હર ક્ષણ ઝઝૂમવાનું…

ખૂબ નાનો હતો ત્યારથી અખંડ આનંદ વાંચતો. નાનપણથી જ પ્રશિષ્ટ વાચન તરીકે એની છાપ મનમાં દૃઢ. કવિતા લખતો થયો ત્યારે પણ કદી આ પાનાંઓ પર મારું નામ આવશે એવું વિચાર્યું નહોતું. આજે ચાર મહિનાના ટૂંકા ગાળામાં મારી બાળપણની સ્મૃતિઓ સાથે અવિનાશીપણે સંકળાયેલા આ પૃષ્ઠો પર બીજી વાર મારી ગઝલ જોઈ જે અ-ખંડ આનંદ થઈ રહ્યો છે એ તમને તો કહું જ ને ?

Akhand Anand-apr-08

Akhand anand - Shwaso na taankana thi
(અખંડ આનંદ, એપ્રિલ-2008….             ….સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠક)

આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…

16 thoughts on “હર ક્ષણ ઝઝૂમવાનું…

  1. “પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
    હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
    આ પંક્તીતો ખૂબ યાદ રહી ગઈ-
    તમે તો ઉડાન કરતી પાંખ નીચેના પવન છો !
    મનમાં ગણગણાટ થયો
    Oh, the wind beneath my wings.
    You, you, you, you are the wind beneath my wings.
    Fly, fly, fly away. You let me fly so high.
    Oh, you, you, you, the wind beneath my wings.
    Thank you, thank you,
    thank God for you, the wind beneath my wings.

  2. પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
    હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
    સરસ ગઝલ પણ આ શેર વધુ ગમ્યો કારણ્
    કૌન રોતા હૈ કીસી ઔર કી ખાતીર અય દોસ્ત
    સબકો અપની હી કીસી બાત પે રોન આયા

  3. સુંદર ગઝલ- આજના માનવી પાસે બધી સુવિધા હોવા છતાં એકલો છે. મને તમારી ગઝલો પસંદ પડવાનું એક ફારણ તમે એ એકલતાનું વિશ્લેષણ બહુ સુન્દર રીતે કરો છો. આ ગઝલ એનું સુંદર ઉદાહરણ છે. આ એકલતાન રજુ કરવા જ ઉદાહરનણો અને ઉપમાઓ તમેય જે આપી છે, તે અતિ સુંદર છે- અભિનંદન-

  4. વિવેકભાઇૢ આ સુન્દર રચનાના અભિનન્દન તો રૂબરુમાં અપાઇ ગયા છે. અહી ફરી એકવાર…!!!

  5. એક પછી એક શ્રેષ્ઠ સામાયિકોમાં એક કવિ તરીકે આપની હાજરી સતત રહે ,એજ શુભકામના.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  6. કવિ ની અંગત ભાવાભિવ્યક્તિ આપણા સૌની વાત હોય , એવું નથી લાગતું ? અહીં દરેક ને જાત સાથે જીવવું છે ને છતાં જીવાતું નથી , એ વ્યથા કંઈ જેવી-તેવી છે? પરન્તુ , એ વ્યથા ને ગઝલ-દેહ આપવાની ક્ષમતા એકમાત્ર સક્ષમ કવિ પાસે જ હોય છે , એ અહીં પ્રસ્તુત છે. અભિનન્દન વિવેકભાઈ.. તમે તો અમને પણ જાત સાથે સંવાદ રચવાનું આહ્વવાન આપો છો !

  7. તમારા અખંડ આનંદમાં મને પણ સહભાગી ગણજો. આવો આનંદ અનુભવી ચૂક્યો છું એટલે તમારી ખુશી સમજી શકાય છે.

Leave a Reply to પંચમ શુક્લ Cancel reply

Your email address will not be published. Required fields are marked *