વૈશાલીબેનને લગ્નજીવનની વરસગાંઠે અમારી સ્નેહ્સભર અનેક શુભકામનાઓ અને અભિનદન…………………
  સરસ સોનેટ માટે પણ અભિનદન……………

 18. ખુબ ખુબ અભિનંદન્

  સોળ વર્ષ સોળ દિવસની જેમ ગુજર્યા.

  આમ જ જીંદગી ગુજરે તેવી તમન્ના

 19. Shri Vivekbhai,
  Namaskar.

  MANY MANY RETURNS OF THE DAY.

  WITH REGARDS.
  ARVIND VORA.
  Rajkot. Gujarat
  India.
  Mob 94268 49718

 20. લગ્નજીવનની ૧૬ મી વર્ષગાંઠે હ્રદયપુર્વક બંનેને ખૂબ ખૂબ અભિનન્દન્

 21. સોળ વરસના સહજીવનમાં એકમેકને પામી લીધા ,
  ખૂબ હરખથી જીવો એવા આશિષ દિલથી તમને દીધા.

 22. Dear Vivekbhai and Vaishaliben,

  Congratulations and Best wishes on your 16th Wedding Anniversary. May God bless you with best of health, wealth, Happiness and satisfaction in your professional and poetic life.

  Dinesh O. Shah, Nadiad, Gujarat, India

 23. ૧૬ મી લગ્નતિંથિ નિમિતે આપ બંન્ને ને હાર્દિક ાભિનંદન અને અનેક શુભેચ્છા.
  wedding anniversary is the celebration of love, trust, partnership, tolerance and tenacity. The order varies for any given year
  અને
  There isn’t a traditional 16th wedding anniversary gift but the modern gift is silver holloware and the gemstone is peridot. Holloware is serving dishes such as a sugar and creamer set, teapot, covered casserole dish-anything that is concave or hollow in which you would serve food.

  અમે ૫૫મી વૅડીંગ એનીવર્શરી ઊજવનાર

 24. ૧૬ મી લગ્નતિંથિ નિમિતે આપ બંન્ને ને હાર્દિક ાભિનંદન

  એ જ પ્રકારે આપણું સગપણ ખીલ્યું આજે સોળ કળાએ.
  પવનપીઠ પર હંકાર્યા છે આપણે રાતરાણીના રથ !

  સરસ આમજ વસંતના વાયરે જિવમમાં મ્હાલતા રહેજો

  રમેશ પટેલ “પ્રેમોર્મિ”

 25. શ્રી વિવેકભાઇ અને અ.સૌ વૈશાલીબેન,
  જય જલારામ સહિત ૧૬મા લગ્નદીને અભિનંદન અને પરમાત્માને પ્રાર્થના કે
  આજ રીતે ૬૧મા લગ્નદીનને પણ ઉજવી આગળ ને આગળ આનંદ સહિત ઉજવતા રહો તેવી સંત
  પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાની કૃપા મળે તેવી પ્રદીપ તથા પરિવાર તરફથી
  પ્રાર્થના.
  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન)

 26. Vivek
  Isn’t it an irony to loose your INDEPENDENCE on 26th of Jan ?
  So you celebrate it as “DEPENDENCE” day. ?
  Just like we celebrate 15th Aug as INDEPENDENCE day.
  Just kidding.
  CONGRATULATIONS and BEST WISHES
  for your DEPENDENT life !

  I liked …
  સહજીવન છે જૂનું કેટલું એ ગણવા માટેનાં ચશ્માં
  વેદીમાં ફેંકી દીધાં’તાં, હિસાબ ક્યાં બંનેના વશમાં ?

 27. વિવેકભાઇ અને વૈશાલીબહેન, લગ્નજીવનની 16મી વર્ષગાંઠે ખોબલામોઢે અભિનંદન.

 28. Dear Doctor Vivekbhai and Vaishaliben Tailor,

  Very Congratulation on completion of 16th years of marriage.

  I accord a small song on this occassion like :
  “Tumko Dekha To Ye Khayal Aaya, Zindagi Dhoop Tum Gana Saya”
  “Tumko Dekha To Ye Khayal Aaya, Zindagi Dhoop Tum Gana Saya”

  with regard,
  Tk Bye
  Vinod

 29. Congratulations and All my wishes on your 16th Wedding Anniversary,, i wish i congratulate both of u on your 50th Anniversary tooooo…….

 30. ખુબ જ સુખમય, સમૃધ્ધિમય, આનંદસભર, અને લાબાં લગ્નજીવનની શુભેચ્છાઓ.

 31. હ્રદયપૂર્વકની શુભકામનાઓ.
  બન્નેના હોઠ્પર સ્મિત અને દિલમાં સ્નેહ કાયમ રહે.

  હા કાવ્ય લેખે સૉનેટ મજાનું છે. અભિનંદન…!

 32. અભિનન્દન, વિવેકભાઈ (તમને બન્નેને, નેપથ્ય પાછળની દોરીસન્ચારક્ને ખાસ!!) … “તમારા વિનાના અમે અમારા વિનાના” એ સત્યનુઁ સાતત્ય આવા સાહચર્યથી જ સમજી શકાય. … ૧૭, ૨૩, ૩૧, ૩૪, ૪૦, ૪૮, ૫૫, ???મી જયંતિ ઉજવતા રહો!

 33. Chiranjive Vivek and Vaishali,
  Khub Khub Abhinandan and hrudaythi Ashirvad!!!
  God will fill your life with joy and prosperity ane aaj mari aajani prarthna.

  Harshad Mistry,
  Cincinnati,OHIO
  USA

 34. અભિનંદન, વિવેકભાઈ અને વૈશાલીબેનને!!
  સુંદર તસ્વીરો સાથે મસ્ત સોનેટ માણવું પણ ગમ્યું!!
  સુધીર પટેલ.

 35. મારા અને વૈશાલી – બંને તરફથી ઉષ્માસભર શુભેચ્છા પાઠવનાર સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…

 36. વિવેકભાઇ, તમારું લગ્નજીવન સદાયને માટે એવું ને એવું જ રહે કે સદાય એમ જ લાગે કે જાણે ગઇ કાલે જ પરણ્યા હો ! બંનેને ખુબ ખુબ અભિનંદન.

 37. best wishes go to U that this wonderfull luv you both share, lasts your lifetime through. Have a great life ahead…

 38. ડો વિવેક ડો વૈશાલી
  ૧૬ વર્ષ સાથે પુરા કર્યા,તેમ ૬૦ વર્ષ સહજીવન્ હસતા રમત વિતાઓ એ અમારી શુભેચ્છા.
  ઇન્દુ રમેશ શાહ્
  હુસ્ટન તેક્ષાસ

 39. May this pair live longer like a sunrise !A happy birthday to the bride and
  thegroom……….Shubhechchhaao……………….Abhinandano……..V=V..=s…………….

Comments are closed.