એથી હું પ્રેમ કદી કરતો નથી….

OLYMPUS DIGITAL CAMERA
(શમણાંના સૂરજ….                                     …દુબઇ, ૧૧-૨૦૧૨)

*

એથી હું પ્રેમ કદી કરતો નથી કે મારી આંખોમાં ધગધગતું રણ,
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

પ્રેમમાં તો આંખની ભીની જમીનમાં સપનાંઓ રોજ ખોડે ખીલા,
ચરણોમાં ઝંઝા નહીં, ઝંખાના ઊંટ અને શ્વાસોમાં સાથના કબીલા,
મારાં તો બેઉ પગ થઈ ગ્યાં છે રેત-રેત, કણ-કણ પર પડ્યાં છે આંટણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

રેતીના કણ-કણ, ઇચ્છાનાં ધણ-ધણ, દિશાઓ આંટીને દોડે,
મનના પવનના ઊડતા ગવનને એકે બાજુથી ન છોડે
ભટકાઉ જિંદગીના બેકાબૂ છેડા પર બાંધું હું શાના સગપણ ?
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?
આખાય જીવતરની થાપણમાં શું છે તો આવું આ ખારપાટી ખાંપણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૧-૨૦૧૩)

*

OLYMPUS DIGITAL CAMERA
(સૂરજ થવાને શમણે….                                  …દુબઇ, ૧૧-૨૦૧૨)

27 thoughts on “એથી હું પ્રેમ કદી કરતો નથી….

  1. રાજવી કવિ કલાપીની 139,મી જન્મજયંતી ”

    શ્રી ગુજરાતી સાહિત્ય અકાદમી તથા આરધના ટ્રસ્ટ અને કલાપી તીર્થ સંગ્રહાલય દ્વારા,ભવ્ય આયોજન કલાપીનગર લાઠી ને આંગણે …..
    26- જાન્યૂઆરી 1874 ના રોજ લાઠી ના રાજવી પરિવાર માં જન્મેલા ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ કલાપીની

    જન્મ જયંતી નું ભવ્ય આયોજન તારીખ;25,અને 26એ લાઠી મુકામે કરવામાં આવ્યું છે આપ સૌ સ્નેહી મિત્રો નું ભાવભીનું સ્વાગત છે .
    તારીખ ; 25, જાન્યુઆરી રાત્રે ;8:30 કલાકે ડો,ધનવંત શાહ રચિત નાટક ‘રાજવી કવિ કલાપી ‘ નિર્માતા ,નિર્દેશક શ્રી ,બકુલ રાવલ, નટરાજ કલા મંદિર પ્રસ્તુત:
    તારીખ ; 26, જાન્યુઆરી બપોરે 3:30 કલાકે શ્રી,પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને કવિ સંમેલન અને કલાપીની કવિતા નું કાવ્ય પઠન .
    તેમજ રાત્રે ,9; કલાકે સુગમ સંગીત અને ગઝલ બેઠક ,, મુંબઈ ના ખ્યાતનામ કલાકારો શ્રી, ઉદય મઝુમદાર ,,રેખા ત્રિવેદી ,,સુરેશ જોશી ..ના સુમધુર કંઠે પ્રસ્તુતિ …
    કાર્યક્રમનું ઉદઘાટન ,,કલાપીજી ના પ્રપોત્ર અને લાઠી ઠાકોરસાહેબ ,નામદાર શ્રી કીર્તિકુમાર સિંહજી ગોહિલ કરશે ,,મુખ્યમહેમાન પદે નિવૃત એર માર્શલ જનક કુમાર ગોહિલ બિરાજશે .
    તો પધારો કલાપી નગર લાઠી ……

    ***ઈશ્કના બંદાને ***
    તું કલાપી છે કવિ, શાયર વળી દીલદાર છે ,
    ગુર્જરી વાણી તણું તું મોતી પાણીદાર છે ,
    તું વિયોગી , તુજ યોગી ,તું જીગરનો યાર છે ,
    રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે .
    જિંદગીની ભર વસંતે, દર્દેદિલ થઇ તું રડ્યો ,
    આંસુઓં જ્યાં જ્યાં પડ્યા ,ત્યાં ઈશ્ક નો ગુલ્ઝાર છે .
    આ ભરી મહેફિલ મહી,તું જામ લઇ આવ્યો અને ,
    તું જ ખુદ સાકી બન્યો,ને તું જ તો પીનાર છે .
    ઈશ્કનો બંદો ,સાકી , સુરા ની,દાસ્તાં ‘આદમ ‘સુણો,
    ત્યાં સમજવું કે,કલાપીનો કવિ -દરબાર છે ..-બકુલ રાવલ -આદમ

  2. અહેવાલ જરુરુ મૂકશો તો વિદેશમા વસતા રસિકોને આનન્દલાભ થાય તે માટે વિનંતિ.સરસ આયોજન પણ વતંથી દૂરતેથી અફસોસ. આપના થકી લાભની અદમ્ય અશા સહ ગુડ લક..

  3. છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો….સુંદર કલ્પન…
    રાજકપુર યાદ આવે..શ્રી ૪૨૦ મા, ખિસામાં હાથ નાંખે,કાણું ખિસ્સુ….
    તો માધુરી દીક્ષીત..ચોલિ કે પીછે ક્યા હૈ…

    તોફાન વિના
    ડુબ્યાં હતાં વહાણ
    ઝાંઝવા જ્ળે

  4. છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
    દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?

    ……………………………………………………………………

    મસ્ત ……

  5. પ્રતિકોના વૈભવે આખી ય રચનાના ભાવને અદભુત અને અસ્ખલિત પ્રવાહે ઉજાગર કર્યો છે વિવેકભાઇ..
    ખૂબ-ખૂબ અભિનંદન. છાતીમાં હાથ નાંખવાનું કલ્પન સાવ નવિન રહ્યું…એ માટે અલગથી, છાતીમાં હાથ નાંખીને અભિનંદન…

  6. છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
    દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?
    આખાય જીવતરની થાપણમાં શું છે તો આવું આ ખારપાટી ખાંપણ.
    આ ઝાંઝવાને ઝાકળ ન ગણ
    ખૂબ સુંદર
    યાદ
    હું એટલે તો એને વેંઢારતો રહું છું,
    સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.
    ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
    આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.
    ખાંપણ સરખો ખેસ કબીરા
    લોક કહે દરવેશ કબીરા

  7. એથી હું પ્રેમ કદી કરતો નથી કે મારી આંખોમાં ધગધગતું રણ,
    સુન્દર શરુઆત્,
    અને ભુકા બોલાવી દે એવો અન્ત..
    બહુ સરસ્…

  8. Dear Vivekbhai,
    Honestly, I am speechless. The deep feelings you left hidden in this rachna,
    I have no words to explain it.
    God bless you dear!!

  9. છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
    દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?

Leave a Reply to kaushal Cancel reply

Your email address will not be published. Required fields are marked *